• Gujarati News
  • National
  • WHO Announcement The Third Wave In The World Begins; UBS Securities Warning India Is Also Close Due To Delta Variant

જેનો ડર હતો તે જ થયુ:WHOની જાહેરાત- વિશ્વમાં ત્રીજી લહેર શરૂ; UBS સિક્યોરિટીઝની ચેતવણી- ડેલ્ટા વેરિઅન્ટના કારણે ભારત પણ તેની નજીક

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઈરસ ઝડપથી બદલાઈ રહ્યો હોવાથી તે વધુ ફેલાયો છે
  • ડેલ્ટા વેરિઅન્ટ 111થી વધુ દેશમાં ફેલાયો

ઘણી આશંકાઓ અને દાવાઓની વચ્ચે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર નજીક આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. એક વિદેશી બ્રોકરેજ ફર્મે ચેતવણી આપતા કહ્યું છે કે ડેલ્ટા વેરિઅન્ટના વધતા કેસ અને વાઈરસ મ્યુટેન્ટ હોવાના કારણે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા ઝડપથી સત્યમાં બદલાઈ શકે છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ વિશ્વમાં થર્ડ વેવ શરૂ થવાની જાહેરાત કરી દીધી છે. સંગઠનના ચીફ ડો.ટ્રેડ્રોસ ગેબ્રેયેસસે બુધવારે દેશને ચેતવણી આપી કે કોરોનાની ત્રીજી લહેર શરૂઆતના તબક્કામાં આવી ચુકી છે.

10 સપ્તાહના ઘટાડા પછી મૃત્યુ ફરી વધ્યા
UN ન્યુઝના જણાવ્યા મુજબ, હેલ્થ એક્સપર્ટે કોરોનાના કેસ અને મૃત્યુના મામલામાં તાજેતરમાં જ ચેતવણી આપી છે. યુરોપ અને નોર્થ અમેરિકામાં વેક્સિનેશન કવરેજ વધવાથી તેમાં ઘટાડો નોંધાયો હતો. યુનાઈટેડ નેશન્સની મીડિયા વિંગનું કહેવું છે કે વિશ્વમાં સતત ચોથા સપ્તાહમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. 10 સપ્તાહના ઘટાડા પછી મૃત્યુ પણ બીજી વખત વધવા લાગ્યા છે.

WHO ચીફે કહ્યું કે વાઈરસ સતત બદલાઈ રહ્યો છે. તેના પગલે તે વધુ ચેપી થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે ડેલ્ટા વેરિઅન્ટ હવે 111થી વધુ દેશમાં ફેલાયો છે. તે ઝડપથી સમગ્ર વિશ્વ માં ફેલાય તેવી શકયતા છે. વાઈરસનો આલ્ફા વેરિઅન્ટ 178 દેશોમાં, બીટા 123 દેશોમાં અને ગામા 75 દેશોમાં ફેલાયો છે.

ભારતમાં કોવિડ પ્રતિબંધોમાં ઢીલ અપાતા જોખમ વધ્યું
ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા પ્રમાણે, UBS સિક્યોરિટીઝ ઈન્ડિયાની ચીફ ઇકોનોમિસ્ટ તન્વી ગુપ્તા જૈને કહ્યું હતું કે ઘણા રાજ્યોએ કોવિડ પ્રોટોકોલમાં ઢીલ આપી હતી, માર્કેટ ઓપન કરી, આના કારણે ત્રીજી લહેરનું જોખમ વધી રહ્યું છે. દેશમાં વેક્સિનેશનની ગતિ પણ ધીમી.

UBSના રિપોર્ટ પ્રમાણે પહેલા ભારતમાં દૈનિક એવરેજ 40 લાખ ડોઝ આપવામાં આવતા હતા. અત્યારે આ સંખ્યા 34 લાખ પર આવી ગઈ છે. આ સ્થિતિ એટલા માટે પણ જોખમી છે કારણ કે હવે 45% કેસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામે આવી રહ્યા છે.

20 જિલ્લામાં બીજી લહેર પૂરી, ત્રીજી લહેરના ભણકારા વાગ્યા
તન્વી ગુપ્તા જૈને બુધવારે જણાવ્યું હતું કે મોટાભાગના કેસ 20% જિલ્લામાં મળી રહ્યા છે. અહીં બીજી લહેરનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે અને ત્રીજી લહેરના એંધાણ જણાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ઇકોનોમિક પોઇન્ટર સામાન્ય થઈ રહ્યું છે, પરંતુ આ હજુ મિક્સ નિર્ણયો છે. ટ્રેન અને એર પેસેન્જરની સંખ્યામાં વધારો થયો છે. UBS ઈન્ડિયા એક્ટિવિટી ઇન્ડીકેટર પ્રમાણે ટોલ કલેક્શન અત્યારે પણ પહેલાના પ્રમાણમાં ઓછું છે.

અમેરિકામાં 67%, સ્પેનમાં 61% મામલા વધ્યા
વિશ્વમાં સૌથી વધુ નવા કેસ બ્રાઝીલમાં મળી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં તેની સંખ્યા 57 હજારથી વધુ રહી. ગત સપ્તાહે અહીં 3.49 લાખ કેસ મળ્યા. અહીં નવા કેસમાં 14 ટકાનો ઘટાડો આવ્યો છે. આ દરમિયાન ઈન્ડોનેશિયામાં 45 ટકા, બ્રિટનમાં 28 ટકા, અમેરિકામાં 67 ટકા, સ્પેનમાં 61 ટકા સુધી કેસ વધ્યા છે.

સાઉથ ઈસ્ટ એશિયા રીજનમાં મૃત્યુના મામલામાં ભારત સૌથી આગળ છે. અહીં 6 હજાર નવા મૃત્યુ નોંધાયા છે. તે પછી ઈન્ડોનેશિયા અને બાંગ્લાદેશ છે.

અન્ય સમાચારો પણ છે...