• Gujarati News
  • National
  • Widespread Opposition To ED CBI Proceedings, The Government Extended The Tenure Of The Heads Of These Bodies To 5 Years

મોદી સરકારેનો મહત્વનો નિર્ણય:ED-CBIની કાર્યવાહી અંગે વિપક્ષનો વ્યાપક વિરોધ, સરકારે આ સંસ્થાઓના વડાઓનો કાર્યકાળ વધારી 5 વર્ષ કર્યો

નવી દિલ્હી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લઈ CBI અને EDના નિર્દેશકોનો કાર્યકાળ 3 વર્ષ માટે વધાર્યો છે. આ માટે સરકારે રવિવારે 2 વટહૂકમ લાગુ કરવામાં આવ્યો છે. આ વટહુકમ પ્રમાણે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ના નિર્દેશકનો કાર્યકાળ 5 વર્ષ હશે.

અત્યાર સુધી આ પદો પર મહત્તમ કાર્યકાળ 2 વર્ષ હતો. સરકારના આ પગલા અંગે વિપક્ષો તરફથી પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે, આ એજન્સીઓ પર સરકારના પક્ષમાં કામ કરવા અને વિપક્ષી નેતાઓને ટાર્ગેટ કરવાની કાર્યવાહી કરવાનો આરોપ લગાવી રહ્યો છે.

શિયાળુ સત્ર અગાઉ લાવવામાં આવ્યો વટહુકમ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બે વટહુકમ પર હસ્તાક્ષર કર્યાં છે. અત્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું નથી અને આ સંજોગોમાં રાષ્ટ્રપતિએ વર્તમાન સમયમાં વટહુકમ લાવવાની બાબતને યોગ્ય ગણાવી છે. જોકે બન્ને અધિકારીઓને 5 વર્ષનો કાર્યકાળ પૂરો થવાના સંજોગોમાં સર્વિસનો સમયગાળો લંબાવવામાં આવશે નહીં.

હવે ઉચ્ચ તપાસ એજન્સીઓના આગામી તમામ વડાઓના કાર્યકાળને 2 વર્ષ પૂરો થયા બાદ તે ત્યારબાદ 3 વર્ષ સુધી વધારવામાં આવી શકે છે. જોકે નોકરી પર જોડાયા તે સમયના કાર્યકાળ સહિત કુલ 5 વર્ષનો સમય લંબાવવો શક્ય છે.

કોણ છે ED અને CBIના વડા?
અત્યારે CBIના વર્તમાન નિર્દેશક 1985 બેંચના IPS અધિકારી અને મહારાષ્ટ્રના ભૂતપુર્વ DGP સુબોધ કુમાર જયસ્વાલ છે. તેમણે મે,2021માં વડા બનાવવામાં આવ્યા હતા. EDના નિર્દેશક સંજય કુમાર મિશ્રા છે, જેઓ નવેમ્બર 2018માં પદ ગ્રહણ કર્યું હતું. મિશ્રા વર્ષ 1984 બેંચના IRS અધિકારી છે. ગયા વર્ષે નવેમ્બરમાં કેન્દ્ર સરકારના એક ખાસ નિર્ણય હેઠળ મિશ્રાના કાર્યકાળને એક વર્ષ માટે વધારવામાં આવ્યો હતો. મિશ્રાનો કાર્યકાળ નવેમ્બર,2020માં પૂરો થઈ રહ્યો હતો.

સંસદમાં બિલ રજૂ કરવામાં આવી શકે છે
કેન્દ્રીય સતર્કતા આયોગ (સુધારા) 2021 અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટેબલિશમેન્ટ એક્ટ (સુધારા) 2021 નામના બે વટહુકમ સંસદના શિયાળુ સત્રની શરૂઆતના કેટલાક દિવસમાં રજૂ થશે. આશા છે કે કેન્દ્ર સરકાર તેને સંબંધિત બિલ શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં રજૂ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું-જરૂરી કિસ્સામાં જ વિસ્તાર કરવામાં આવે
ન્યાયમૂર્તિ એલએન રાવના વડપણ હેઠળ સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તાજેતરમાં જ EDના વડા સંજય મિશ્રાની સર્વિસને લગતો એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. મિશ્રાએ વર્ષ 2018માં કાર્યભાર સંભાળ્યો હતો. ખંડપીઠે કાર્યકાળ વિસ્તરણને હાઈલાઈટ કરતા કહ્યું હતું કે ફક્ત દુર્લભ અને અસાધારણ કેસોમાં જ સેવા વિસ્તરણ કરવામાં આવવું જોઈએ. ED નાણાં મંત્રાલય હેઠળ આવતી એક વિશેષ તપાસ એજન્સી છે, જે મની લોન્ડ્રીંગ, વિદેશી ભંડોળ કાયદો તથા વિનિમયને લગતા કેસોની તપાસ કરે છે.