તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • WHO Declares Strain Spreading In India A Variant Of Concern, But Says Vaccine Is Effective Against It

કોરોનાનો નવો વેરિએન્ટ ચિંતાજનક:ભારતમાં ફેલાઈ રહેલા સ્ટ્રેનને WHOએ વેરિએન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યો અને કહ્યું- વેક્સિન એની સામે અસરકારક છે

4 મહિનો પહેલા
  • WHO કહ્યું- વધુમાં વધુ લોકોએ વેક્સિન લેવા માટે આગળ આવવું જોઈએ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ફેલાઇ રહેલા સ્ટ્રેનને વૈશ્વિક સ્તરે ચિંતાજનક (વેરિએન્ટ ઓફ કન્સર્ન) જણાવ્યો છે. તે કહે છે, ભારતમાં સૌથી પહેલા ઓક્ટોબરમાં મળી આવેલા આ વેરિએન્ટ B.1.617 વધુ સંક્રમણ વધુ સરળતા ફેલાઈ રહ્યો છે.

કોરોના પર WHOના પ્રમુખ મારિયા વેન કેરખોવના જણાવ્યા મુજબ, નાના સેમ્પલના કદના લેબ સ્ટડીમાં સામે આવ્યું છે કે આ વેરિએન્ટ (B.1.617) પર એન્ટિબોડીઝની ઓછી અસર થઈ રહી છે, પરંતુ આનો અર્થ એ નથી કે આ વેરિઅન્ટમાં વેક્સિન કરતાં વધુ પ્રતિકારકની ક્ષમતા છે.

કેરખોવે સોમવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલના ડેટા બતાવે છે કે કોરોનાની તમામ વેક્સિન બીમારીને અટકાવવા માટે B.1.617 વેરિઅન્ટથી સંક્રમિત લોકોના જીવ બચાવવામાં અસરકારક છે. આ સાથે જ કહ્યું હતું કે આ વેરિએન્ટ વિશે વધુ માહિતી મંગળવારે આપવામાં આવશે.

વેક્સિન અને તપાસ અસરકારક, સારવારમાં પણ બદલાવ નહીં
WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને પણ કહ્યું હતું કે વર્તમાન વેરિએન્ટ સામેની વેક્સિન અને તપાસ અસરકારક છે તેમજ એમ પણ કહ્યું હતું કે સારવાર પણ અગાઉની જેમ જ આપવામાં આવી રહી છે. તેથી લોકોએ આને બદલવાની જરૂર નથી, એને બદલે તેમણએ આગળ આવવું જોઈએ અને વેક્સિન લેવી જોઈએ.

બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા પછી, ભારત ચોથો દેશ છે, જ્યાં ફેલાઇ રહેલા કોરોના વેરિએન્ટનો WHO દ્વારા કન્સર્ન કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેરખોવ કહે છે કે ભવિષ્યમાં દુનિયાભરમા વેરિએન્ટ ઓફ કન્સર્ન જોવા મળશે, તેથી આપણે સંક્રમણને રોકવા માટે શક્ય તેટલા પ્રયાસ કરવા જોઈએ.

WHOએ પણ આંકડા પર સવાલ ઉઠાવ્યા હતા
WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને સોમવારે કહ્યું હતું કે ભારતમાં સંક્રમણનો દર અને મૃત્યુ દર ચિંતાજનક છે. સ્વામિનાથને ન્યૂઝ એજન્સી ANIને કહ્યું હતું કે ઈન્સ્ટિટ્યૂટ ફોર મેટ્રિક્સ અને ઇવેલ્યુશન (IHME)એ ઓગસ્ટ સુધીમાં 10 લાખ લોકોનાં મોતની વાત હાલના મોડલ અને આંકડાઓના આધારે કહી છે, આ ભવિષ્યનો અંદાજ નથી. એમાં ફેરફાર પણ થઈ શકે છે.