તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Speech Which Is Called 'Idea Of Pakistan' Was Given By The Author Of Sare Jahan Se Achha Hindustan Hamara ...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજે:એ ભાષણ કે જેને 'આઈડિયા ઓફ પાકિસ્તાન' કહેવાય છે, તેને સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા...લખનારે આપ્યો હતો

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

''હું પંજાબ, નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર, સિંધ અને બલુચિસ્તાનને એક સંયુક્ત રાજ્ય તરીકે જોવા ઈચ્છુ છું. બ્રિટીશ રાજ હેઠળ અથવા તે વગર એક ખુદ-મુખ્તાર નોર્થ-વેસ્ટ ભારતીય મુસ્લિમ રાજ્ય જ મુસ્તબિલ છે. 29 ડિસેમ્બર 1930 રોજ મુસ્લિમ લીગના 25મા અધિવેશનમાં આપવામાં આવેલઆ ભાષણને હવે પાકિસ્તાનમાં "આઈડિયા ઓફ પાકિસ્તાન" નામથી ભણાવવામાં આવે છે. મુસ્લિમો માટે અલગ રાજ્ય અંગે આ ભાષણ શાયર મોહમ્મદ ઈકબાલ ઉર્ફે અલ્લામા ઈકબાલે આપ્યું હતું. જોકે, પાકિસ્તાનમાં લાહોર હાઈકોર્ટના ભૂતપુર્વ મુખ્ય ન્યાયમૂર્તિ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ રહેલા તેમના દિકરા ન્યાયમૂર્તિ જાવેદ ઈકબાલે તેમના આ વિચારોનો વિરોધ કર્યો હતો. ન્યાયમૂર્તિ જાવેદ કહેતા હતા કે વર્ષ 1930માં મુસ્લિમ લીગના અલ્હાબાદ અધિવેશનમાં ઈકબાલે ચોક્કસપણે કહ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ સીમાંત પ્રાંત, સિંધ, પંજાબ અને બલુચિસ્તાનને ભેગા કરી એક વૃહત પ્રદેશ 'બ્રિટીશ ઈન્ડિયા' હેઠળ બનાવવો જોઈએ. મુસ્લિમ બહુમતીવાળુ રાજ્ય બનાવવાના તેમના આ વિચારે જ જાણી જોઈને અથવા અજાણતામાં 'પાકિસ્તાનનું સ્વપ્ન' કહેવામાં આવ્યું.

ન્યાયમૂર્તિ જાવેદ કહેતા હતા કે મારા પિતાએ વર્ષ 1931માં મુસ્લિમો માટે અલગ દેશની માંગનો વિરોધ કરતા અંગ્રેજ પ્રશાસનને એક પત્ર લખ્યો હતો. જે ઓક્ટોબર 1931માં ટાઈમ મેગેઝીનમાં છપાયો હતો. આ પત્રમાં તેમણે કહ્યું હતું કે હું બ્રિટીશ ઈન્ડિયાથી બહાર અલગ મુસ્લિમ રાજ્યની માંગ કરતો ન હતો. હું તો સાંપ્રદાયિક આધાર પર પંજાબના વિભાજનનો વિરોધી છું, જે અંગે કેટલાક લોકો માંગ કરી રહ્યા છે. હકીકતમાં સાઈમન કમીશનના અહેવાલ અને જવાહરલાલ નેહરુએ સમુદાયોની બહુમતી સંખ્યાના આધાર પર રાજ્યોની પુનઃરચનાની વકીલાત કરી છે, હું તે અંતર્ગત મુસ્લિમ બહુમતી પ્રદેશની વાત કરી રહ્યો છું.

અલ્લામા ઈકબાલનો જન્મ 9 નવેમ્બર 1887ના રોજ સિયાલકોટમાં થયો હતો. તેમના પિતા શેખ નૂર મોહમ્મદ દરજીનું કામ કરતા હતા. ઈકબાલે કાયદો, દર્શન, ફારસી અને અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. લાહોરની સરકારી કોલેજમાંથી વર્ષ 1899માં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે આ લોકેજમાં જ દર્શનશાસ્ત્રના લેક્ચરર તરીકે નોકરી કરી. વર્ષ 1904માં ઈકબાલ ''સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા" લખી ચુક્યા હતા અને ખુજ જાણીતા થઈ થયા હતા. ત્યારપછીના અભ્યાસ માટે લંડન જતા રહ્યા. અહીં કેમ્બ્રિજ યુનિવર્સિટીના ટ્રીનિટી કોલેજમાંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું. વર્ષ 1907માં તેઓ મ્યુનિખ જતા રહ્યા અને ત્યાં લુડવિંગ મેક્સમિલિયન યુનિવર્સિટીમાંથી પીએચડી કરી. ત્યારબાદ તેમણે કાયદાના ક્ષેત્રમાં અભ્યાસ કર્યોં.

