ભાસ્કર ઓપિનિયન:ગુસ્સાની આ આગ ક્યારેય પણ પોતાનું વાહન કેમ સળગાવતી નથી?

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કહેવાય છે કે સમય અને હવામાન અનેક વણઉકેલાયેલા મુદ્દાને ઉકેલી દે છે. જેમ કે કુવરબાઈના મામેરામાં જે જે લોકોએ કપડા લત્તા માટે મેણાં-ટોણાં માર્યા હતા, શ્રીકૃષ્ણએ મામેરું ભરીને તે બધાના મોઢાં સીવી લીધા હતા. એમ જ રીતે ભીષણ ગરમી બાદ સોમવારે ગામડાઓ અને શહેરોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.

મહીના વીતી ગયા. તડકો ખાવા સીવાય અમારી પાસે કોઈ રસ્તો નથી. સોમવારે સવારથી બપોર સુધીમાં જાણે કયા કાલિદાસે કાળા વાદળો માકલી દીધા. ઠંડા પવનની જેમ. વૃક્ષો-છોડ ભીંજાઈ ગયા, કાગળની હોડીઓ ડૂબી ગઈ.

અગ્નિપથ યોજનાની સામે સોમવારે ભારત બંધ આપવામાં આવ્યું હતુ જે કારણે અગ્નિવીરોના પ્રદર્શનથી રસ્તા શાંત પડ્યા હતા. બંધને કારણે 550 ટ્રેન ઠપ્પ થઈ ગઈ હતી, (આ એ જ ટ્રેન છે, જેમાં બેસીને યુવાઓ થાડો દિવસમાં ભરતી માટે જવાના છે) દિલ્હી જેવું ધમધમતું શહેર પણ જામ થઈ ગયું, પરંતુ એક બાજું કડક બંદોબસ્ત અને બીજી બાજું વરસાદથી તોડફોડ, આગચંપીથી દેશ મુક્ત રહ્યો હતો.

તસવીર બિહારનાં જહાનાબાદની છે, જ્યાં 19 જૂને અગ્નિપથ યોજનાના વિરોધમાં પ્રદર્શન દરમિયાન એક ટ્રકને સળગાવી દીધી હતી. યોજની સામે અહીં જ સૌ પ્રથમ પ્રદર્શન શરું થયું હતુ.
તસવીર બિહારનાં જહાનાબાદની છે, જ્યાં 19 જૂને અગ્નિપથ યોજનાના વિરોધમાં પ્રદર્શન દરમિયાન એક ટ્રકને સળગાવી દીધી હતી. યોજની સામે અહીં જ સૌ પ્રથમ પ્રદર્શન શરું થયું હતુ.

આ દેશમાં સતત શાંતિપુર્ણ પ્રદર્શન કેમ નથી થતા? વાહનોમાં તોડફોડ, બસો ફુંકવી, ટ્રેનો સળગાવવી, પથ્થરમારો કરવો આ એક પ્રકારની ફેશન બની ગઈ છે. જો આ પ્રદર્શનકારીઓ એટલા જ ગુસ્સામાં છે તો છેવટે તેઓ વિરોધ માટે સૌથી પહેલા પોતાનું વાહન કેમ સળગાવતા નથી? આ ગુસ્સો પણ મારુ- તારું ક્યાંથી જોવા લાગ્યો. તેને તો આંખો પણ નથી હોતી. તો પછી માત્ર સરકારી સંપત્તિઓ કે બીજાની સંપત્તિને નુકશાન પહોંચાડવી તે કઈ સમજદારી છે?

છેવટે તે કરદાતાઓનો શું વાંક છે, જેઓ દેશની સંપત્તિનાં નિર્માણમાં દર મહિને પોતાના 100 રૂપિયામાંથી 34 રૂપિયા સરકારને આપે છે? છેવટે તેમની મહેનતની કમાણી પર આ રીતે પાણી ફેરવવાનું, ફંકી મારવાની મંજુરી આ પ્રદર્શનકારીઓને કોણે આપી?

અગ્નિપથ યોજનાના વિરોધમાં સોમવારે કોંગ્રેસના નેતાઓએ સંસદ ભવન પહાર સત્યાગ્રહ કર્યો હતો. ડાબેથી કેસી. વેણુંગોપાલ, મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત.
અગ્નિપથ યોજનાના વિરોધમાં સોમવારે કોંગ્રેસના નેતાઓએ સંસદ ભવન પહાર સત્યાગ્રહ કર્યો હતો. ડાબેથી કેસી. વેણુંગોપાલ, મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત.

એકંદરે, સરકારો તેમની મનસ્વીતાને વળગી રહે છે. વિપક્ષ પોતાનામાં મગ્ન રહે છે અને હોબાળો મચાવનારાઓને કોઈની સાથે કોઈ લેવાદેવા નથી. આ બધા વચ્ચે સામાન્ય માણસ હેરાન છે. અગ્નિવીર માટે એક સારા સમાચાર કોર્પોરેટ સેક્ટરમાંથી આવ્યા છે. મહિન્દ્રા ગ્રુપે કહ્યું છે કે તેઓ નોકરીઓમાં ટ્રેન્ડ અગ્નિવીરોને પ્રાથમિકતા આપશે. આનંદ મહિન્દ્રાની આ જાહેરાત ઘણા વધુ ઉદ્યોગોને પ્રેરણા આપશે અને અગ્નિવીરોને જુસ્સો આપશે.

અન્ય સમાચારો પણ છે...