તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • While Playing In Agra, The Child Put His Head In The Cooker, The Team Of Doctors Kept On For Hours, The Cooker Was Cut From The Glider Machine

કુકરમાં ફસાયું માસૂમનું માથું:આગ્રામાં દોઢ વર્ષના બાળકનું રમતા-રમતા કુકરમાં માથું ફસાઈ ગયું, ડોક્ટરોને કાઢતા 2 કલાક લાગ્યા

આગ્રા19 દિવસ પહેલા

આગ્રાના લોહામંડીના ખાતીપાડામાં દોઢ વર્ષના બાળકે રમતા-રમતા કુકરમાં પોતાનું માથું ફસાવી દીધું હતું. બાળકની બૂમાબૂમ સાંભળતા પરિવારના સભ્યો ભેગા થઈ ગયા અને તાત્કાલિક તેને ડોક્ટર પાસે લઈ ગયા હતાં. બે કલાકની ગાઢ મહેનત પછી ડોક્ટરોની ટીમે કુકરને કટર વડે કાપીને બાળકને બચાવી લીધું હતું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

મા સાથે હસન નાનીના ઘરે આવ્યો હતો
કોસી કલા મથુરાની રહેવાસી સુમ્યાલા તેના પુત્ર હસન રઝા સાથે આગ્રાના લોહામંડી ખાતીપાડા આવી હતી. શુક્રવારે રમતી વખતે હસને પોતાનું માથું કૂકરની અંદર નાખ્યું હતું. જ્યારે તેનું માથું ફસાઈ ગયું, ત્યારે તે ધમપછાડા કરવા લાગ્યો. પહેલા પરિવારે તેમના માથામાં ફસાયેલું કૂકર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને દૂર કરી શક્યા નહીં.

માસૂમની માતા અને તેની નાની સાથે બાળક
માસૂમની માતા અને તેની નાની સાથે બાળક

2 કલાકની મહેનત પછી કુકર કાપી શક્યા
કૂકર બહાર ન આવવા પર પરિવાર બાળકને રાજમંડીની એમએમ ચેરિટેબલ હોસ્પિટલમાં લઈ ગયા હતાં. અહીં ડૉક્ટરો બાળકને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને કૂકર કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કૂકર બહાર આવ્યું નહીં. છેવટે ડૉક્ટરોએ ગ્લાઇડર મશીનમાંથી કૂકર કાપી નાખ્યું. તેમાં 2 કલાકનો સમય લાગ્યો. બાળકની માતાએ કહ્યું કે તે જીવનભર આ ડોકટરોને ભૂલી નહી શકે, તેમણે બાળકને નવું જીવન આપ્યું છે.

ડોક્ટરે કહ્યું- બાળક સતત હલી રહ્યુ હતું, તેથી માથું કાઢતા મુશ્કેલી થઈ
હોસ્પિટલના ડૉ. ફરહત ખાને કહ્યું કે બાળકને લાવ્યા ત્યારે તેનું મોઢું ફસાયેલુ હોવાથી અમે તેને બેભાન ન કરી શક્યા. તે સતત રોતો હતો. ખૂબ જ સતર્કતાથી કામ કરી તેને સુરક્ષિત કાઢ્યો હતો. માથું સૌથી નાજુક જગ્યા હોય છે. તેથી કુકર કાઢતી વખતે ખૂબ જ તકેદારી રાખવી પડી. બાળક હાલ બિલકુલ સ્વસ્થ છે.

અન્ય સમાચારો પણ છે...