• Gujarati News
  • National
  • Wife And Daughter Held Hostage For 18 Hours To Bring Pressure, Continued Firing On Police

રજા ન મળતાં ગુસ્સામાં જવાને પોતાને જ ગોળી મારી:રજા માટે દબાણ લાવવા પત્ની-પુત્રીને બંધક બનાવ્યાં, પોલીસ પર સતત ફાયરિંગ કરતો રહ્યો હતો

જોધપુર3 મહિનો પહેલા
  • ડીઆઈજીએ જવાનને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી હતી

જોધપુરમાં રજા ન મળવાથી નારાજ CRPF જવાન નરેશ જાટે પોતાને જ ગોળી મારી દીધી હતી, પરંતુ આ પહેલાં તેણે અધિકારીઓ પર દબાણ લાવવા માટે પોતાની પત્ની અને પુત્રીને 18 કલાક સુધી પોતાના જ ઘરમાં બંધક બનાવીને રાખી હતી. પોલીસ અને પ્રશાસને તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે માન્યો નહોતો. અંતે, તેણે ચાર અધિકારીની સામે પોતાને જ ગોળી મારી દીધી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ ઘટના જોધપુરના પાલડી ખિચિયાન ખાતે સ્થિત CRPFના રિક્રૂટ ટ્રેનિંગ સેન્ટરની છે. કહેવામાં આવી રહ્યું છે કે રજા બાબતે નરેશ જાટનો ડીઆઈજી ભૂપેન્દ્ર સિંહ સાથે વિવાદ થયો હતો.

સમજાવવા માટે સંબંધીઓને બોલાવવામાં આવ્યા હતા
મોડી રાત્રે નરેશને સમજાવવા પાલીથી તેનાં પરિવારજનોને બોલાવવામાં આવ્યાં હતાં. CRPFના IG સામે જવાને આત્મસમર્પણ કરવાની શરત મૂકી હતી. આઈજી પણ તેની સાથે વાત કરવા આવ્યા હતા, પરંતુ વાતચીત બાદ આઈજીની સામે જ જવાને પોતાના પર જ ફાયરિંગ કરી દીધું હતું.

નરેશ જાટે રવિવારે સાંજે 6 વાગ્યાથી તેની પત્ની અને પુત્રીને બંધક બનાવી હતી. તે ગેલરીમાં આવતો રહ્યો અને વારંવાર ફાયરિંગ કરતો રહ્યો હતો.
નરેશ જાટે રવિવારે સાંજે 6 વાગ્યાથી તેની પત્ની અને પુત્રીને બંધક બનાવી હતી. તે ગેલરીમાં આવતો રહ્યો અને વારંવાર ફાયરિંગ કરતો રહ્યો હતો.

ડીઆઈજીએ ધમકી આપતાં નારાજ થયો હતો
નરેશ પાસે ઇન્ડિયન સ્મોલ આર્મ સિસ્ટમ (INSAS) 5.56 એટલે કે લાઇટ મશીન ગન હતી. નરેશે આ મશીનગન વડે અનેક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. સૈનિકોના કહેવા પ્રમાણે, રજા ન મળવાથી નારાજ હતો. આ અંગે રવિવારે ભરતી તાલીમ કેન્દ્રના ડીઆઈજી ભૂપિન્દર સિંહ સાથે પણ તેની બોલાચાલી થઈ હતી.

વાત આગળ વધી ગઈ અને પછી ડીઆઈજીએ નરેશને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી હતી. ગુસ્સે ભરાયેલા જવાને બીજા જવાન પર હુમલો કર્યો, જેને કારણે જવાનને ઈજા થઈ હતી. પછી તે ગુસ્સામાં ક્વાર્ટરની અંદર જતો રહ્યો અને પછી દરવાજો લૉક કર્યો અને બહાર ન આવ્યો.

આ ટ્રેનિંગ સેન્ટરમાં જવાન નરેશ જાટ રહે છે. તે ઘરની ગેલરીમાંથી વારંવાર ફાયરિંગ કરી રહ્યો હતો. સોમવારે સવારે પણ તેને મનાવતા રહ્યા હતા, પરંતુ તે માન્યો નહોતો.
આ ટ્રેનિંગ સેન્ટરમાં જવાન નરેશ જાટ રહે છે. તે ઘરની ગેલરીમાંથી વારંવાર ફાયરિંગ કરી રહ્યો હતો. સોમવારે સવારે પણ તેને મનાવતા રહ્યા હતા, પરંતુ તે માન્યો નહોતો.

પોલીસે બુલેટપ્રૂફ જેકેટ પહેરીને નજીક જવાનો પ્રયાસ કર્યો હતો
જ્યારે જવાને ઘરનો દરવાજો અંદરથી બંધ કર્યો ત્યારે તેની પત્ની અને 6 વર્ષની પુત્રી પણ ઘરમાં જ હતી. આ પછી જવાન લાઇટ મશીનગન સાથે ગેલરીમાં આવ્યો અને હવામાં ફાયરિંગ શરૂ કર્યું. બુલેટપ્રૂફ જેકેટ પહેરેલા પોલીસકર્મીઓએ નજીક જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એલએમજીની સામે કોઈની હિંમત ન થઈ. આવી સ્થિતિમાં પોલીસે લાઉડસ્પીકર દ્વારા જાહેરાત કરીને જવાનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. બુલેટપ્રૂફ જેકેટ પહેરેલા કમાન્ડો પણ સાથે આવ્યા હતા, પરંતુ નરેશ જાટ સુધી પહોંચી શક્યા નહોતો.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસકર્મચારીઓ પણ નજીક જવાનો પ્રયાસ કરતા રહ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસકર્મચારીઓ પણ નજીક જવાનો પ્રયાસ કરતા રહ્યા હતા.

લાઇટ મશીનગનની ગોળી મારી કરી આત્મહત્યા
સીઆરપીએફ જવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કમિશનર રવિ ગૌરે જણાવ્યું હતું કે ગત સાંજથી તેને સમજાવવાનું ચાલી રહ્યું હતું. પાલીથી તેનાં માતા-પિતાને પણ બોલાવવામાં આવ્યાં હતાં.
અધિકારીઓ પણ જયપુરથી રવાના થઈ ગયા હતા. તેને ફોન પર સમજાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તેણે પોતાના પર જ મશીનગન રાખીને ફાયરિંગ કરી દીધું હતું. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે તેની પત્ની અને બાળકો બંને સુરક્ષિત છે.

અન્ય સમાચારો પણ છે...