તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિમાચલ પ્રદેશ:‘મારા કૂતરાંને હાથ કેમ લગાડ્યો?...’ કહીને મહિલાએ પૂજારીને લાફો ઝીંકી દીધો, જુઓ વીડિયો

25 દિવસ પહેલા

હિમાચલ પ્રદેશમાં એક મહિલાએ પૂજારીને લાફો ઝીંકી દીધો હતો. અહીં શિમલામાં આવેલાં રામકૃષ્ણ મિશન મંદિર પરિસરમાં બનેલી આ ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ છે. મહિલા વકીલ અહીં દર્શન માટે આવી તેની પાછળ તેનું ડૉગી પણ આવ્યું હતું. મંદિરમાં હાજર અન્ય મહિલાએ ડૉગીને બહાર કાઢી મૂક્યો અને દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ પૂજારીએ દરવાજો ખોલવાનું કહેતાં તરત જ ડૉગી અંદર આવી ગયું હતું. પૂજારી ડૉગીને બહાર કાઢવા લાગ્યા આ દરમિયાન મહિલાએ ગુસ્સે થઈ અને લાફો ઝીંકી દીધો હતો. આ પછી સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, આ સમગ્ર ઘટનાનો વીડિયો હિમાચલ પ્રદેશ પોલીસે તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...