ત્યાંથી પરત આવ્યા તો સરકારી કોલેજમાં વધુ બે વર્ષ અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ સરકારી નોકરીમાંથી રાજીનામુ આપી પછી વકીલાત કરવા લાગ્યા. વર્ષ 1922માં તેમને નાઈટહુડથી સન્માનિત કરવામાં આવ્યા. વર્ષ 1927માં પંજાબ એસેમ્બલી માટે તેઓ ચૂંટાઈ આવ્યા. વર્ષ 1928-29માં અલીગઢ, હૈદરાબાદ અને મદ્રાસ યુનિવર્સિટીમાં તેણે છ લેક્ચર આપ્યા હતા, જેથી તેમના ધાર્મિક વિચારો અંગે જાણી શકાય છે. ઈકબાલના જે ભાષણને આજે પાકિસ્તાનમાં આઈડિયા ઓફ પાકિસ્તાન તરીકે અભ્યાસ કરાવવામાં આવે છે. તે પાકિસ્તાનને ઈકબાલ પોતે જોઈ શક્યા નહીં. 21 એપ્રિલ,1938ના રોજ તેમનું અવસાન થયુ.

ભારત અને વિશ્વમાં 29 ડિસેમ્બરની મહત્વની ઘટનાઓઃ

2015: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આશરે બે વર્ષ બાદ પશ્ચિમ આફ્રિકી દેશ ગિન્નીને ઈબોલા મુક્ત જાહેર કર્યો. ગિન્નીના એક ગામના 18 વર્ષના યુવકમાં સૌથી પહેલા ઈબોલા સંક્રમણ મળ્યુ હતું.

2004: 26 ડિસેમ્રના રોજ સુનામીની લહેરોને લીધે ઈન્ડોનેશિયામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 60,000 પહોંચી

1984: ઈન્દિરા શોક લહેરમાં કોંગ્રેસને સ્વતંત્ર ભારતમાં સૌથી મોટી જીત મળી. લોકસભાની 404 બેઠકો સાથે પ્રધાનમંત્રી રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. આંધ્ર પ્રદેશમાં પ્રથમ વખત ચૂંટણીમાં તેલુગુ દેશમ પાર્ટી 30 બેઠક જીતી સૌથી મોટી વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી આવી.

1983: સુનીલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો સૌથી શ્રેષ્ઠ સ્કોર 236 રન વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો. ચેન્નઈમાં યોજાયેલી આ મેચ સિરીઝને 6ઠ્ઠી અને અંતિમ મેચ હતી. મેચ ડ્રો રહી, સિરીઝ વેસ્ટ ઈન્ડિઝે 3-0થી જીત્યું. ગાવસ્કર મેન ઓફ ધ મેચ રહી.

1975: બ્રિટનમાં મહિલાઓ અને પુરુષોના સમાન અધિકારોને લગતો કાયદો લાગુ થયો.

1972: કલકત્તા (હવે કોલકાતા)માં મેટ્રો રેલનું કામ શરૂ થશે

1942: હિંદી ફિલ્મોના સુપર સ્ટાર રાજેશ ખન્નાનો જન્મ થયો. તેમણે એક પછી એક 14 સુપરહિટ ફિલ્મો આપી હિન્દી ફિલ્મોના પ્રથમ સુપરસ્ટાર બન્યા.

1917: પ્રસિદ્ધ નિર્માતા-નિર્દેશક રામાનંદ સાગરનો જન્મ થયો હતો.ધારાવાહિક 'રામાયણ'થી દેશના ઘરે-ઘરે જાણિતી થઈ.

1845: અમેરિકી કોંગ્રેસમાં મંજૂરી બાદ ટેક્સાસ અમેરિકાનું 28મું રાજ્ય બન્યું.

1530: મુગલ શાસક બાબરના અવસાન બાદ તેનો દિકરો હૂમાયુ રાજગાદી પર બેઠો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો