તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Who Are Nusrat Jahan And Nikhil Jain Whose Controversies Have Sparked Controversy Across The Country? What Did The TMC MP Say About The Affair With The BJP Leader?

નુસરતની 'જહાન':જેમના વિવાદે દેશભરમાં ચર્ચા જગાવી તે નુસરત જહાં અને નિખિલ જૈન કોણ છે? ભાજપના નેતા સાથેના અફેરને લઈને TMC સાંસદે શું કહ્યું હતું?

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નુસરત જહાં અને નિખિલ જ્યારે બીજા ફોટામાં નુસરત અને યસ દાસગુપ્તા. - Divya Bhaskar
નુસરત જહાં અને નિખિલ જ્યારે બીજા ફોટામાં નુસરત અને યસ દાસગુપ્તા.
 • બે વર્ષમાં જ નુસરત જહાં રાષ્ટ્રીય સ્તરે લાઈમલાઈટમાં આવી
 • નુસરત જહાં વિરૂદ્ધ અનેક મુસ્લિમ સંગઠનોએ ફતવા જાહેર કર્યા છે
 • નુસરત અને યશ દાસગુપ્તા વચ્ચે અફેર હોવાની ચર્ચા

TMCની સાંસદ અને બાંગ્લા એક્ટ્રેસ નુસરત જહાં હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મમાં સફળ કરિયર, ચૂંટણીમાં વિજય અને નિખિલ જૈન સાથે બીજા ધર્મમાં લગ્નને રહી ચર્ચામાં રહેતી નુસરત જહાં ફરી એક વખત ચર્ચામાં છે. કેટલાંક રિપોટ્સના દાવા મુજબ, નુસરત જહાં છેલ્લાં 6 મહિનાથી પ્રેગનેન્ટ છે અને તેમના પતિ નિખિલ જૈને આ પ્રેગ્નેન્સી અંગે કંઈ જ જાણતો ન હોવાનું કહ્યું છે. નુસરતના પતિ નિખિલે તો ત્યાં સુધી કહ્યું છે કે નુસરતનું બાળક પોતાનું નથી અને બંનેનું લગ્ન જીવન ડામાડોળ જોવા મળી રહ્યું છે.

આ ઉપરાંત નુસરત જહાંની ચર્ચા આજકાલ બાંગ્લા એક્ટર અને ભાજપના નેતા યશ દાસગુપ્તા સાથે પણ થઈ રહી છે. નુસરત અને યશ બંને રિલેશનશિપમાં હોવાનું ચર્ચાય રહ્યું છે. બંને અનેક વખતે એક સાથે જોવા મળ્યા અને આ વર્ષે ન્યૂયરનું સેલિબ્રેશન પણ બંનેએ સાથે રાજસ્થાનમાં કર્યું હતું. ત્યારે કોણ છે નુસરત જહાં, એક અભિનેત્રી-મોડલ કઈ રીતે રાજકારણમાં પહોંચી ગઈ. નુસરત સાથેના વિવાદો તેમજ નુસરત - નિખિલ અને નુસરત - યશના સંબંધો અંગે જાણીએ.

2019માં સાંસદ બની અને શપથથી જ ચર્ચામાં આવી
નુસરત જહાંને રાષ્ટ્રીય સ્તરે ઓળખ લોકસભાના સભ્ય બન્યા બાદ મળી છે, પરંતુ આ પહેલાં તે એક ભારતીય એક્ટ્રેસ અને મોડલ પણ રહી છે. બંગાળી સિનેમામાં સક્રિય નુસરત જહાં, 2019માં TMCની સાંસદ બની સંસદ ભવનમાં પ્રવેશી. લોકસભામાં ધર્મના જય જયકારા વચ્ચે ઈશ્વરના નામે શપથ અને વંદેમાતરમ કહેનારી નુસરત પ્રથમ મહિલા સાંસદ છે. નુસરતને ધર્મ નિરપેક્ષતા અને દેશને સર્વપ્રથમ સન્માન આપવાને લઈને તેની ઘણી જ સરાહના થઈ.

લોકસભામાં ધર્મના જય જયકારા વચ્ચે ઈશ્વરના નામે શપથ અને વંદેમાતરમ કહેનારી નુસરત પ્રથમ મહિલા સાંસદ
લોકસભામાં ધર્મના જય જયકારા વચ્ચે ઈશ્વરના નામે શપથ અને વંદેમાતરમ કહેનારી નુસરત પ્રથમ મહિલા સાંસદ

નુસરતનું શિક્ષણ

 • 8 જાન્યુઆરી, 1990નાં રોજ જન્મેલી નુસરતનું પ્રારંભિક સ્કૂલ શિક્ષણ અવર લેડી ક્વીન ઓફ ધ મિશન સ્કૂલ પાર્ક સર્કસ, કોલકાતાથી થયું.
 • પ્રાથમિક શિક્ષણ બાદ નુસરતે કોલકાતાની ભવાનીપુર કોલેજમાં કોમર્સમાં ગ્રેજ્યુએશન કમ્પિલટ કર્યું.

નુસરત જહાં અને તેનો પરિવાર

 • નુસરત જહાંનું પહેલાં નામ જમશેદપુરના બિઝનેસમેન વિક્ટર ઘોષની સાથે ચર્ચાયું હતું.
 • જો કે 19 જુન 2019માં નુસરતે તુર્કીના બોરડમમાં નિખિલ જૈનની સાથે વિવાહ કરી લીધા.
 • નસુરત-નિખિલના વિવાહમાં તેના પરિવારના કેટલાંક સભ્યો અને મિત્રો જ ઉપસ્થિત હતા.
નુસરત જહાં 2010માં મિસ કોલકતા બની બાદ મોડલિંગ શરૂ કર્યું.
નુસરત જહાં 2010માં મિસ કોલકતા બની બાદ મોડલિંગ શરૂ કર્યું.

નુસરત જહાંનું કરિયર

 • નુસરતે 2010માં મિસ કોલકાતા ફેર-વન બ્યુટી કોન્ટેસ્ટમાં જીત મેળવી હતી, જે બાદ તેને પોતાનું મોડલિંગ કરિયર શરુ કર્યું.
 • નુસરતે જીતની સાથે 'શોત્રૂ' ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી, તે સમયે તેને ઓડિશનમાં 50 લોકોની વચ્ચે પોતાની જગ્યા બનાવી હતી. એક વર્ષ બાદમાં નુસરતે દેવ અને સુભોશ્રીની સાથે ખોકા-420માં કામ કર્યું હતું.
 • આ વર્ષે જ તેને અંકુશ હઝારાની સાથે તે ખિલાડી ફિલ્મમાં પણ જોવા મળી હતી. જે બાદ તેને એક્શનની ચિકન તંદૂરી અને યોદ્ધાના દેશી છોરીમાં પણ કામ કર્યું હતું જે બંને ઘણી જ હીટ રહી હતી.
 • નુસરતે રાહુલ બોઝની સાથે 'સોંધે નમાર આગે'માં પણ કામ કર્યું હતું. 2015માં તેને કોમેડી કાર્યક્રમ 'જમાઈ 420'માં ભાગ લીધો હતો. જેમાં તેની સાથે અંકુશ હઝારા, પાયલ સરકાર, મિમી ચક્રવર્તી, સોહમ ચક્રવર્તી અને હિરન પણ હતા.
 • નુસરત બંગાળ સેલિબ્રિટી લીગના થીમ સોંગનો ભાગ રહી ચુકી છે, જેમાં તેની સાથે દેવ અને સયાન્તિકા બેનર્જી હતા.
 • ડિસેમ્બર 2015માં નુસરતની 'હર હર વ્યોમકેશ' નામની ફિલ્મ આવી હતી, જે બોક્સ ઓફિસ પર ઘણી જ સફળ રહી હતી.
 • 2016માં ફિલ્મ પાવરમાં જોવા મળી હતી, જેમાં તેની સાથે જીત અને સયાન્તિકા બેનર્જી પણ હતા. તે વર્ષે જ તેને કોમેડી ફિલ્મ કેલોર કીર્તિમાં દેવ અધિકારી, જીશુ સેનગુપ્તા, અંકુશ હઝારા, મિમી ચક્રવર્તી, કૌશાની મુખર્જી અને સયાંતિક મુખર્જીની સાથે કામ કર્યું હતું.
 • જે બાદ નુસરત લવ એક્સપ્રેશમાં જોવા મળી હતી જેમાં તેની સાથે દીપક અધિકારી હતો. નુસરતે સૃજિત મુખર્જીના નિર્દેશનમાં જુલ્ફિકારમાં પણ કામ કર્યું, જે 2016માં સૌથી વધુ પ્રોફિટ મેળવનારી ફિલ્મ હતી.
 • 2016માં નુસરતે પથિકૃત બાસુના નિર્દેશનમાં હરીપડા બંડવાલા નામની કોમેડિ ફિલ્મ કરી હતી, જેમાં તેની સાથે અંકુશ હઝરાએ કામ કર્યું હતું.
 • 2017માં નુસરત પહેલી વખત પ્રોસેનજીત ચેટર્જી અને યશ દાસગુપ્તાની સાથે જોવા મળી હતી. મે 2017માં નુસરત 'આમી જે તોમાર'માં જ્યારે સપ્ટેમ્બર 2017માં 'બોલો દુગ્ગા માઈકી'માં નજરે પડી હતી.
સફળ મોડલ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં રાજકીય ક્ષેત્રે પણ નામ કાઢ્યું છે.
સફળ મોડલ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં રાજકીય ક્ષેત્રે પણ નામ કાઢ્યું છે.

નુસરત જહાંની રાજકીય કારકિર્દી

 • નુસરતે 2019માં ઓલ ઈન્ડિયા તૃણુમુલ કોંગ્રેસ (TMC)જોઈન કર્યું.
 • 2019માં જ વેસ્ટ બંગાળની બરસિરહટ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના સાયંતન બાસુની સામે લોકસભા ચૂંટણી લડી હતી
 • નુસરતે પહેલી ચૂંટણીમાં ભાજપના નેતાને 3.5 લાખ મતથી હરાવી સંસદભવનમાં પ્રવેશ મેળવ્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે TMCની સાંસદ નુસરત જહાં
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે TMCની સાંસદ નુસરત જહાં

નુસરત અને વિવાદ

 • જાન્યુઆરી 2017માં નુસરતના બોયફ્રેડ કાદિર ખાન પર બળાત્કારનો ગુનો નોંધાયો હતો અને નુસરત પર તેમની મદદ કરવાનો આરોપ લાગ્યો હતો. જો કે નુસરતે તે વાતનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. પરંતુ કેટલાંક વકીલોએ એક ગુનેગારને સપોર્ટ કરવાના મામલે નુસરતની ધરપકડ કરવાની માગ કરી હતી. જે બાદ નુસરતે તેવો દાવો કર્યો હતો કે કાદિર ખાને તેને માનસિક ક્ષતિ પહોંચાડી છે.
 • નુસરત જ્યારે સાંસદ બનીને પહેલી વખત પાર્લામેન્ટમાં ગઈ ત્યારે તેને મિમી ચક્રવર્તીની સાથે એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેને વેસ્ટર્ન સ્ટાઈલના કપડાં પહેર્યા હતા. નુસરતની કપડાંને લઈને ભારે નિંદા થઈ હતી.
 • 2019માં વેસ્ટ બંગાળના ઝારગ્રામમાં ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન તે ક્ષેત્રના લોકો સાથે વાત કરી રહી હતી ત્યારે કેટલાંક લોકોએ તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે તેનો મંચ તુડી પડ્યો હતો જેનો વીડિયો પણ થોડી જ વારમાં વાયરલ થઈ ગયો હતો.
 • નુસરત જહાં પર એશિયાની સૌથી મોટી ઈસ્લામિક સ્કૂલ દારૂલ ઉલુમે ફતવો જાહેર કર્યો છે, જેમાં નુસરતે હિંદુ વ્યક્તિ નિખિલ જૈન સાથેના લગ્નને લઈ વાંધો ઉઠાવ્યો હતો.
 • નુસરત વિરૂદ્ધ ઉત્તરપ્રદેશના સહારનપુરના દેવબંધે પણ ફતવો જાહેર કર્યો છે. તેમનું કહેવું નુસરતે માત્ર મુસ્લિમ સાથે વિવાહ કરવા જોઈએ. હકિકતમાં નુસરત લોકસભામાં હિંદુ વિવાહિત મહિલાની જેમ શ્રુંગાર કરીને આવી હતી, તેને સેથો પણ પુર્યો હતો અને ગળામાં મંગલસૂત્ર પણ પહેર્યું હતું.
 • નુસરતે લોકસભામાં નુસરત જહાં રુહુ જૈન નામથી ઈશ્વરના નામે શપથ લીધા હતા અને શપથ બાદ વંદે માતરમ પણ બોલી હતી.
 • દેવબંદ ઉલેમા મુફ્તી અસદ કાસમી કે જેઓ જામિયા-શેખ-ઉલ-હિંદ સાથે જોડાય ગયા છે તેઓએ નુસરત સામે ઈસ્લામ વિરૂદ્ધ જવાને લઈને તેમજ માથામાં સેથો, ચાંદલો અને મંગળસૂત્ર પહેરવા પર આપત્તિ વ્યક્ત કરી હતી. સાથે જ કહ્યું હતું કે નુસરતે માત્ર મુસ્લિમ સાથે જ વિવાહ કરવા જોઈએ, જો કે તે એક અભિનેત્રી હોવાથી તે ધર્મનું માન નથી રાખતી.
નુસરત જહાં હિંદુ મહિલાની જેમ શ્રુંગાર કરતા અનેક વિવાદો સર્જાયા છે
નુસરત જહાં હિંદુ મહિલાની જેમ શ્રુંગાર કરતા અનેક વિવાદો સર્જાયા છે
નુસરત જ્યારે સાંસદ બનીને પહેલી વખત પાર્લામેન્ટમાં ગઈ ત્યારે તેને મિમી ચક્રવર્તીની સાથે એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેને વેસ્ટર્ન સ્ટાઈલના કપડાં પહેર્યા હતા
નુસરત જ્યારે સાંસદ બનીને પહેલી વખત પાર્લામેન્ટમાં ગઈ ત્યારે તેને મિમી ચક્રવર્તીની સાથે એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેને વેસ્ટર્ન સ્ટાઈલના કપડાં પહેર્યા હતા
નુસરત જહાંને લઈને કેટલાંક મુસ્લિમ સંગઠનોએ તેના વિરૂદ્ધ અનેક ફતવાઓ બહાર પાડ્યા છે.
નુસરત જહાંને લઈને કેટલાંક મુસ્લિમ સંગઠનોએ તેના વિરૂદ્ધ અનેક ફતવાઓ બહાર પાડ્યા છે.

કોણ છે નિખિલ જૈન?
2019માં નુસરતનો હાથ પકડનાર નિખિલ જૈન કોલકાતાના એક બિઝનેસમેન પરિવારમાંથી આવે છે. નિખિલ પોતાના પિતાનો વ્યવસાય સંભાળે છે, જ્યારે તેમની માતા ગૃહિણી છે. નિખિલની બે બહેન કીર્તિ અને સ્વાતિ છે. નિખિલ પોતાના પરિવારનો એસ્ટાબ્લિશ થયેલો ટેક્સટાઈલનો બિઝનેસ સંભાળે છે. નિખિલના પિતા મોહન કુમાર જૈન એક ટેક્સટાઈલ બેઝ્ડ કંપનીના માલિક છે જેનું બ્રાંડ નામ રંગોલી છે. જૈનનો આ વ્યવસાય કોલકાતા સહિત કુલ પાંચ શહેરો હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગલુરુ અને વિજયવાડમાં ફેલાયેલો છે. કોલકાતામાં જન્મેલો નિખિલ કોલકાતાની એમપી બિરલા સ્કૂલમાંથી પાસઆઉટ છે. જે બાદ તેને યુકેની વાર્વિક યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે.

નિખિલના પિતા મોહન કુમાર જૈન એક ટેક્સટાઈલ બેઝ્ડ કંપનીના માલિક છે જેનું બ્રાંડ નામ રંગોલી છે
નિખિલના પિતા મોહન કુમાર જૈન એક ટેક્સટાઈલ બેઝ્ડ કંપનીના માલિક છે જેનું બ્રાંડ નામ રંગોલી છે

નુસરત અને નિખિલ આ રીતે એક થયા

 • નુસરતની સાથે નિખિલની પહેલી મુલાકાત ખાસ રહી છે. વર્ષ 2018માં બંને દુર્ગા પૂજાના ઉત્સવમાં મળ્યા હતા અને ત્યાંથી જ બંને વચ્ચે નિકટતા વધી.
 • નુસરત અને નિખિલની નિકટતાને પગલે નુસરતને નિખિલના બિઝનેસ બ્રાંડ રંગોલી માટે બ્રાંડ એમ્બેસેડર અને મોડલ બનાવવામાં આવી. જે બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
 • એવું પણ કહેવાય છે કે નિખિલ અને નુસરતે પૂજાની એક જાહેરાત શૂટ કરી હતી, જેમાં નુસરતે નિખિલના લેબલવાળી સાડી પહેરી હતી. આ જાહેરાત દરમિયાન જ બંને એકબીજાની નજીક આવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ઉમેદવારીને કારણે વ્યસ્ત હોવાને કારણે બંનેએ ચૂંટણી પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
એક જાહેરાત દરમિયાન નુસરત-નિખિલ નજીક આવ્યા હતા
એક જાહેરાત દરમિયાન નુસરત-નિખિલ નજીક આવ્યા હતા
વર્ષ 2019માં નુસરત અને નિખિલે તુર્કીમાં લગ્ન કર્યા હતા.
વર્ષ 2019માં નુસરત અને નિખિલે તુર્કીમાં લગ્ન કર્યા હતા.

સનાતન ધર્મ મુજબ થયા લગ્ન
નુસરત અને નિખિલે તુર્કી જઈને લગ્ન જરૂર કર્યા પરંતુ બંનેના લગ્ન સનાતન ધર્મના રીતરિવાજ મુજબ થયા. લગ્નના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરાયા હતા. લગ્ન બાદ લોકસભામાં શપથ ગ્રહણ સમારંભ દરમિયાન નુસરત મંગલસૂત્ર, માથામાં સેથો અને ચૂડા સાથે જોવા મળી હતી.

નુસરત અને યશ દાસગુપ્તા વચ્ચે અફેરની ચર્ચા

 • નુસરત જહાંએ યશની સાથે એસઓએસ કોલકાતામાં કામ કર્યું હતું, જે રીલિઝ થાય બાદ બંને વચ્ચે અફેરના સમાચાર સામે આવવા લાગ્યા.
 • યશના એક મીડિયા ઈન્ટરવ્યૂ બાદ આ સમાચારને હવા ત્યારે મળી જ્યારે યશને પૂછવામાં આવ્યું કે, તમારી નજીક ગણાતી નુસરત TMCમાં છે તો તમે કેમ ભાજપમાં સામેલ થયા? ત્યારે​​​​​​​ યશે જવાબ આપ્યો કે, 'એવું કેમ ન હોય શકે? એક જ ઘરમાં, પરિવારના સભ્યોની અલગ અલગ રાય ન હોય શકે શું?' તેઓને પૂછવામાં આવ્યું- અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની જેમ?
 • તેના પર યશે કહ્યું કે, 'અક્ષય અને ટ્વિંકલના લગ્ન થઈ ગયા છે. નુસરત અને મારા નથી થયા. એવામાં અમારી વિચારધારા અલગ અલગ છે તો તેનાથી કોઈ જ ફર્ક ન પડવો જોઈએ.'
 • આ મુદ્દે નુસરતને જ્યારે સવાલ કરવામાં આવ્યા તો તેને કહ્યું, 'મારી પર્સનલ લાઈફ અંગે સાર્વજનિક ચર્ચા કરવા માટે નથી. લોકો હંમેશા મારી ટ્રાયલ કરતા રહે છે પરંતુ હું તે અંગે કંઈ જ નહીં બોલું. આ મારી અંગત જિંદગી છે અને તેને હું કોઈની સાથે શેર નહીં કરું.'
યશ દાસગુપ્તા સાથે નુસરત રાજસ્થાન ફરવા ગઈ હતી.
યશ દાસગુપ્તા સાથે નુસરત રાજસ્થાન ફરવા ગઈ હતી.