• Gujarati News
  • National
  • The Woman Who Killed 2 Daughters And A Son Also Committed Suicide, The Whole Incident Was Captured On CCTV

માતાએ બાળકોને ફાંસીએ લટકાવી દીધા:2 દીકરી અને એક દીકરાને મારી નાખી મહિલાએ પણ આત્મહત્યા કરી લીધી, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના ચિત્તોરગઢ માતા તેનાં ત્રણ બાળકને મારી નાખ્યા બાદ જાતે જ ફાંસીના ગાળિયે લટકી ગયાની આઘાતજનક ઘટના સામે આવી છે. મહિલાએ એક પછી એક ત્રણેય બાળકને મોતને ઘાટ ઉતારી દીધા હતા, ત્યાર બાદ જાતે જ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. બજારમાંથી પરત ફરેલા પતિએ જ્યારે પત્ની તથા બાળકોને ફાંસી પર લટકતા જોયા તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ ગોઝારી ઘટનાની માહિતી મળતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ ઘટના ચિત્તોરગઢના કપાસન પોલીસ સ્ટેશનમાં બુધવારે મોડી રાત્રે બની હતી. પોલીસ અધિકારી ફુલચંદ ટેલરે જણાવ્યું હતું કે કછિયા ખેડી ગામના માર્ગ પર આરએનટી કોલેજની પોલ્ટ્રી ફાર્મની આ ઘટના છે. મૃતદેહોને કબજામાં લઈ ફાર્મ પર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી, જેમાં માતા ત્રણ બાળકને ફાંસી પર લટકાવતી દેખાય છે. આ ઘટનામાં મહિલાના પતિ ભૂરા લાલની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

પતિએ કહ્યું- બજારમાં ગઈ હતી
મહિલાના પતિએ પોલીસને કહ્યું હતું કે તે 7 વર્ષથી RNT પોલ્ટ્રી ફાર્મમાં રહી મરઘા પાલનનું કામ કરે છે. બુધવારે રાત્રે બજારમાં દૂધ લેવા ગયો હતો. પરત આવીને જોયું તો પત્ની રૂપા (28), મોટી દીકરી શિવાની (7), દીકરો રિતેશ (6) અને નાની દીકરી કિરણ (3) ફાંસી પર લટકતાં જોયાં હતાં. તેણે ફાંસીના દોરડાને ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ કાતરથી ફાંસીના દોરડાને કાપવામાં આવ્યા હતા. મૃતદેહોને નીચે ઉતારી ફાર્મના માલિક તથા પોલીસને જાણ કરવામાં આવી હતી.

CCTVમાં બાળકોને ફાંસીએ લટકાવતી માતા દેખાઈ

પોલ્ટ્રી પાર્મમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસે ફૂટેજ જોયા તો સુસાઈડની ઘટના હોવાની જાણવા મળી હતી. ફૂટેજમાં જોવા મળે છે કે મહિલાએ પોલ્ટ્રી ફાર્મની પર ટીન શેડ પર લાગેલી પાઈપ પર દોરડા પર સૌથી પહેલા મોટી દીકરીને ફાંસીએ લટકાવે છે, ત્યાર બાદ દીકરાને અને પછી નાની દીકરીને. ત્યાર બાદ મહિલા પોતે ફાંસી લગાવી લીધી હતી.

મહિલાએ પિતાને કહેલું કે-પતિ ખૂબ જ શરાબ પીવે છે
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે પરિવાર તરફથી કોઈ આરોપ કે ફરિયાદ કરવામાં આવી નથી. મૃતકના પિતા કાલુ નિનામાએ જણાવ્યું હતું કે કેટલાક દિવસ અગાઉ દીકરી ફોન પર કહેતી હતી કે તેનો પતિ છેલ્લા 15 દિવસથી ખૂબ જ શરાબ પીવા લાગ્યો છે. શરાબની લતને લીધે પોલ્ટ્રીમાં કામ પણ કરતો ન હતો. તેને એકલાએ જ સમગ્ર કામ કરવું પડતું હતું. જોકે પિતાએ કોઈપણ પ્રકારની મારઝૂડની શક્યતાને નકારી દીધી હતી.