બે દિવસ પહેલાં જ્યારે કેન્દ્ર સરકારે કૃષિ કાયદામાં ફેરફારને લઈને પ્રસ્તાવ મોકલ્યો હતો તો લોકોને લાગ્યું કે હવે ખેડૂતો પોતાનું આંદોલન સમેટી લેશે. આવું એટલા માટે માનવમાં આવી રહ્યું હતું કે આ પ્રસ્તાવને જોતાં લાગે છે કે ખેડૂતોની દરેક મુખ્ય માગોનો સરકારે સ્વીકાર કરી લીધો છે.
પ્રસ્તાવમાં સરકારે MSPની હાલની વ્યવસ્થા કાયમી રાખવા માટે લેખિત આશ્વાસન આપવાની વાત કરી છે, ખેડૂતોની જમીનોનું જોડાણ નહીં કરવાની વાત કરી છે, ખાનગી માર્કેટો પર પણ ટેક્સ લગાવવાનો ઉલ્લેખ કર્યો છે અને ખેડૂતોને કોર્ટમાં જવાનો વિકલ્પ આપવાની વાત પણ કરવામાં આવી છે.
આ લગભગ એ તમામ બાબતો છે, જેની માગ આ ખેડૂત આંદોલનમાં ખૂબ મજબૂતીથી કરવામાં આવી રહી છે, પરંતુ આ પ્રસ્તાવ પર જ્યારે ખેડૂત સંગઠનોની બેઠક મળી ત્યારે તેમણે આ પ્રસ્તાવને ફગાવી ડેટા તેમણે ન માત્ર આંદોલન ચાલુ રાખવાની વાત કરી, પરંતુ સરકારને ચેતવણી પણ આપી હતી કે જો આ ત્રણેય કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય તો તેઓ તેમના આંદોલનને પહેલાં કરતાં વધારે ઉગ્ર બનાવશે.
ત્યારથી આ સવાલ વારંવાર સામે આવી રહ્યો છે કે દરેક શરત માની લેવા છતાં પણ ખેડૂતો પોતાનું આંદોલન સમાપ્ત કેમ નથી કરી રહ્યા?
ખેડૂત નેતા ડોકટર દર્શન પાલ જણાવે છે કે સરકારની તરફથી આવેલા પ્રસ્તાવ અસલમાં એક છળકપટ ભરેલો છે. તેઓ કહે છે, 'સૌથી પહેલ ખાનગી માર્કેટો પર ટેક્સ લગાવવાની વાતને લઈ લો. પ્રસ્તાવમાં કહેવામા આવ્યું છે કે જો રાજ્ય સરકાર ઈચ્છે તો ખાનગી માર્કેટો પર ટેક્સ લગાવી શકે છે, એટલે કે ટેક્સ લગાવવો ફરજિયાત નથી, આ બાબતને રાજ્ય સરકારની મરજી પર છોડી દેવામાં આવી છે.
બીજું, એ છે કે તેના દ્વારા ખાનગી માર્કેટ બનાવવાનો રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. જ્યારે અમારી માગ છે કે APMC(સરકારી માર્કેટ)ને બાયપાસ કરીને કોઈ બીજી માર્કેટની સિસ્ટમ ન બનાવવી જોઈએ.'
MSPની વાતને પણ દેખાડો કરવાનું જણાવતાં ડોકટર દર્શન પાલ કહે છે, ' MSP બાબતે સરકારે કહ્યું છે કે જે હાલની સિસ્ટમ છે અમે તે બાબતે લેખિતમાં આપી દઇશું, પરંતુ અમારી માગ એ છે કે દરેક પાક માટે MSP સ્વામીનાથન પંચની ભલામણ પર નક્કી કરવામાં આવે, એટલે કે કિંમતના દોઢ ગણો ભાવ નક્કી કરવામાં આવે, જે ખેડૂતનો એક કાયદાકીય અધિકાર છે.
એવું તો કંઇપણ સરકારે કહ્યું નથી, આવી રીતે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ પણ લાગુ કરવામાં આવી રહ્યું છે, ફ્ક્ત એની શરતોને થોડી આમ તેમ કરવાની વાર સરકાર કરી રહી છે.
આ પ્રસ્તાવને ફગાવવાના કારણ બાબતે વિસ્તારથી જણાવતાં ડોકટર દર્શન પાલ કહે છે, સ્વયં ગૃહમંત્રી અમિત શાહે સ્વીકાર કર્યો છે કે નવા કાયદા બનાવતા સમયે ખેડૂતો સાથે ચર્ચા થઈ શકી નથી, જે યોગ્ય ન હતું. જો સરકારે નવા કાયદા બનાવવા જ છે તો પહેલા આ કાયદાઓને રદ કરવામાં આવે અને ફરી ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ જ કોઈ નવા કાયદા બનાવવામાં આવે.
