• Gujarati News
  • National
  • Who Is Arpita Mukherjee? A Mountain Of 500 2000 Notes Was Found From His House In The ED Raid

SSC સ્કેમ:કોણ છે અર્પિતા મુખર્જી? EDના દરોડામાં જેના ઘરમાંથી મળ્યો 500-2000ની નોટનો પહાડ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

EDના દરોડા બાદ અર્પિતા મુખર્જી ચર્ચામાં આવી ગઈ છે. ત્યારે લોકોને એ સવાલ પણ થઈ રહ્યો છે કે આખરે કોણ છે અર્પિત મુખર્જી અને તેમના બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી સાથે શું સંબંધ છે? મળતી માહિતી મુજબ અર્પિતા મુખર્જી બાંગ્લા ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને તેને કોઈ ઓળખ હજુ સુધી મળી નથી.

સ્કૂલ સર્વિસ કમિશન કૌભાંડ (SSC SCAM) મામલામાં EDએ બંગાળના ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જી અને તેમની નજીકની બાંગ્લા એક્ટ્રેસ અર્પિતા મુખર્જીની ધરપકડ કરવામાં આવી છે. EDએ બંનેની લગભગ 26 કલાક સુધી પૂછપરછ કરી જે બાદ ધરપકડ કરી.

આ મામલે EDના અધિકારીઓને પાર્થ ચેટર્જીની નજીકની અર્પિતા મુખર્જીના ઘરમાંથી 21 કરોડ રૂપિયા રોકડા, 20થી વધુ મોબાઈલ ફોન અને 50 લાખ રૂપિયાના ઘરેણાં મળી આવ્યા છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્થ મુખર્જી સાથે અર્પિતા મુખર્જી
ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્થ મુખર્જી સાથે અર્પિતા મુખર્જી

બાંગ્લા ફિલ્મોમાં સાઈડ અભિનેત્રી છે અર્પિતા મુખર્જી
EDના દરોડા બાદથી અર્પિતા મુખર્જી ચર્ચામાં આવી છે. અર્પિતા મુખર્જી બાંગ્લા ફિલ્મોમાં કામ કરી ચુકી છે પણ તેને હજુ સુધી કોઈ ખાસ ઓળખ મળી નથી. અર્પિતાએ બાંગ્લા ઉપરાંત ઉડિયા અને તામિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે બાંગ્લા ફિલ્મોના સુપરસ્ટાર પ્રોસેનજીતની ફિલ્મોમાં પણ કામ ચુકી છે.

અર્પિતાના નામની ચર્ચા ત્યારથી શરૂ થઈ જ્યારે EDના દરોડા દરમિયાન તેના ઘરમાંથી 21 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા. ત્યારે આ વાતનો ખુલાસો પણ થયો કે તે મમતા બેનર્જીની સરકારના ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની છે, જે SSC કૌભાંડમાં આરોપિત છે.

અર્પિતા પાર્થ ચેટર્જીની કાયદાકીય સલાહકાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે
અર્પિતાને પાર્થ ચેટર્જીની કાયદાકીય સલાહકાર જણાવવામાં આવી રહી છે. તપાસ દરમિયાન EDના અધિકારી અર્પિતાની કલાકો સુધી પૂછપરછી કરી હતી.

દુર્ગાપૂજા દરમિયાન CM મમતા બેનર્જી સાથે જોવા મળી હતી

એક દુર્ગા પૂજાના પંડાલમાં CM મમતા બેનર્જી, પાર્થ મુખર્જી સાથે અર્પિતા મુખર્જી.
એક દુર્ગા પૂજાના પંડાલમાં CM મમતા બેનર્જી, પાર્થ મુખર્જી સાથે અર્પિતા મુખર્જી.

મીડિયા રિપોટ્સ મુજબ TMCના નેતા અને મમતા બેનર્જી સરકારના ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જી દક્ષિણ કોલકાતામાં એક દુર્ગા પૂજા સમિતિ સાથે જોડાયેલા છે. આ કોલકાતામાં મોટી દુર્ગાપૂજા સમિતિઓમાંથી એક છે. અર્પિતા પણ આ જ દુર્ગાપૂજ સમિતિ સાથે જોડાયેલી છે. દુર્ગા પૂજા દરમિયાન અનેક વખત પૂજા પંડાલોમાં લાગેલા પોસ્ટરમાં તેનું નામ અધ્યક્ષ તરીકે જોવા મળ્યું હતું.

બંગાળ ભાજપના નેતા અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ અર્પિતાના ઘરેથી 21 કરોડ રૂપિયા રોકડા મળ્યા હોવાના સમાચાર બાદ સોશિયલ મીડિયામાં તેની અનેક તસવીર શેર થઈ છે. જેમાં દુર્ગાપૂજ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જી, પાર્થ ચેટર્જી. TCMના પ્રદેશ અધ્યક્ષ સુબ્રત બક્ષીની સાથે અર્પિતા મુખર્જી પણ જોવા મળે છે.

TMCએ આક્ષેપો ફગાવ્યા
જો કે TMCના સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા આપવામાં મોડું નથી કર્યું. TMC દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમનો અર્પિતાના ઘરેથી જપ્ત થયેલા પૈસા સાથે કોઈ લેવાદેવા નથી. જે લોકોના નામ SSC સ્કેમમાં સામે આવ્યું છે તેમને જવાબ આપવા જોઈએ.

જો કે ભાજપ TMCના આ જવાબથી સંતુષ્ટ નથી અને તેઓ TMC તેમજ મમતા બેનર્જી વિરૂદ્ધ વધુ આકરા પ્રહાર કરી રહ્યાં છે. આ વચ્ચે ભાજપના નેતા અને એક સમયે મમતા બેનર્જીના નજીક ગણાતા શુભેન્દુ અધિકારીએ કહ્યું, 'આ તો ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે.'

શુભેન્દુ અધિકારીે નોટનો પહાડ દેખાડીને ટ્વીટ કર્યું
EDના દરોડા દરમિયાન ગેરકાયદે રીતે 20 કરોડ મળ્યા બાદ બંગાળના ભાજપના નેતા શુભેન્દુ અધિકારી પણ ટ્વીટ કર્યું છે. તેમને પોતાના ટ્વીટમાં નોટોનો પહાડ દેખાડ્યો છે. તેમને ટ્વીટમાં લખ્યું કે, 'EDએ SSC કૌભાંડમાં પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની ગણાતી અર્પિતા મુખર્જીના ઘરેથી 20 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. સૂત્રોનો દાવો છે કે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રાલયના રાષ્ટ્રીય ચિન્હ છપાયેલા કવરમાં પણ રૂપિયા મળ્યા છે.'

શુભેન્દુ અધિકારીએ આ પછી બીજી બે ટ્વીટ કરી જેમાં એકમાં તેમને બંગાળના CM મમતા બેનર્જીની અર્પિતા મુખર્જીની સાથેની એક ફોટો શેર કરી.

શું છે SSC કૌભાંડ?
પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમીશનના ગ્રુપ સી તેમજ ગ્રુપ ડી કર્મચારીઓ અને શિક્ષકોની ભરતીમાં મોટા પાયે ગોટાળા થયા હોવાનું સામે આવ્યું હતું. મામલાની તપાસ કલકતા હાઈકોર્ટે CBIને સોંપી હતી. આ મામલે રૂપિયાની લેવડદેવડની તપાસ માટે હવે EDની એન્ટ્રી થઈ છે. આ મામલે પાર્થ ચેટર્જીની ગત 26 એપ્રિલ અને 18 મેનાં રોજ CBIએ પૂછપરછ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...