તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Why Is Caribbean Island The First Choice Of Tourists In The Country Where Mehul Choksi Is Currently Lodged In Jail?

જાણો ડોમિનિકા વિશે:મેહુલ ચોકસી હાલ જે દેશની જેલમાં બંધ છે એ કેરિબિયન દ્વીપ શા માટે છે ટૂરિસ્ટોની પહેલી પસંદ

14 દિવસ પહેલાલેખક: જીજ્ઞેશ ત્રિવેદી
  • કૉપી લિંક

કેરિબિયન સાગરના પૂર્વ કિનારે વસેલો દેશ ડોમિનિકા... આજકાલ ભારતીય મીડિયામાં છવાઈ ગયો છે. હકીકતમાં કરોડોનું ફુલેકું ફેરવનાર ભારતીય ભાગેડુ વેપારી મેહુલ ચોકસી હાલ ડોમિનિકાની જેલમાં બંધ છે. ત્યારે આવો, જાણીએ ડોમિનિકા અંગે કેટલીક રસપ્રદ વાતો...

કેરિબિયન સમુદ્રમાં લેઝર એન્ટિલેસનો એક દ્વીપ દેશ ડોમિનિક, જે ફ્રેંચ દ્વીપ ગ્વાડેલૂપ અને મેરી ગલાંતેની વચ્ચે આવેલો છે. આ ટાપુ લગભગ 47 કિલોમીટર લાંબો અને 26 કિલોમીટર પહોળો છે. ડોમિનિકાની રાજધાની રોઝ્યુ છે, જ્યાં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે. આ ટાપુ ન તો ફક્ત રમણીય દરિયાઈ કાંઠો ધરાવે છે, પરંતુ એ પહાડોથી પણ ઘેરાયેલો પ્રદેશ છે. વર્ષ 1978માં આઝાદી બાદથી આ દેશ કોમનવેલ્થનો સભ્ય છે. વર્લ્ડબેંકના ડેટા મુજબ, 2019માં ડોમિનિકાની વસતિ 71 હજાર 808 હતી. અહીં જનસંખ્યા વધવાનો દર 0.07 ટકા છે. ડોમિનિકાને સક્રિય જવાળામુખી માટે પણ ઓળખવામાં આવે છે. જોકે સારી વાત છે કે સદીઓથી આ જવાળામુખી ફાટ્યા નથી.

અર્થવ્યવસ્થાને ટકાવવા ટૂરિસ્ટ પર વધુ જોર
ડોમિનિકા ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે અહીં પર્યટન પર વધુ જોર આપવામાં આવે છે. 20મી સદીના અંત ભાગ સુધીમાં આ ટાપુ ઘણો જ લોકપ્રિય થઈ ગયો હતો. ડોમિનિકા પર એ ટૂરિસ્ટ વધુ સંખ્યામાં આવે છે, જેમને નેચરના તમામ રંગ, જેમ કે સમુદ્ર, પહાડ જોવાનું અને એડવેન્ચર માણવાનું પસંદ છે. બ્રિટાનિકાની વેબસાઈટ મુજબ ઓછી સુવિધાઓ હોવા છતાં અહીં દર વર્ષે 80 હજાર જેટલા ટૂરિસ્ટ આવે છે, જેઓ દિવસો ને દિવસો સુધી પડ્યા રહે છે. આ ઉપરાંત 3 લાખથી વધુ એવા લોકો પણ આવે છે, જેઓ એક દિવસ વિતાવીને ચાલ્યા જાય છે. આ ટૂરિસ્ટ મોટા ભાગે આજુબાજુના દ્વીપમાંથી આવતા હોય છે.

ડોમિનિકા ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે અહીં પર્યટન પર વધુ જોર આપવામાં આવે છે.
ડોમિનિકા ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે અહીં પર્યટન પર વધુ જોર આપવામાં આવે છે.
કુદરતી સોંદર્યનો ખજાનો છે ડોમિનિકા.
કુદરતી સોંદર્યનો ખજાનો છે ડોમિનિકા.

ડોમિનિકામાં વસે છે મોટી સંખ્યામાં ભારતીયો
પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલા આ દ્વીપની મોટા ભાગની વસતિ આફ્રિકી મૂળના લોકોની છે, પરંતુ અહીં યુરોપિયન, ભારતીયો અને કેરિબ લોકો પણ મોટી સંખ્યામાં વસે છે. ખાસ વાત એ છે કે આ એકમાત્ર એવો દ્વીપ છે, જ્યાં કેરિબ ભારતીયોની સંખ્યા મોટી સંખ્યામાં છે. અહીં વસતા ભારતીય તે છે જેઓ કેરિબિયન ટાપુમાં દશકાઓ પહેલાં વસી ગયા હતા. ડોમિનિકાની સત્તાવાર ભાષા તો અંગ્રેજી છે પરંતુ ફ્રેંચ દ્વીપથી ઘેરાયેલો હોવાને કારણે આ દેશમાં ફ્રેન્ચ ભાષા પણ બોલવામાં આવે છે. આ ઉપરાંત વધુ પ્રમાણમાં ટૂરિસ્ટ આવતા હોવાથી અન્ય બોલીઓ પણ સાંભળવા મળે છે. અહીંની આબાદીમાં સૌથી વધુ લોકો રોમન કેથેલિક છે.

જવાળામુખીઓનું ઘર છે ડોમિનિકા
બ્રિટાનિકા મુજબ ડોમિનિકામાં અનેક સક્રિય જવાળામુખી છે, પરંતુ જે જવાળામુખી ફાટ્યા હોય એ ઘણા જ દુલર્ભ છે. ડોમિનિકાનું હવામાન ઘણું જ અનુુકૂળ રહે છે. ડિસેમ્બરથી માર્ચ વચ્ચે અહીં ઠંડી જોવા મળે છે, જ્યારે ગરમીમાં સરેરાશ તાપમાન 32 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. તો જૂનથી ઓક્ટોબર વચ્ચે વરસાદી વાતાવરણ જોવા મળે છે. આ દરમિયાન અનેક વાવાઝોડાં આવવાની સંભાવનાઓ પણ વધી જાય છે.

સક્રિય જવાળામુખીવાળા ડોમિનિકામાં ગરમ પાણીના અનેક કુંડ પણ આવેલા છે.
સક્રિય જવાળામુખીવાળા ડોમિનિકામાં ગરમ પાણીના અનેક કુંડ પણ આવેલા છે.

ગરીબ દેશોમાંથી એક
બ્રિટાનિકાના રિપોર્ટ મુજબ, ડોમિનિકા કેરિબિયન દેશના સૌથી ગરીબ દેશમાંથી એક છે. અહીંની અર્થવ્યવસ્થા ખેતી પર નિર્ભર છે, જે અનેક વખતે વાવાઝોડાંના ભોગથી ધોવાય જાય છે. જોકે વધતા પર્યટનને કારણે ડોમિનિકાની ઈકોનોમીમાં થોડો સુધારો થયો છે. ડોમિનિકાની મુદ્રા કેરિબિયન ડોલર છે.

કુદરતી સૌંદર્યથી ભરપૂર ડોમિનિકા
ડોમિનિકાનું સૌંદર્ય અહીં આવતા લોકોને આકર્ષે છે. ડોમિનિકાને નેચર આઈલેન્ડ પણ કહેવામાં આવે છે. અહીં આવેલું વોટેવ વેવન નામનું એક નાનકડું ગામ છે, જ્યાં અનેક જગ્યાએ ગરમ પાણીના કુંડ છે, જે રાત્રે પણ ખુલ્લા રહે છે, જેથી ટૂરિસ્ટ ગમે ત્યારે એનો આનંદ માણી શકે. ડોમિનિકા ગાઢ જંગલો માટે પણ જાણીતું છે. દ્વીપનો એક તૃતીયાંશ ભાગ જંગલોથી ઘેરાયેલો છે. અહીં ઝાડ-પાન તેમજ જીવજંતુઓ અને ખાસ કરીને પક્ષીઓની અનેક જાત જોવા મળે છે. અહીં ઘણાં પક્ષીઓ એવાં છે જે દુનિયામાં ક્યાંય જોવા નથી મળતાં.

ડોમિનિકાનું સૌંદર્ય અહીં આવતા લોકોને આકર્ષે છે. રમણીય દરિયો તેમજ ચારેબાજુથી પહાડોથી ઘેરાયેલું છે ડોમિનિકા.
ડોમિનિકાનું સૌંદર્ય અહીં આવતા લોકોને આકર્ષે છે. રમણીય દરિયો તેમજ ચારેબાજુથી પહાડોથી ઘેરાયેલું છે ડોમિનિકા.

2018થી એન્ટિગુઆ-બારબુડામાં રહેતો હતો ચોકસી
પંજાબ નેશનલ બેંકમાંથી ફુલેકું ફેરવ્યા બાદ મેહુલ ચોકસી દેશ છોડીને કેરિબિયન દ્વીપ એન્ટિગુઆ પહોંચ્યો હતો. વર્ષ 2017માં નાગરિકતા લીધા બાદથી તે 2018થી એન્ટિગુઆ અને બારબુડામાં રહેતો હતો. જોકે કથિત ગર્લફ્રેન્ડની સાથે મોજમસ્તી કરવા એન્ટિગુઆ-બારબુડાથી 188 કિલોમીટર દૂર ડોમિનિકા પહોંચ્યો હતો, જ્યાં ઈન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવેલી યલો નોટિસને કારણે તે પકડાઈ ગયો હતો.

એન્ટિગુઆના PMએ કહ્યું, ચોકસીને સીધો ભારત મોકલવામાં આવે
એન્ટિગુઆના PM ગેસ્ટન બ્રાઉનીએ ડોમિનિકન સરકારને કહ્યું હતું કે ચોક્સીને એન્ટિગુઆને બદલે ભારત મોકલવો જોઈએ. ગેસ્ટનનું કહેવું છે કે ચોક્સીને એન્ટિગુઆ મોકલવામાં આવશે તો તેને દેશના નાગરિક તરીકે કાયદાકીય સંરક્ષણનો લાભ મેળશે. એન્ટિગુઆના વડાપ્રધાન બ્રાઉનીએ સંકેત આપ્યા હતા કે મેહુલ ચોક્સી એન્ટિગુઆ અને બારબુડામાં જે કાયદાકીય સંરક્ષણ ધરાવતો હતો તેવું સરક્ષણ તેને ડોમિનિકામાં નહીં મળે, આથી ડોમિનિકાની સરકારે ચોક્સીને ત્યાંથી સીધા જ ભારત પ્રત્યાર્પણ કરવા પર વિચાર કરવો જોઈએ.

ડોમિનિકામાં ચોકસીની લીગલ ટીમ. જમણી બાજુથી જુલિયન પ્રિવોસ્ટ, વેન માર્શ, વેન નોર્ડે અને કારા શિલિંગફોર્ડ માર્શ.
ડોમિનિકામાં ચોકસીની લીગલ ટીમ. જમણી બાજુથી જુલિયન પ્રિવોસ્ટ, વેન માર્શ, વેન નોર્ડે અને કારા શિલિંગફોર્ડ માર્શ.

ખોટા એલઓયુ મારફત PNB સાથે કૌભાંડ
હીરાના વેપારી મેહુલ ચોક્સી અને તેના ભાણેજ નીરવ મોદીએ PNB બેંક સાથે 13,000 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. નીરવ મોદી અને મેહુલ ચોક્સીની ત્રણ કંપની ડાયમંડ્સ આરએસ, સોલર એક્સોપર્ટ્સ અને સ્ટેલર ડાયમંડ્સે PNB બેંકની મુંબઈ ખાતેની ફોર્ટમાં આવેલી બ્રાડી હાઉસ બ્રાન્ચના બે કર્મચારી સાથે મળીને ખોટા એલઓયુ મારફત ભારતીય બેન્કોની વિદેશી બ્રાન્ચમાંથી નાણાં ઉપાડયા હતા. આ કૌભાંડ પ્રકાશમાં આવતાં PNBએ 29મી જાન્યુઆરી 2018ના રોજ નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે CBIમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આ પહેલાં નીરવ મોદી અને મેહુલ ચોક્સી દેશ છોડી ભાગી છૂટયા હતા. નીરવ મોદી હાલ લંડનની જેલમાં છે, જ્યારે મેહુલ ચોક્સી 2018થી એન્ટિગુઆ રહેતો હતો.

ડોમિનિકામાં પકડાયા બાદ ભાગેડુ મેહુલ ચોક્સીની પ્રથમ તસવીર.
ડોમિનિકામાં પકડાયા બાદ ભાગેડુ મેહુલ ચોક્સીની પ્રથમ તસવીર.
અન્ય સમાચારો પણ છે...