તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Whether Or Not The Third Wave Arrives Is In Our Hands, Even The Unexpected Behavior Of The Delta Variant Can Change The Picture Of The Epidemic.

કોરોના પર સરકારની સલાહ:ત્રીજી લહેરનું આવવું કે ન આવવું તે આપણાં હાથમાં, ડેલ્ટા વેરિયન્ટનો અનપેક્ષિત વ્યવહાર પણ મહામારીની તસવીર બદલી શકે છે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ સામે આવ્યા છે

વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કરવામાં આવી ચૂકેલા ડેલ્ટા વેરિયન્ટ અને કોરોનાની ત્રીજી લહેર અંગે સરકારે મંગળવારે કેટલાક મહત્વની વાતો જણાવી છે. કોવિડ ટાસ્ક ફોર્સના ચીફ ડો.વિકે પોલે જણાવ્યુ હતું કે ત્રીજી લહેરનું આવવું કે ન આવવું તે આપણાં હાથમાં છે. તેમાં ઓવરઓલ ડિસિપ્લિન મહત્વ ધરાવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે દેશમાં હાજર ડેલ્ટા વેરિયન્ટનો અનપેક્ષિત વ્યવહાર પણ મહામારીની તસવીર બદલી શકે છે. જાણો, કયા મુદ્દાઓ પર સરકારે છું કહ્યું...

1. ડેલ્ટા વેરિયન્ટ પર વેક્સિનની અસર
ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ દેશના 12 રાજ્યોમાં સામે આવ્યા છે. હજી સુધી એવા કોઈ સાયંટિફિક ડેટા અમારી પાસે ઉપસ્થિત નથી, જેનાથી તે સાબિત થાય છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વેક્સિનની ક્ષમતાને ઘટાડે છે. આ બાબતે હજી વધુ અભ્યાસની જરૂર છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હજી આવ્યો જ છે અને એટલા માટે તેના વિશે વૈજ્ઞાનિક માહિતી પણ હજી શરૂઆતના તબક્કામાં જ છે. વેક્સિન પર તેની અસર અને સંક્રમણ બાબતે યોગ્ય રીતે વધુ અભ્યાસની જરૂર છે.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વિશે હજી વધુ અભ્યાસની જરૂર છે.
ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વિશે હજી વધુ અભ્યાસની જરૂર છે.

2. કોવેક્સિન અને કોવિશીલ્ડ
ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના વૈજ્ઞાનિક પરીક્ષણમાં સામે આવ્યું છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન કોરોના વાયરસ સામે અસરકારક છે. આ વેક્સિન દેશમાં હાજર ડેલ્ટા વેરિઅન્ટ પર પણ અસરકારક છે.

કોવિશીલ્ડ અને કોવેક્સિન ડેલ્ટા વેરિઅન્ટ પર પણ અસરકારક છે.
કોવિશીલ્ડ અને કોવેક્સિન ડેલ્ટા વેરિઅન્ટ પર પણ અસરકારક છે.

3. કોરોનાની ત્રીજી લહેર
ત્રીજી લહેર માટે કોઈ તારીખ નક્કી કરવી યોગ્ય રહેશે નહીં. તે બધાનું શિસ્ત અને મહામારી સામે આપેલા પ્રતિસાદ પર આધારિત છે. શિસ્ત દ્વારા આપણે કોઈપણ અનપેક્ષિત કોરોના આઉટબ્રેકથી દેશને બચાવી શકીએ છીએ. કોઈ લહેરનું આવવું કે ન આવવું તે હવે આપણા હાથમાં છે. કોઈ લહેર કેટલી લાંબી હશે, તે ટેસ્ટિંગ અને કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી, વેક્સિનેશનની ગતિ અને આપણાં વ્યવહાર પર આધારીત છે. કોરોના વાયરસનો અનપેક્ષિત વ્યવહાર પણ મહામારીની તસવીરને બદલી શકે છે.

અન્ય સમાચારો પણ છે...