તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • While Leveling, A Treasure Was Found In The Ground, And People Were Amazed To Find Gold And Silver Jewelry And Rubies.

તેલંગણા:લેવલિંગ કરતી વખતે જમીનમાંથી ખજાનો મળ્યો, સોના-ચાંદીના દાગીના અને માણેક નીકળતાં લોકો ચકિત

2 મહિનો પહેલા

તેલંગણાના જનગાંન જિલ્લામાં જમીનના લેવલિંગ સમયે ખજાનો મળ્યો છે. આ ઘટના હૈદરાબાદ-વારંગલ હાઈવે સ્થિત પેમ્બરતી ગામની છે. કોઈ બિલ્ડરે અહીં 11 એકર જમીન લીધી હતી. આ જમીનનું લેવલિંગનું કામ ચાલતું હતું ત્યારે બે ફૂટ નીચેથી જ પિતળનું માટલું નીકળ્યું હતું. જેમાં સોના-ચાંદીના દાગીના અને માણેક પણ હતો. આ આભુષણોમાં 200 ગ્રામ જેટલું સોનું અને પોણા બે કિલો જેટલું ચાંદી હતું. જેની સાથેસાથે 6.5 ગ્રામનો માણેક પણ હતો. આ ખજાનો જોઈને મજૂરો અને ગામલોકો ચકિત થઈ ગયા હતા અને ખજાનાની પૂજા કરવા લાગ્યા હતા. અહીં ઉપસ્થિત એક યુવક ખજાનો જોઈ ધૂણવા લાગ્યો હતો. ખજાનો મળ્યા બાદ બિલ્ડર અને તંત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ કલેક્ટર ઓફિસથી એખ ટીમ અહીં પહોંચી હતી અને ખજાનાનો કબજો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...