તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Grandson Who Came To India From Canada 17 Years Ago Keeps Locked In The Room, Said Now Send Him To His Parents

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાદા-દાદીની સરકારને અપીલ:17 વર્ષ અગાઉ કેનેડાથી ભારત આવેલા પૌત્રને રૂમમાં બંધ કરીને રાખ્યો છે, કહ્યું- હવે તેને માતા-પિતા પાસે મોકલી આપો

2 મહિનો પહેલા
બટાલા નિનવાસી રાજિંદર કુમારની જે પંજાબ પોલીસના CID વિભાગથી નિવૃત છે
  • માતા-પિતા લઈ ચુક્યા છે છુટાછેડા, માનસિક રીતે અસ્વસ્થ પૌત્ર 8 મહિનાનો હતો ત્યારથી ભારત આવેલો છે

પંજાબના ગુરદાસપુર જિલ્લામાં એક વ્યક્તિને તેના દાદા-દાદી એક ઓરડામાં બંધ કરીને રાખે છે. તેને લીધે વૃદ્ધ દંપતિ હવે પરેશાન થઈ ચુક્યું છે અને તેમણે પોતાના પૌત્રને તેના માતા-પિતા પાસે કેનેડા પરત મોકલી આપવા સરકારને વિનંતી કરી છે. કારણ કે તેમનો આ પૌત્ર કેનેડાનું નાગરિકતા ધરાવે છે. જ્યારે વૃદ્ધ દંપતિ પણ તેની દેખરેખ રાખવા માટે સમર્થ નથી.

દિકરાએ બાંગ્લાદેશની છોકરી સાથે લગ્ન કર્યા
આ કહાની છે બટાલા નિવાસી રાજિંદર કુમારની. જે પોલીસના CID વિભાગમાંથી નિવૃત્ત થયા છે. રાંજિંદર કુમારે જણાવ્યું કે વર્ષ 2000માં તેમણે પોતાના મોટા દીકરા અરિવંદને અભ્યાસ માટે કેનેડા મોકલ્યો હતો. અરવિંદે વર્ષ 2002માં કેનેડાની નાગરિકતા હાંસલ કરી લીધી અને બાંગ્લાદેશની એક છોકરી સાથે લગ્ન કરી લીધા. બન્નેને એક દિકરો થયો.

પતિ-પત્ની અલગ થતાં પુત્રને ભારત મોકલાયો
પણ વર્ષ 2004માં તેમના છૂટાછેડા થઈ ગયા અને તેમણે પોતાના 8 મહિનાના દીકરા સિદ્ધાર્થને અહીં ભારતમાં તેમની પાસે છોડી દીધો. પૌત્રને જોઈને અમે ઘણા ખુશ થઈ ગયા અને તેના પાલન-પોષણ કરવા તૈયાર થઈ ગયા. જોકે જ્યારે તે મોટો થયો ત્યારે ખબર પડી કે તેની માનસિક સ્થિતિ ઠીક નથી. ડોક્ટરો પાસે તપાસ કરાવી પણ તેની સ્થિતિમાં કોઈ જ સુધારો થયો નહીં.

પોતાની મજબૂરી અને પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે વાત કરતા વૃદ્ધ દંપતી
પોતાની મજબૂરી અને પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે વાત કરતા વૃદ્ધ દંપતી

બાળકની માનસિક સ્થિતિ ખરાબ, સાકળથી બાંધી રાખવો પડે છે
હવે તે આશરે 17 વર્ષનો થઈ ગયો છે અને તેની વિવિધ પ્રકારની હરકતોને લીધે તેને રૂમમાં બંધ રાખવો પડે છે. તેને લીધે અમારે પણ અમારી જાતને ઘરમાં કેદ થવાની ફરજ પડી છે. તેની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અમારે રૂમમાં જેલ જેવી બેરેક બનાવવી પડી છે. અમારે તેને સાંકળથી બાંધીને રાખવો પડે છે.

પુત્ર પાંચ વર્ષથી સંપર્ક વિહોણો
રાજિંદર કુમાર કહે છે કે હવે અમે પરેશાન થઈ ચુક્યા છીએ. માટે ભારત સરકારને અપીલ છે કે પૌત્રને તેના માતા-પિતા પાસે કેનેડા મોકલી દેવામાં આવે. અગાઉ ક્યારેક ક્યારેક અરવિંદનો ફોન આવતો હતો, પણ છેલ્લા પાંચ વર્ષથી તેનો કોઈ જ સંપર્ક થયો નથી. હવે અમે અમારી પાછળની જીંદગી શાંતીથી પસાર થવા માંગી છીએ. કૃપા કરી મદદ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો