તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા વેરિઅન્ટ વિશે WHOનો મત:ભારતમાં ફેલાયેલો કોરોનાનો એક વેરિઅન્ટ શા માટે આટલો ખતરનાક? જાણો કઈ રીતે ઘાતક છે B.1.617

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • આ વેરિઅન્ટના મ્યૂટેશન એવા છે, જે ટ્રાન્સમિશનને વધારે છે
  • વેક્સિન કે નેચરલ ઇન્ફેક્શનથી ઉત્પન્ન થતાં એન્ટિબોડી બનવાથી રોકે છે

ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલો કોવિડ-19નો એક વેરિઅન્ટ ખૂબ જ સંક્રામક છે. આ વેરિઅન્ટ શરીરમાં વેક્સિનને હાથ તાળી દઈને દેશમાં મહામારીના વિસ્ફોટનું કારણ બની શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્ય સ્વામિનાથને એક ઈન્ટરવ્યુમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ભારતમાં આજે આપણે મહામારીનાં જે પાસાંને જોઈ રહ્યા છે, તે સંકેત આપી રહ્યા છે કે આ ખૂબ જ ઝડપથી ફેલાતો વેરિઅન્ટ છે.

શનિવારે દેશમાં પ્રથમ વખત કોરોનાથી 24 કલાકમાં 4000નાં મૃત્યુ
ઉલ્લેખનીય છે કે શનિવારે ભારતમાં પ્રથમ વખત કોવિડ-19થી 24 કલાકમાં 4000થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને 4 લાખથી વધુ કેસની પુષ્ટિ થઈ છે. દેશની રાજધાની દિલ્હીને તેની સાથે સખત સંઘર્ષ કરવો પડ્યો અને તેની હેલ્થકેર સિસ્ટમ વેરવિખેર થઈ ગઈ. કેટલાક એક્સપર્ટ કહી રહ્યા છે કે અધિકારિક મૃત્યુ અને કેસ ઓછાં બતાવાઈ રહ્યાં છે. એની સંખ્યા વધુ પણ હોઈ શકે છે.

ભારતમાં વિનાશનું કારણ કોવિડ-19નું B.1.617 વેરિઅન્ટ
ક્લિનિકલ સાયન્ટિસ્ટ સ્વામિનાથન કહે છે કે ગત ઓક્ટોબરમાં પ્રથમ વખત ભારતમાં ડિટેક્ટ થયેલો કોવિડ-19નું B.1.617 વેરિઅન્ટ સ્પષ્ટ રીતે ભારતમાં વિનાશનું મુખ્ય કારણ હતો. તેમણે આ અંગે ભાર આપતાં કહ્યું હતું કે ભારતમાં ફેલાઈ રહેલો વેરિઅન્ટ સૌથી ઝડપી ફેલાતો વેરિઅન્ટ હોઈ શકે છે.

WHOએ વેરિઅન્ટ ઓફ ઈન્ટરસ્ટ તરીકે લિસ્ટિંગ કર્યું
WHOએ તાજેતરમાં જ વેરિઅન્ટ ઓફ ઈન્ટરસ્ટના રૂપમાં લિસ્ટેડ કર્યો છે, જે વાયરસની ઘણી ઉપ-પ્રજાતિઓ, વિવિધ પ્રકારના મ્યૂટેશન અને એની વિશેષતાઓને ગણાવે છે. સ્વામિનાથને કહ્યું હતું કે આ સંકેત છે કે વેરિઅન્ટ પોતાના મૂળરૂપથી ઘણો જીવલેણ અને સંક્રામક છે, એટલે સુધી કે આ વેરિઅન્ટ શરીરમાં વેક્સિન પ્રોટેક્શનને પણ હાથ તાળી દઈ શકે છે.

