• Gujarati News
  • National
  • Who Is Princess Diya Kumari Singh Who Has The Documents Of Taj Mahal, Is Related To The Royal Family Of Jaipur

તાજમહેલ પર રાજવી પરિવારનો દાવો:જાણો કોણ છે રાજકુમારી દિયા સિંહ જેની પાસે છે તાજમહેલના દસ્તાવેજ, જયપુરના રાજપરિવાર સાથે છે સંબંધ

13 દિવસ પહેલા
  • દિયા કુમારીનો પરિવાર પોતાને ભગવાન રામના વંશજ તરીકે પણ ઓળખાવે છે

તાજમહેલ વિશે ચાલતા વિવાદમાં હવે રાજકુમારી દિયાનું નામ ચર્ચામાં આવ્યું છે. અત્યાર સુધી જે તાજમહેલને 'તેજો મહાલય મહાદેવ મંદિર' માનવામાં આવતું હતું તેને રાજકુમારી દિયા સિંહે પોતાનો મહેલ ગણાવ્યો છે. રાજકુમારી દિયા સિંહ જયપુરના રાજપરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે દાવો કર્યો છે કે, તાજમહેલ તેમના પરિવારનો મહેલ હતો. તેમની પાસે આ સંપતિના દસ્તાવેજ પણ છે.

દિયા સિંહનો આ દાવો અત્યારે એટલે ચર્ચામાં આવ્યો છે કારણકે તાજમહેલ સાથે જોડાયેલો વિવાદ અત્યારે અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં ચાલી રહ્યો છે. આ વિશે આજે 12 મેના રોજ સુનાવણી પણ થવાની છે. નોંધનીય છે કે, ભાજપ નેતા ડોક્ટર રજનીશ સિંહે કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તાજમહેલમાં 22 એવા રુમ છે જે ઘણાં સમયથી બંધ છે. તેમણે માંગણી કરી છે કે, આ રૂમ ખોલાવીને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) પાસે સર્વે કરાવવો જોઈએ.

અરજી કરનાર રજનીશ સિંહનું કહેવું છે કે, તાજમહેલમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ અને શિલાલેખ હોઈ શકે છે. જે આ જગ્યા મંદિર હોવાનો પુરાવો બની શકે છે.

દિયાકુમારીએ દાવો કર્યો છેકે, તેઓ જરૂર પડશે તો તાજમહેલના દસ્તાવેજ પણ દેખાડી શકે તેમ છે
દિયાકુમારીએ દાવો કર્યો છેકે, તેઓ જરૂર પડશે તો તાજમહેલના દસ્તાવેજ પણ દેખાડી શકે તેમ છે

રાજકુમારી દિયા કુમારીએ કર્યો નવો દાવો
તાજ મહેલનો કેસ હજી હાઈકોર્ટમાં જ છે ત્યારે રાજકુમારી દિયા સિંહના એક નવા દાવાથી ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાજકુમારી દિયા સિંહે કહ્યું છે કે, તાજ મહેલ જયપુરના પૂર્વ રાજપરિવારનો એક મહેલ હતો જેના પર શહજહાંએ કબજો કરી લીધો હતો.
દિયા કુમારીએ વધુમાં કહ્યું છે કે, તે સમયે મુઘલ સરકાર હતી તેથી રાજપરિવાર પણ કઈ વિરોધ ના કરી શકે. રાજકુમારીએ વધુમાં એવું પણ કહ્યું છે કે, તેમના ટ્રસ્ટમાં પોતીખાનું છે, ત્યાં આ સંબંધિત દસ્તાવેજો પણ મુકવામાં આવ્યા છે. જો જરૂર પડશે તો તેઓ આ દસ્તાવેજો દેખાડવા માટે પણ તૈયાર છે.

બંધ ઓરડાઓ ખોલવા જોઈએ
સાંસદ દિયા કુમારીએ કહ્યું- હું એમ નહીં કહું કે તાજમહેલ તોડી નાખવો જોઈએ, પરંતુ તેના ઓરડાઓ ખોલવા જોઈએ. તાજમહેલના કેટલાક રૂમ બંધ છે. કેટલાક ભાગોને ત્યાં લાંબા સમયથી સીલ કરવામાં આવ્યા છે. તેની તપાસ કરવી જોઈએ અને તેને ખોલવા જોઈએ, જેથી તે જાણી શકાય કે ત્યાં શું હતું અને શું નથી.
શું જયપુરના પૂર્વ શાહી પરિવાર વતી કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવશે કે કેમ તે પ્રશ્ન પર તેમણે કહ્યું કે અમે હવે તેની તપાસ કરી રહ્યા છીએ. અમે તપાસ કરીશું કે કયા પગલાં લેવા જોઈએ.

કોણ છે દિયા કુમારી?
દિયા કુમારી જયપુરના રાજપરિવારથી સંબંધ ધરાવે છે. માન સિંહ જે મુઘલ સમ્રાટ અકબરના નવરત્નોમાં સામેલ હતા તેઓ તે રાજપરિવારના છે. આ રાજ પરિવારને પહેલાં આમેર અને પછી જયપુર નામથી ઓળખવામાં આવ્યો. આ પરિવારમાં જન્મેલા પૂર્વ મહારાજ સવાઈ ભવાની સિંહ અને તેમની પત્નીનું નામ પદ્મિની દેવી છે.
જયપુર રાજપરિવાર પોતાને ભગવાન રામના વંશજ પણ ગણાવે છે. માનવામાં આવે છે કે, જયપુરના પૂર્વ મહારાજ ભવાની સિંહ ભગવાન રામના દિકરા કુશના 309માં વંશજ છે. આ વાત રાજપરિવારના ઘણાં લોકોએ સ્વીકારી છે.

દિયા કુમારી અને રાજમાતા પદ્મિમી દેવીની પરિવાર સાથેની તસવીર
દિયા કુમારી અને રાજમાતા પદ્મિમી દેવીની પરિવાર સાથેની તસવીર

મહારાજા સવાઈ ભવાની સિંહ 24 જૂન 1970થી 28 ડિસેમ્બર 1971 સુધી જયપુરના મહારાજ રહ્યા હતા. દિયા કુમારી ભવાની સિંહ અને પદ્મિની દેવીની એક માત્ર સંતાન છે. ભવાની સિંહને કોઈ દિકરો નથી, તેથી દિયા કુમારીના દિકરાને જ 2011માં તેમનો વારસદાર જાહેર કરવામાં આવ્યો હતો. દિયા કુમારીએ તેમનો શરૂઆતનો અભ્યાસ દિલ્હી અને જયપુરથી કર્યો છે. ત્યારપછી આગળનો અભ્યાસ કરવા તે લંડન જતી રહી હતી.

ચર્ચામાં હતા લવ મેરેજ, 21 વર્ષ પછી થયા ડિવોર્સ
દિયા કુમારીએ 1997માં નરેન્દ્ર સિંહથી ચુપચાપ કોર્ટમાં લગ્ન કર્યા હતા. નરેન્દ્ર સિંહનો રાજપરિવાર સાથે કોઈ સંબંધ નહતો તેથી રાજકુમારીનું આમ એક સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા તે ચર્ચાનો વિષય બન્યો હતો. બંનેની મુલાકાત મહારાજ સવાઈ માન સિંહ-2 મ્યુઝિયમમાં થઈ હતી. ત્યારે નરેન્દ્ર ગ્રેજ્યુએશન પછી સંગ્રહાલય ટ્રસ્ટમાં ટ્રેનિંગ માટે આવ્યા હતા. બંનેના સંબંધ ચાલતા હતા પરંતુ 21 વર્ષ પછી 2018માં બંનેએ સહમતીથી ડિવોર્સ લીધા હતા.

દિયા કુમારી પતિ નરેન્દ્ર સાથે
દિયા કુમારી પતિ નરેન્દ્ર સાથે

દિયા અને નરેન્દ્રના ત્રણ બાળકો છે. તેમાં દિકરો પદ્મનાભ અને નાનો દિકરો લક્ષ્યરાજ સિંહ સામેલ છે. તેમને એક દિકરી પણ છે. તેનું નામ ગૌરવી છે. દિયાના પિતા ભવાની સિંહનું નિધન 2011માં થયું હતું. ત્યારપછી વારસદાર તરીકે પદ્મનાભ સિંહને રાજતિલક કરવામાં આવ્યું હતું.

રાજપરિવારથી રાજનીતિ સુધીની સફર
દિયા કુમારી તેમની દાદી રાજમાતા ગાયત્રી દેવીના પગલે જ રાજનીતિમાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીના નેતા દિયા કુમારી પહેલા સવાઈ માધોપુરથી ધારાસભ્ય બન્યા હતા. હાલ તેઓ રાજસમંદથી લોકસભાના સાંસદ છે. 2019ની ચૂંટણીમાં તેમને 5 લાખ જેટલા વોટ મળ્યા હતા.

પરિવારની 20 હજાર કરોડની સંપતિ
દિયા કુમારીના દિકરા પદ્મનાભ સિંહને રાજતિલક કરીને મહારાજા સવાઈ પદ્મનાભ સિંહનું બીરુદ આપવામાં આવ્યું છે. જયપુરની હિસ્ટ્રીમાં તેઓ સૌથી નાની ઉંમરના રાજા છે. એક રિપોર્ટ પ્રમાણે જયપુર રોયલ ફેમિલી સંપતિ અંદાજે 2.8 બિલિયન ડોલર એટલે કે (20 હજાર કરોડની) સંપતિ છે. દિયા કુમારીની દિકરી ગૌરવી અત્યારે ન્યૂયોર્કમાં અભ્યાસ કરે છે. ગયા વર્ષે જ તેણે ડેબ્યૂટાંટ બોલમાં ભાગ લીધો હતો. દિયા કુમારીએ આ ઈવેન્ટની તસવીરો પણ શેર કરી હતી. ગૌરવી કુમારીએ આ ઈવેન્ટમાં પીન્ક ગાઉન પહેર્યું હતું.
દિયા કુમારીના નાના દિકરા લક્ષ્યરાજ સિંહને સિરમૌરના મહારાજાની ગાદી સોંપવામાં આવી છે. 9 વર્ષની ઉંમરે જ તેમને આ ગાદી આપી દેવામાં આવી હતી. હિમાચલ પ્રદેશના સિરમૌરમાં તેમનો રાજ્યભિષેક પણ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, સિરમૌર દિયા કુમારીની માતા રાજમાતા પદ્મીની દેવીનું પિયર છે અને ક્યાં લક્ષ્યરાજ સિંહને ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...