• Gujarati News
  • National
  • Who Is Mehul Choksi? Leaving Midway Through The Study Became The International Diamond King, Then Did A Multi million Dollar Scam

ભાગેડુ સકંજામાં:મેહુલ ચોકસી કોણ છે? અભ્યાસ અધવચ્ચે છોડીને બન્યો ઈન્ટરનેશનલ ડાયમંડ કિંગ, પછી કર્યું કરોડોનું કૌભાંડ

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • EDએ અત્યાર સુધીમાં નીરવ મોદી અને ચોકસીના ઘણા શોરૂમ, વર્કશોપ અને ઘરે રેડ કરીને લગભગ 5100 કરોડ રૂપિયા સુધીના ઘરેણા, હીરા અને સોનુ એકત્રિત કર્યા છે

દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા બેન્ક ગોટાળાઓમાંથી એક PNB એટલે કે પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં આરોપી હીરા કારોબારી મેહુલ ચોકસીની એન્ટીગુઆના પાડોશી દેશ ડોમિનિકામાંથી ધરપકડ કરવામાં આવી છે. એન્ટીગુઆ એન્ડ બારબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને તેને સીધો જ ભારતને સોંપવાની વાત કહી છે. ચોકસી પર પીએનબીમાં 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. પીએનબી કૌભાંડમાં જે બે મોટા નામ પ્રકાશમાં આવ્યા છે, તેમાં મેહુલ ચોકસી અને તેના ભાણિયા નીરવ મોદીનો સમાવેશ થાય છે.

મામા અને ભાણિયાએ મળીને દેશને કરોડોનું નુકસાન કરાવ્યું
ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના આરોપોના જણાવ્યા મુજબ, બંને મામા અને ભાણિયાએ મળીને દેશને કરોડોનું નુકસાન કરાવ્યું છે. EDએ અત્યાર સુધીમાં નીરવ મોદી અને ચોકસીના ઘણા શોરૂમ, વર્કશોપ અને ઘરે રેડ કરીને લગભગ 5100 કરોડ રૂપિયા સુધીના ઘરેણા, હીરા અને સોનુ એકત્રિત કર્યા છે. મેહુલ હીરા કારોબાર કરનાર કંપની ગીતાંજલિ જેમ્સના મેનેજિંગ ડાયરેક્ટર છે. આ કંપીનીને મેહુલે જ બનાવી છે.

કોણ છે મેહુલ ચોકસી
મેહુલ એક ઈન્ટરનેશનલ હીરા કારોબાર છે, જેને વર્ષ 2011માં એશિયા પેસેફિક એન્ટરપ્રેન્યોરશીપમાં એવોર્ડ મળ્યો છે. ઈટાલી, ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ જેવા દેશોને હીરાની વિવિધ પ્રોડક્ટ્સની નિકાસ કરનાર મેહુલની આ કંપનીની ઘણી બ્રાન્ડ્સ છે. ગિલી, નક્ષત્ર, અસ્મિ, માયા, દિયા, સંગિની તમામ બ્રાન્ડ્સ આ મેહુલ ચોકસીની છે. ઐશ્વર્યા રાય અને કેટરીના કેફ જેવી બોલિવુડની હસ્તીઓને તમે આ બ્રાન્ડ્સની જાહેરાતમાં જોઈ હશે.

EDએ અત્યાર સુધીમાં નીરવ મોદી અને ચોકસીના ઘણા શોરૂમ, વર્કશોપ અને ઘરે રેડ કરીને લગભગ 5100 કરોડ રૂપિયા સુધીના ઘરેણા, હીરા અને સોનુ એકત્રિત કર્યા છે
EDએ અત્યાર સુધીમાં નીરવ મોદી અને ચોકસીના ઘણા શોરૂમ, વર્કશોપ અને ઘરે રેડ કરીને લગભગ 5100 કરોડ રૂપિયા સુધીના ઘરેણા, હીરા અને સોનુ એકત્રિત કર્યા છે

5 મે 1960ના રોજ ગુજરાતના વેપારી ચિનુભાઈ ચોકસીના ત્યાં જન્મેલા મેહુલ ગુજરાતની પાલનપુરની જી ડી મોદી કોલેજમાંથી અભ્યાસ કર્યો પછી મુંબઈ જતા રહ્યાં હતા. અહીં મુંબઈ યુનિવર્સિટીમાં વચ્ચેથી અભ્યાસ છોડ્યો અને પિતાને બિઝનેસમાં મદદ કરવા લાગ્યા. 26 વર્ષ પછી મેહુલે ગીતાંજલિ જેમ્સ નામની કંપની બનાવી. તે ઘણા ઓછા સમયમાં હીરા-જ્વેલરી એક્સપોર્ટ કરનારી દેશની મોટી કંપનીઓમાં સામેલ થઈ ગઈ.

ફેબ્રુઆરી 2018માં પંજાબ નેશનલ બેન્કે મેહુલ ચોકસી અને તેના ભાણીયા નીરવ મોદીની વિરુદ્ધ કેસ નોંધાવ્યો. બેન્કે આરોપ લગાવ્યો કે બંનેએ બેન્ક ગેરન્ટી અથવા તો લેટર ઓફ અન્ડરટેકિંગનો ખોટો ઉપયોગ કર્યો છે. પીએનબી તરફથી કરવામાં આવેલી 2 એફઆઈઆર સિવાય ઈડીએ પણ તેની વિરુદ્ધ કેસ કર્યો છે. ઈડીની ટીમે દિલ્હી, બેંગલુરુ, અમદાવાદ, કોલકાતા, પટના, લખનઉ, મુંબઈ જેવા શહેરોમાં રેડ કરી હતી, જોકે મેહુલ વિદેશ ફરાર થઈ ગયો હતો. હવે તેને એન્ટીગુઆ સરકાર ધરપકડ કરીને ભારતને સોંપી રહી છે.

જાન્યુઆરી 2018થી ફરાર છે મેહુલ ચોકસી
જાન્યુઆરી 2018માં પંજાબ નેશનલ બેન્કનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ મામલામાં 30 જાન્યુઆરી 2018એ સીબીઆઈએ એફઆઈઆર નોંધી હતી. તેમાં આરોપી હતા મેહુલ ચોકસી અને તેનો ભાણીયો નીરવ મોદી. બંનેએ મળીને પંજાબ નેશનલ બેન્કની મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ બ્રાન્ચનું 13500 કરોડ રૂપિયાનું ફલેકુ ફેરવી નાંખ્યું હતું.

આ મામલામાં 30 જાન્યુઆરી 2018એ સીબીઆઈએ એફઆઈઆર નોંધી હતી
આ મામલામાં 30 જાન્યુઆરી 2018એ સીબીઆઈએ એફઆઈઆર નોંધી હતી

બેન્કિંગ સિસ્ટમને હલાવી નાંખી
આ કૌભાંડે બેન્કિંગ સિસ્ટમને હલાવી નાંખી. કારણ કે બેન્ક સાથે થયેલું આ સૌથી મોટુ કૌભાંડ હતું. આ કૌભાંડના કારણે PNBની આર્થિક સ્થિતિ બગડી ગઈ. આ કૌભાંડ બહાર આવ્યાના સતત બે વર્ષ સુધી બેન્કને મોટું નુકસાન વેઠવું પડ્યું. બેન્કને નાણાંકીય વર્ષ 2018-19માં 10026.41 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

વર્ષ 2018થી બંને આરોપી ફરાર છે
મેહુલ ચોકસીએ તેના ભાણિયા નીરવ મોદીની સાથે મળીને નકલી દસ્તાવેજોના આધારે પંજાબ નેશનલ બેન્કમાં 13500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. ભારતમાં કાયદાકીય પગલા લેવાય તે પહેલા જ બંને દેશ છોડીને ફરાર થઈ ગયા. એટલે કે વર્ષ 2018થી બંને ફરાર છે. ત્યારથી બંને આરોપીઓના પ્રત્યાર્પણની કોશીશ કરાઈ રહી છે.

બંને મામા અને ભણિયાએ મળીને દેશને કરોડોનું નુકસાન કરાવ્યું છે.
બંને મામા અને ભણિયાએ મળીને દેશને કરોડોનું નુકસાન કરાવ્યું છે.

નીરવ મોદીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો
મેહુલ ચોકસી મે 2018થી એન્ટીગુઆમાં રહી રહ્યો હતો અને તેની પાસે ત્યાંની નાગરિકતા પણ છે. 23 મેના રોજ મેહુલ ચોકસી એન્ટીગુઆ સ્થિત પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો. એવું જાણવા મળ્યું હતું કે ત્યાંથી ક્યુબા ભાગવાની ફિરાકમાં છે, જોકે તેની ધપકડ ડોમિનિકામાંથી કરવામાં આવી છે. જ્યારે નીરવ મોદી બ્રિટનમાં છે અને ત્યાંના ગૃહમંત્રાલયે તેના પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી છે. જોકે તેની વિરુદ્ધ નીરવ મોદીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

કેસની તપાસ ED અને CBI કરી રહી છે
આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ અને સીબીઆઈ કરી રહી છે. પીએનબી બેન્કનો દાવો હતો કે આ બંનેએ બેન્કના અધિકારીઓની સાથે ષડયંત્ર રચીને બેન્કને નુકસાન પહોંચાડ્યું છે. જ્યારે બેન્કે બોમ્બે સ્ટોક એક્સચેન્જને આ અંગે માહિતી આપી તો બેન્કના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ ભારતનું સૌથી મોટું બેન્ક કૌભાંડ હતું. જાન્યુઆરી 2018 તે પ્રકાશમાં આવ્યું હતું. જોકે તેના બંને આરોપીએ જાન્યુઆરીમાં જ દેશ છોડવામાં સફળ રહ્યાં. બેન્કે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે બંનેએ ગેરન્ટી કે લેટર ઓફ અન્ડરટેકિંગનો ખોટો ઉપયોગ કર્યો છે.