તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તર પ્રદેશ:જાલૌનમાં પૉલ પર રિપેરિંગ કરતી વખતે અચાનક લાઇટ ચાલુ કરતાં લાઇનમેન ભડથું

3 મહિનો પહેલા

ઉત્તર પ્રદેશના જાલૌનમાં વીજ વિભાગની મોટી બેદરકારીની ઘટના સામે આવી છે. વીજ પૉલ પર લાઇનમેન રિપેરિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક લાઇટ ચાલુ કરી દીધી હતી. આ દરમિયાન લાઇનમેન પૉલ પર જ ભડથું થઈ ગયો હતો. આ પછી પોલીસને જાણ કરાતાં ઘટના સ્થળે પહોંચી વીજ વિભાગ પાસે લાઇન બંધ કરાવી હતી અને મૃતક લાઇનમેનને નીચે ઉતાર્યો હતો. મહત્ત્વનું છે કે, મૃતક અરવિંદ છેલ્લાં 10 વર્ષથી વીજ વિભાગમાં કામ કરતો હતો. વીજ વિભાગ તેના પરિવારને વળતર ચૂકવી સહાયતા કરશે અને આ બેદરકારી અંગે અધિકારી સામે તપાસના આદેશ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...