US અને બ્રિટનની નેશનલ હેલ્થ ઓથોરિટીઝે વેરિઅન્ટને લઈને ચિંતા જાહેર કરી
અમેરિકા અને બ્રિટન સહિત ઘણી નેશનલ હેલ્થ ઓથોરિટીઝે B.1.617 વેરિઅન્ટને લઈને ચિતા જાહેર કરી છે. સ્વામિનાથનને આશા છે કે WHO ઝડપથી એની પર કામ કરશે. તેમણે કહ્યું હતું કે B.1.617 વેરિઅન્ટ ચિંતાજનક બની શકે છે, કારણ કે તેમાં કેટલાક મ્યૂટેશન એવા છે, જે ટ્રાન્સમિશનને વધારે છે અને વેક્સિન કે નેચરલ ઈન્ફેક્શનથી ઉત્પન્ન થતા એન્ટિબોડી બનવાથી રોકી શકે છે.

ચૂંટણી રેલીઓ પણ ભારતમાં સંક્રમણ વધવા માટે કારણભૂૂત
જોકે સ્વામીનાથને એ વાત પણ કહી કે ભારતમાં ઝડપથી વધતાં કેસ અને મૃત્યુ માટે એકલા આ વેરિઅન્ટને દોષી ન ઠેરવી શકાય. તેમણે કહ્યું હતું કે મોટે પાયે લોકોના એકત્રિત થવાને કારણે પણ સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય રાજકારણીઓ દ્વારા આયોજિત ચૂંટણી રેલીઓને પણ સંક્રમણની ગતિ માટે જવાબદાર ઠેરવવામાં આવી છે.

માત્ર વેક્સિનના આધારે આ જોખમને અટકાવી ન શકાય
સ્વામિનાથને કહ્યું હતું કે જ્યારે ભારતમાં લોકોને લાગ્યું કે અહીં હવે કોરોનાવાયરસનું સંકટ હવે પૂરું થઈ ચૂક્યું છે તો તેમણે માસ્ક અને અન્ય બચાવની રીતોનો ત્યાગ કર્યો. જોકે એ સમયે પણ વાયરસનું સંક્રમણ ફેલાતું રહ્યું. કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે સમગ્ર દેશમાં હાલ વેક્સિનેશન પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. જોકે એ અંગે સ્વામિનાથને ચેતવણી આપતાં કહ્યું હતું કે આ ખતરાને માત્ર વેક્સિનના આધારે રોકી શકાય નહિ. ભારત વિશ્વનો સૌથી મોટો વેક્સિન નિર્માતા દેશ છે અને 130 કરોડથી વધુ વસતિવાળા દેશની કુલ 2 ટકા જન સંખ્યાને સંપૂર્ણ રીતે વેક્સિનેટ કરવામાં આવી છે.

ઈન્ફેક્શન નંબર વધવાના જોખમ કરતાં વેરિઅન્ટનો ફેલાવાની વધુ શક્યતા
એટલે કે દેશની 70-80 ટકા વસતિને વેક્સિનેટ કરવામાં અહીં મહિનાઓ નહિ, પણ વર્ષ નીકળી જશે. તેમણે કહ્યું હતું કે સંક્રમણની ગતિને ઓછી કરવા માટે ભવિષ્યમાં આપણે પબ્લિક હેલ્થ અને સાર્વજનિક ઉપાયો પર નિર્ભર રહેવાની આવશ્યકતા છે. સ્વામિનાથને કહ્યું હતું કે ભારતમાં સતત વધી રહેલા કેસ અને મૃત્યુની સ્થિત માત્ર ભયજનક છે એવું નથી, અહીં ઈન્ફેક્શન નંબર વધવાના ખતરાથી પણ ખતરનાક વેરિઅન્ટનો ફેલાવો થવાની શકયતા વધે છે. વાયરસ જેટલો ઝડપથી પોતાની સંખ્યા વધારશે અને સંક્રમણ ફેલાશે, મ્યૂટેશનથી ખતરાની શક્યતા પણ એટલી જ વધુ વધશે.

અન્ય સમાચારો પણ છે...