• Home
  • National
  • Why the lockdown is inevitable? Can I order a shoot at site? What is the provision of Article 188?

શા માટે લોકડાઉનનો અમલ કરવો અનિવાર્ય? શૂટ એટ સાઈટનો ઓર્ડર થઈ શકે? શું છે કલમ 188ની જોગવાઈ?

દેશમાં કોરોના સંક્રમણને અટકાવવા 21 દિવસનું સજ્જડ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે
દેશમાં કોરોના સંક્રમણને અટકાવવા 21 દિવસનું સજ્જડ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે
X
દેશમાં કોરોના સંક્રમણને અટકાવવા 21 દિવસનું સજ્જડ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છેદેશમાં કોરોના સંક્રમણને અટકાવવા 21 દિવસનું સજ્જડ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે

  • ઈસ. 1897માં પ્લેગની બિમારી વખતે બ્રિટિશ શાસન વખતે મહામારી રોગ અધિનિયમની રચના થઈ હતી
  • કલમ 188 હેઠળ આદેશનો અમલ ન કરનારને મહત્તમ 6 મહિનાની જેલની જોગવાઈ છે, શૂટ એટ સાઈટનો ઓર્ડર શક્ય નથી

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 06:50 PM IST

નેશનલ ન્યૂઝ, અમદાવાદઃ મંગળવારે રાત્રે વડાપ્રધાને કોરોના સંક્રમણ સામે લડવાના ભાગરૂપે સમગ્ર દેશમાં 21 દિવસનો લોકડાઉન જાહેર કરી દીધો છે. જોકે એ પછી પણ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં લોકો સ્વેચ્છાએ ઘરમાં પૂરાઈ રહેતાં ન હોવાથી પ્રશાસનને કડક પગલાં લેવાની જરૂર ઊભી થઈ રહી છે. તેલંગણાના મુખ્યમંત્રીએ સડક પર નીકળી પડતાં લોકો સામે અકળાઈને શૂટ એટ સાઈટની ચીમકી પણ ઉચ્ચારી લીધી છે. શા માટે પ્રજાએ લોકડાઉનનો અમલ કરવો જોઈએ તેમજ લોકડાઉન સંબંધિત કલમ 188ની જોગવાઈઓ શું છે એ પણ સમજવાની જરૂર છે.

ઈન્ડિયન પીનલ કોડની કલમ 188

  • ચેપી રોગચાળા વિશેનો કાયદો બ્રિટિશ શાસન દરમિયાન વર્ષ 1897માં બન્યો હતો. જેમાં કલમ 188 અંતર્ગત પોલીસને કેટલીક સત્તા આપવામાં આવી છે. મહામારી રોગ અધિનિયમ 1897ની કલમ 188 અંતર્ગત આદેશોનું ઉલ્લંઘન કરનારાં સામે કાર્યવાહી થઈ શકે છે.
  • લોકડાઉનના નિયમોનો ભંગ કરવા બદલ 1 મહિનાની જેલની સજા થઈ શકે છે.
  • લોકડાઉનના નિયમોનો ભંગ કરવાથી જાહેર સ્વાસ્થ્ય અને જાહેર શિસ્તનો ભંગ થતો જણાય તો 6 મહિનાની જેલની સજા પણ થઈ શકે છે.

લોકડાઉનમાં સ્વયંશિસ્ત જરુરી

  • લોકડાઉન દરમિયાન જનતાને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે એ માટે સરકારે મર્યાદિત દુકાનો ખુલ્લી રાખવા કહ્યું છે.
  •  પરંતુ એ દુકાનોએ ધસાર ન કરવો અને અકારણ બહાર ન નીકળવું એ પ્રજાની સ્વયંશિસ્ત પર આધારિત છે.
  • પ્રજા જો જાતે જ મર્યાદામાં નહિ રહે તો પછી પ્રશાસનને નાછૂટકે કર્ફ્યુ જેવું કાનૂની બંધન લાદવાની ફરજ પડી શકે છે. એ સ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓ પણ મળતી બંધ થઈ જશે અને પ્રજાની હાલાકી વધી શકે છે.
  • શ્રેષ્ઠ રસ્તો એ છે કે મર્યાદિત કર્ફ્યુ પ્રકારના આ લોકડાઉનનું ચુસ્તીથી પાલન કરવામાં આવે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી