તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Where There Is No Place To Put One's Feet, People Are Getting Entry After Checking The Temperature

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હીનું સૌથી વ્યસ્ત બજાર:જ્યાં પગ મૂકવાની જગ્યા નથી હોતી, ત્યાં લોકોને ટેમ્પરેચર તપાસ બાદ મળી રહી છે એન્ટ્રી

નવી દિલ્હી5 મહિનો પહેલાલેખક: રાહુલ કોટિયાલ
 • કૉપી લિંક
 • સમગ્ર બજારને પાંચ પોલીસ બેરિકેટ્સની ઘેરાબંધીમાં લઈ લીધું છે, સિવિલ ડિફેન્સના જવાન પણ પોલીસ સાથે તહેનાત છે
 • દિલ્હી પોલીસ લોકોને કોરોના પ્રોટોકોલ ફોલો કરવાની અપીલ કરી રહી છે, નિયમોનું ઉલ્લંઘન કરવા પર ચલણ આપવામાં આવી રહ્યું છે

તહેવારોની સાથે જ દિલ્હીના સરોજિનીનગર માર્કેટમાં ફરી એકવાર રંગત જામી છે. દિલ્હીનાં સૌથી લોકપ્રિય બજારોમાં આ બજારમાં ફરી એકવાર રોનક પરત ફરી રહી છે. લોકડાઉન અને કોરોનાના જાખમને કારણે ઘણા સમય સુધી આ બજાર સૂમસામ રહ્યું. હવે દિવાળીનો તહેવાર વેપારીઓ માટે મોટી આશા લઈને આવ્યો છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વખતે સરોજિનીનગરમાં લોકોની ભીડ ઓછી છે તોપણ એટલી ભીડ તો છે, જે મદનપુર ખાદરથી આવેલી 13 વર્ષની સિમરન પોતાના પરિવારથી વિખૂટી પડીને ભીડમાં ખોવાઈ ગઈ હતી. દિલ્હી પોલીસની મદદથી તે ફરી પોતાના પરિવાર પાસે પહોંચી શકી.

કોરોના બાદ થયેલા ફેરફારની અસર સરોજિની માર્કેટમાં દેખાઈ રહી છે, જે બજારમાં ક્યારેક પગ મૂકવાની જગ્યા રહેતી ન હતી, ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસ સમગ્ર બજારમાં તહેનાત છે. બજારમાં પ્રવેશ મળે એ માટે લાઇનમાં ઊભા રહેલા લોકોનું ટેમ્પરેચર તપાસવામાં આવી રહ્યું છે.

સરોજિની માર્કેટ આમ તો કપડાંની ખરીદી માટે પ્રખ્યાત છે, પણ ઘરવપરાશની વસ્તુઓ પણ સસ્તા ભાવે મળે છે. બજારમાં ખરીદી માટે મહિલાઓની ભીડ પણ જામી છે. બજારમાં ખુલ્લામાં લાગેલા સ્ટોલ પર પણ લોકોની ભારે ભીડ જામી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને આ વખતે બજારમાં લાગતા સ્ટોલની સંખ્યા પણ ઘટાડવામાં આવી હતી.

મહિનાઓથી બંધ રહેલા સરોજિનીનગર માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.
મહિનાઓથી બંધ રહેલા સરોજિનીનગર માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.

એક તરફ દિલ્હીનાં બજારોમાં લોકોની ભારે ભીડ જામી છે તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી લગભગ દરરોજ 6-7 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. નિષ્ણાતો માની રહ્યા છે કે દિવાળી પછી આ સંખ્યા વધુ વધી શકે છે. આને રોકવા માટે બજારમાં કયા પગલાં લેવામાં આવી રહ્યાં છે? આ પ્રશ્નના જવાબમાં સંદીપ મનોચા કહે છે- એસોસિયેશન વતી આખા બજારનું નિયમિત સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે. માસ્ક વિના તેઓ કોઈને પણ દુકાનમાં આવવા દેતા નથી. સ્ક્રિનિંગની સાથે દરેક ગ્રાહક​​​​​​ને​ સેનિટાઈઝ પણ કરી રહ્યા છે.

દિલ્હી પોલીસ લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી રહી છે.
દિલ્હી પોલીસ લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી રહી છે.

દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઘણા નિષ્ણાતો સૂચન આપી રહ્યા છે કે શહેરમાં થોડા દિવસો માટે આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવે. વધુ ભીડભાડવાળાં સ્થળોને બંધ કરવાં જોઈએ. જોકે વેપારીઓ આવી સલાહથી અસંમત છે. સરોજિની માર્કેટ એસોસિયેશનના પ્રમુખ કુલદીપ સિંહ સાહની કહે છે- પાંચ મહિના માટે અમારો ધંધો સંપૂર્ણ રીતે અટકી ગયો હતો અને અમને સરકાર તરફથી કોઈ આર્થિક મદદ મળી નથી. જો આ ફરીથી થાય તો વેપારી તો મરી જ જશે.

દેશનાં ચાર મોટાં શહેરોમાં કોરાના વચ્ચે કેવી રીતે મનાવવામાં આવી રહી છે દિવાળી, વાંચો આ રિપોર્ટ

કોરોનાને કારણે મુંબઈમાં દિવાળીની રોનક ફિક્કી છે. ગત વખત કરતાં ધનતેરસની સવાર સુધી 40% જેટલો ઓછો વેપાર થયો છે. મુંબઈમાં કોરોનાના કેસ 90 ટકા કરતાં વધુ રિકવર થયા હોવા છતાં લોકો ભયભીત છે અને બજારમાં ખરીદી માટે નથી આવતા.

જયપુરમાં પરકોટેનાં બજારોમાં ધનતેરસે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અહીં જ્વેલરી, ઇલેક્ટ્રોનિક્સ, માટીકામની દુકાન પર ખરીદી કરવા માટે લોકોની ભીડ જામી હતી. આ વખતે કોરોના મહામારીએ દીપાવલીનો નજારો બદલી નાખ્યો છે.

ઈન્દોરના સરાફા, એમજી રોડ, બીઆરટીએસ, સપના-સંગીતા રોડ અને નંદાનગર વિસ્તારમાં દિવાળીની ખરીદી માટે ગ્રાહકોનો ધસારો હતો. મહત્ત્વની વાત એ છે કે તહેવાર કરતાં લગ્નસરા માટેની ખરીદી વધુ કરવામાં આવી છે.

ભોપાલમાં દિવાળી પર જૂના શહેરનો ચોક અને નવા બજારમાં રોનક જામી છે. કોરોના સંકટ વચ્ચે બજારમાં મોટી સંખ્યામાં ભીડ જામી છે. શુક્રવારે મોડી રાત સુધી બજારો ખુલ્લાં રહ્યાં હતાં. સોના- ચાંદીમાં સારાએવા વેપારથી વેપારીઓ પણ ખુશ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો