• Gujarati News
  • National
  • Ashish Mitra, Who Was Charged With Murder, Runs A Family Business In Lakhimpur And Is Also Preparing To Contest Elections.

કોણ છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીનો પુત્ર આશિષ:જે આશિષ મિશ્ર પર હત્યાનો કેસ નોંધાયો તે લખીમપુરમાં પરિવારનો બિઝનેસ સંભાળે છે, ચૂંટણી લડવાની તૈયારી પણ કરી રહ્યો છે

લખીમપુર15 દિવસ પહેલાલેખક: રવિ શ્રીવાસ્તવ
  • કૉપી લિંક

લખીમપુર ખીરીમાં ખેડૂતોના આંદોલન દરમિયાન ભડકેલી હિંસામાં 9 લોકોનાં મૃત્યુ પછી રાજકારણ ગરમાયું છે. મૃતકોમાં ચાર ખેડૂત છે. તેમણે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર આશિષ મિશ્ર મોનુ પર ગાડીની નીચે કચડવાનો આરોપ લગાવ્યો છે. આશિષ મિશ્ર મંત્રીનો નાનો પુત્ર છે. તેમના ઓળખીતાનું કહેવું છે કે આશિષ શરૂઆતથી જ પિતાની સાથે-સાથે રાજકારણના પાઠ શીખવા લાગ્યો હતો, સાથે જ પિતાનો બિઝનેસ સંભાળવા લાગ્યો હતો. પૈતૃક સંપત્તિમાં પેટ્રોલ પંપ, રાઈસ મિલની દેખરેખ પણ આશિષ કરે છે.

2012થી રાજકારણમાં સક્રિય થયા
જિલ્લા પંચાયત સભ્યથી રાજકારણની શરૂઆત કરનાર અજય મિશ્ર ટેનીની 2012માં ભાજપની નિધાસન વિધાનસભા સીટમાંથી ટિકિટ ફાઈનલ થઈ ગઈ છે. એ પછી તેમની ચૂંટણીપ્રચારની કમાન પુત્ર આશિષે સંભાળી હતી. ત્યારે નિધાસન સીટ પર સપાની આંધીની વચ્ચે કમળ ખીલ્યું હતું. અજય મિશ્ર ટેનીએ જોરદાર જીત પ્રાપ્ત કરી હતી. પિતા ધારાસભ્ય હોવાના કારણે પુત્રની સક્રિયતા પણ વધી ગઈ.

2017માં આશિષે કર્યો હતો ધારાસભ્યની ટિકિટનો દાવો
2012માં જીતેલા અજય મિશ્ર પર ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ ભરોસો વ્યક્ત કરતાં તેમને 2014 લોકસભા ચૂંટણીની ટિકિટ તેમને લખીમપુરથી આપી દીધી. એક વખત ફરી આશિષ સક્રિય થયો અને પિતાને સંસદ પહોંચાડ્યા. બે ચૂંટણીની કમાન સંભાળવા પર આશિષ પરિપક્વ થયો હતો. 2017 વિધાનસભા ચૂંટણીમાં અજય મિશ્રએ પુત્ર માટે ટિકિટ પણ માગી, જોકે વાત શક્ય ન બની. જોકે ટિકિટ ન મળવા છતાં તે નિધાસન ક્ષેત્રમાં સક્રિય રહ્યો.

આશિષને 2022 માટે સંભવિત ઉમેદવાર માનવામાં આવતા હતા
2017માં ભલે આશિષને ટિકિટ ન મળી. જોકે 2019માં અજય મિશ્ર ટેનીને એક વખત ફરી લોકસભાની ટિકિટ મળી ગઈ. તેમણે એક વખત ફરી જોરદાર જીત પ્રાપ્ત કરી. ગત જુલાઈમાં જ તેમની પર ભાજપે ભરોસો વ્યક્ત કરતાં તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરી લીધા. તેમને ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા.

કેન્દ્રીય નેતૃત્વને સેન્ટ્રલ યુપીમા એક બ્રાહ્મણ ચહેરાની જરૂર હતી, જેને માટે અજય લાભકારી સાબિત થયા. અજય મંત્રી બનવાની સાથે જ એક વખત ફરી 2022ની ચૂંટણીમાં પુત્ર આશિષને નિધાસન વિધાનસભા સીટમાંથી ભાજપના ઉમેદવાર બનાવાની શક્યતા વધી ગઈ છે.

આરોપો પર શું બોલ્યા પિતા અજય?
હિંસા પછી અજય મિશ્ર ટેનીએ પોતાના લખીમપુર શહેર સ્થિત નિવાસ પર પહોંચીને કહ્યું હતું કે કેટલાક લોકો મારા પુત્ર પર આરોપ લગાવી રહ્યા છે. જોકે હું કે મારો પુત્ર બંનેમાંથી કોઈ ત્યાં નહોતા. મારો પુત્ર આશિષ ગામના દંગલ કાર્યક્રમમાં હતો. આ કાર્યક્રમમાં પ્રશાસનિક અધિકારી પણ રહે છે. ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...