એટલા માટે અમે અમારી શરતો સ્પષ્ટ રીતે સરકારને લેખિત મોકલી આપી છે, જેમાં કુલ 6 માગ છે, જે અમે સરકાર સમક્ષ રજૂ કરેલી છે.
ડોકટર દર્શન પાલ જે છ માગણીની વાત કરી રહ્યા છે એને લઈને સમગ્ર ખેડૂત આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ખેડૂત નેતાઓએ આ માગણીઓ કેન્દ્ર સરકારના તમામ પ્રધાનો સમક્ષ પહેલેથી જ લેખિતમાં મોકલી આપેલી છે, જે નીચે મુજબ છે:
ખેડૂત આગેવાનોનું કહેવું છે કે આ તમામ માગણીઓને લઈને આ આંદોલન શરૂ થયું છે. એવું નહીં બને કે જો આ માગણીઓમાંથી કોઈ એક માગ સરકાર સ્વીકારે અને બીજી માગ છોડી દે તો આંદોલનનો અંત લાવવામાં આવે. બીજા એક મોટા ખેડૂત નેતા બલવીરસિંહ રાજેવાલ કહે છે, 'પ્રસ્તાવમાં સરકારે હોશિયારીથી ખાનગી મંડળીઓને નિયમિત કરવાની વાત કરી છે, જેને એવી રીતે બતાવવામાં આવી છે કે જાણે સરકાર ખેડૂતોની માગ સ્વીકારી આમ કરી રહી હોય, પરંતુ અમારી માગ એ છે કે APMC (સરકારી બજાર) સિસ્ટમ મજબૂત કરવી જોઈએ. સરકાર આખરે ખાનગી બજારો કેમ ખોલવા માગે છે? તેનાથી કોર્પોરેટ સિવાય કોનું ભલું થવાનું છે ? પંજાબ અને હરિયાણામાં ચાલતી માર્કેટ સિસ્ટમ ઉત્તમ છે. દેશના જુદા જુદા ભાગોમાં વધુ 48 હજાર આવાં માર્કેટ ખોલવા જોઈએ, જેથી દરેક પાક MSP પર વેચાય અને સરકાર એને ખરીદી શકે.
આખા દેશમાં આવી સિસ્ટમ બનાવવાની જગ્યાએ, સરકાર ત્યાં પણ આ સિસ્ટમ તોડવાનું કામ કરી રહી છે, જ્યાં પહેલાંથી જ ચાલી રહી છે.
નવા કાયદાઓને ખેડૂતો વિરુદ્ધ ગણાવતાં બલવીરસિંહ રાજેવાલ આગળ વધુ કહે છે, 'આ ફૂડ ગ્રેનનો જે 12 મિલિયન ડોલરનો બિઝનેસ કરે છે એના પર લાંબા સમયથી કોર્પોરેટની નજર છે અને સરકાર આ કાયદા ફક્ત એટલા માટે લાવી છે કે જેથી આ સમગ્ર વેપાર કોર્પોરેટને સોંપી શકાય. સરકારનો નવો પ્રસ્તાવ પણ આ દિશામાં આગળ વધી રહ્યો હતો, તેથી અમે એને ફગાવી દીધો.'
ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢુની આ પ્રસ્તાવને ફગાવવા બાબતે કહે છે, 'પ્રસ્તાવમાં ઉપર ઉપર કંઈક દેખાય છે, પરંતુ હકીકતમાં સરકારે અમારી માગણી સ્વીકારી નથી, જે MSPની માગ સૌથી મોટી છે? તેને ક્યાં સરકારે માની છે? અમે કહી રહ્યા છીએ કે ખરીદીની ગેરંટી આપવાનો કાયદો બનાવો જોઈએ.
તેમણે ક્યારે કહ્યું હતું કે અમે કાયદો બનાવીશું? તેમણે ફક્ત કહ્યું હતું કે જે પહેલેથી વ્યવસ્થા ચાલુ છે એને લેખિતમાં આપી દઇશું. તો બિહારમાં આ વ્યવસ્થા ક્યાં ચાલે છે? જ્યાં ઉત્તરપ્રદેશમાં પણ ક્યાં આ વ્યવસ્થા ચાલે છે? પંજાબ અને હરિયાણામાં પણ મકાઇ માટે, સરસો માટે MSP ક્યાં મળી રહ્યું છે? અમારી એ જ માગ છે કે ખેડૂતને દેશભરમાં તમામ પાક પર MSP મળવાની ગેરંટી મળે. નવા પ્રસ્તાવમાં આ બાબતે કંઈ પણ નથી, તેથી અમારી પાસે એને ફગાવવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.