તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાની મહામારીમાંથી દેશના અર્થતંત્રને બહાર લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રૂપિયા 20 લાખ કરોડના મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ વિવિધ સેક્ટરો માટે આગામી દિવસોમાં તબક્કાવાર રીતે જાહેર કરવામાં આવશે. નાણાં પ્રધાન આગામી કેટલાક દિવસો દરમિયાન પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ પેકેજને જાહેર કરશે તેમ જ કોરોનાની અસર ધરાવતા સેક્ટરને રાહત આપતી જાહેરાતો કરશે. તેના ભાગરૂપે આજે નાણાં પ્રધાને આજે કેટલીક જાહેરાતો કરી હતી.
(1) TDS અને TCS રેટમાં 25 ટકાનો 31 માર્ચ, 2021 સુધી ઘટાડો, રૂપિયા 50,000 કરોડની લિક્વિડિટી છૂટી કરાશે.
(2) RERA હેઠળ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટો રજિસ્ટ્રેશન તથા પૂર્ણ કરવાની તારીખ લંબાવવામાં આવશે
(3) ડિસ્કોમ એટલે કે વીજળી વિતરક કંપનીઓને મદદ કરવા માટે ઈમર્જન્સી લિક્વિડિટી રૂપિયા 90,000 કરોડ આપવામાં આવશે.
(4) નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની, માઈક્રો ફાયનાન્સ કંપનીઓ માટે રૂપિયા 30,000 કરોડની વિશેષ લિક્વિડિટી સ્કીમ રજૂ કરાશે.
(5) EPF યોગદાન 3 મહિના માટે કારોબાર તથા કર્મચારીઓ માટે ઘટાડવામાં આવ્યું, રૂપિયા 6,750 કરોડનો લિક્વિડિટી સપોર્ટ મળશે.
(6) NBFCને રૂપિયા 45,000 કરોડની અગાઉથી જારી યોજનાનું વિસ્તરણ થશે. આ ઉપરાંત આંશિક ઋણ ગેરન્ટી યોજનાનું વિસ્તરણ થશે.
(7) 200 કરોડ સુધીના ટેન્ડર ગ્લોબલ નહીં હોય. તે MSMEની બાકી ચુકવણી 45 દિવસની અંદર કરવામાં આવશે.
(8) MSMEની વ્યાખ્યામાં ફેરફાર કરાયો અને રોકાણ સંબંધિત બાબતમાં સુધારવામાં આવી.
(9) ફંડ ઓફ ફંડ્સ મારફતે MSME માટે રૂપિયા 50,000 કરોડનું ઈક્વિટી રોકાણ કરવામાં આવશે.
(10) MSME માટે કોલેટરલ ફ્રી લોન આપવામાં આવશે
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.