ધ્રૂસકે ધ્રૂસકે રડતાં ટ્રાફિકકર્મીનો VIDEO:ભાજપના ધારાસભ્યના સગાની કાર રોકતાં ખેંચીને પોલીસ સ્ટેશન લઈ ગયા, પંચાયતની જેમ ક્લાસ લેતાં PIની સામે હિબકે ચઢ્યો, UPના ઉન્નાવની ઘટના

એક મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં ટ્રાફિકકર્મીનો ધ્રૂસકે ધ્રૂસકે રડવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ ટ્રાફિકકર્મીની માત્ર એટલી જ ભૂલ હતી કે તેણે ફરજ દરમિયાન એક કાર રોકી હતી. જે કાર રોકી એમાં ભાજપના ધારાસભ્યના સગા હોવાનું કહેવાય છે. કાર રોક્યા બાદ આ લોકોએ ટ્રાફિકકર્મીને દાદાગીરી કરી ધાક ધમકી આપી હતી. આટલું જ નહીં સત્તાના નશામા ચુર નેતાજી પણ ટ્રાફિકકર્મીને પોલીસ સ્ટેશન લઈ ગયા. જ્યાં ટ્રાફિક કર્મચારીએ પીઆઈની સામે ધ્રૂસકે ધ્રૂસકે રડતાં આખી વાત કરી હતી.