• Gujarati News
  • National
  • Who Is Responsible For The Fierce Agitation In Delhi, Now Even The Peasant Leaders Have Shaken Hands

ટ્રેકટર રેલી:દિલ્હીમાં ઉગ્ર આંદોલન માટે જવાબદાર કોણ, હવે ખેડૂત નેતાઓએ પણ હાથ ખંખેર્યાં

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજધાની દિલ્હીમાં પોલીસે હોબાળો મચાવતા ખેડુતોને મનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ માન્યા નહીં અને એક સાથે રસ્તા પર બેસી ગયા હતા. - Divya Bhaskar
રાજધાની દિલ્હીમાં પોલીસે હોબાળો મચાવતા ખેડુતોને મનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ માન્યા નહીં અને એક સાથે રસ્તા પર બેસી ગયા હતા.

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરુધ્ધ આજે દિલ્હીની સરહદે પ્રદર્શન કરી રહેલા ખેડુતોએ આજે ટ્રેકટર રેલી નીકાળી હતી.પોલીસે તેમને કેટલાક માર્ગો પર પરેડ લેવાની મંજૂરી આપી હતી પરંતુ ખેડૂતો દ્વારા બેરીકેડ્સને ઘણા સ્થળોએથી દૂર કરવામાં આવ્યા હતા અને રાજધાનીની અંદર પ્રવેશ્યા હતા. આ દરમિયાન પોલીસ સાથે તેમનું ઘર્ષણ પણ થયું હતું. વિરોધ કરી રહેલા ખેડુતોનો હોબાળો અને ધસી આવેલા ખેડૂતો પર પોલીસના લાઠીચાર્જની ઘટનાને લઈને હવે ખેડૂતો નેતાઓએ પોતાના હાથ ખંખેર્યાં છે.

ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે તે હિંસા અંગેની કોઈ જાણકારી નહતી. તેઓએ કહ્યું, 'અમે તે લોકોને જાણીએ છીએ જેમણે અશાંતિ ફેલાવવાના પ્રયાસ કઋ રહ્યા હતા. તે લોકોની ઓળખ કરવામાં આવી છે. આ રાજકીય પાર્ટીના લોકો છે જે આંદોલનને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ આ ખેડૂતોના આંદોલનને ખરાબ કરવાના પ્રયાસ કરી રહી છે. અમે રિંગરોડ પર નહીં જઇએ. અમે શાંતિપૂર્ણ રીતે કૂચ કરી રહ્યા છીએ. નિયત માર્ગ પર જ ખેડૂત રેલી કાઢી રહ્યા છે.

ટિકૈતે ટ્વિટ કરીને કહ્યું, 'ખેડૂત શિસ્ત જાળવી રાખે. નક્કી કરેલા રુટ પર જ ખેડૂતો પરેડ કરે. કેટલાક લોકો માર્ગ ભૂલીને દિલ્હી તરફ ચાલ્યા ગયા છે, તે લોકો પરત પોતાના ઘરે પહોંચે. જ્યારે, યોગેન્દ્ર યાદવે પણ રેલીને લઈને પોતાના હાથ ઊંચા કરી દીધા છે. તેમણે કહ્યું કે તંત્રની નીચે ગણ દબાઈ ગયો. જો કે, આ રેલીના ઉગ્ર થવાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહયા છે. જેમ કે, છેલ્લા બે મહિનાથી શાંતીપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા ખેડૂતોને આખરે કોને ઉશ્કેર્યા? પ્રજાસત્તાક દિવસ પર સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. તે છતાં પ્રદર્શંકારીઓએ રાજધાનીમાં આટલું તોફાન કેવી રીતે મચાવ્યું?

ખેડુતોએ પોલીસ બેરીકેડ્સ તોડી નાખ્યા
ખેડુતોને ટ્રેક્ટર પરેડ કાઢવાનો સમય પ્રજાસત્તાક દિવાસની ઉજવણી બાદ આપવામાં આવ્યો હતો. જોકે, પરેડ દરમિયાન જ, દિલ્હીમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. પોલીસને ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટિયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. ખેડૂતોએ અનેક જગ્યાએ પોલીસે લગાવેલા બેરીકેડ્સ તોડ્યા હતા. તે જ સમયે કેટલાક ખેડૂતોએ પોલીસકર્મીઓ પર ટ્રેકટર ચઢાવવાના પ્રયાસ પણકાર્ય હતા. આ ઉપરાંત એક વૃદ્ધ ખેડૂત તલવાર લઈને પોલીસને લલકારતા જોવા મળ્યા હતા.

દિલ્હી પોલીસની ગાંધીગીરી
પ્રદર્શન કરનારાઓ નક્કી કરેલા માર્ગ ઉપરાંત ઘણા માર્ગોથી પરેડ પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એવામાં પોલીસ તેમને સમજાવવા પ્રયાસ કરી રહી હતી. અનેક જગ્યાએ પ્રદર્શને પોલીસ સાથે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને ખેડુતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આવું જ એક દ્રશ્ય દિલ્હીના નાંગલોઇમાં જોવા મળ્યું હતું. પહેલા અહીં પોલીસે ખેડુતોને મનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ માન્યા નહીં અને એક સાથે રસ્તા પર બેસી ગયા હતા.