• Gujarati News
  • National
  • Where The Wedding Song Was Sung 4 Months Ago, Mercia Is Now Heard; Learn The Pain Of The Bank Manager's Wife

આ હસતી તસવીરનું સત્ય સાંભળીને રડી પડશો:4 મહિના પહેલાં જ્યાં લગ્નનાં ગીત ગવાયાં ત્યાં હવે મરસિયા સંભળાય છે; જાણો બેંક-મેનેજરની પત્નીનું દર્દ

હનુમાનગઢ15 દિવસ પહેલા
  • JKના કુલગામમાં આતંકીઓએ મૂળ રાજસ્થાનના બેંક-મેનેજર વિજય બેનીવાલની હત્યા કરી હતી
  • વિજયના લગ્ન હજુ 10 ફેબ્રુઆરી, 2022નાં દિવસે જ થયા હતા

એક સપ્તાહ પહેલાં કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ હનુમાનગઢ નિવાસી બેંક-મેનેજર વિજય બેનીવાલને ગોળી મારીને હત્યા કરી દીધી. વિજયના લગ્નને હજુ 4 મહિના પણ થયા નથી. પત્ની મનોજ ભાવશૂન્ય થઈ ગઈ છે. ભાસ્કરે વિજયના ગામ ભગવાન જઈને તેમની સાથે વાતચીત કરી.

ભાસ્કર ટીમ વિજયના ઘરે પહોંચી. એક રૂમ હતો, જેની એક દીવાલ પર દિલ બનાવવામાં આવ્યું હતું. દિલની અંદર બે હાથની છાપ હતી, જે લગ્નની એક વિધિ હોય છે, જેને છાપતાં દુલ્હા-દુલ્હન સાત જન્મો સુધી એકબીજાનો સાથ આપવાનું વચન આપે છે. જેમાં લખ્યું હતું વિજય Weds મનોજ, નીચે તારીખ 10 ફેબ્રુઆરી 2022.... કોઈ પણ આ તસવીર જુવે તો ચહેરા પર એક સ્માઈલ જરૂરથી આવી જાય છે, પરંતુ જ્યારે મેં આ તસવીર જોઈ તો આંખો છલકાઈ ગઈ.

કેમકે મેં માત્ર તે દીવાલ નહીં પણ આખું ઘર જોયું. તે રૂમ જ્યાં લગ્ન પછી વિજય અને મનોજે પૂજા કરી હતી. ઘરની મહિલાઓએ ગીત ગાયા હતા. આજે તે રૂમમાં માત્ર તે મહિલાઓના રડવાનો અવાજ જ સંભળાય છે. દરેક આંખમાં અશ્રુ છે. આ મહિલાઓની વચ્ચે જ બેઠી હતી મનોજ.

ભાવશૂન્ય ચહેરાની સાથે સોજી ગયેલી આંખોથી મનોજ મોબાઈલ પર તે ક્ષણને ફરી જીવવાનો પ્રયાસ કરી રહી હતી, જ્યારે તેનો પતિ વિજય તેમની સાથે હતો.

મોબાઈલ સ્ક્રીન પર બંનેના વરમાળાની ફોટો હતી. સ્ક્રોલ કર્યું તો નીચેના ફોટામાં બંને કાશ્મીરના વાદીઓમાં હતા. એક વીડિયો, જેમાં વિજય મનોજના માથામાં તેલ લગાડવી રહ્યો હતો. મનોજ એક હાથ મોબાઈલ સ્ક્રોલ કરી રહી હતી અને બીજા હાથે પોતાના આંસૂ લુછતી હતી.

જર્નાલિઝમમાં અત્યાર સુધીના કરિયરમાં ક્યારેય કોઈને સવાલ કરવામાં આટલું નથી વિચાર્યું, જેટલી હિંમત મનોજને માત્ર 1 લાઈન કહેવામાં એકઠી કરવી પડી- હું પૂર્ણિમા બોહરા, દૈનિક ભાસ્કરથી, શું હું તમારી સાથે વાત કરી શકું છું? મનોજે ભાવશૂન્ય ચેહરાના સાથે ફક્ત હાંમાં માથું જ હલાવ્યું.

રુંધાયેલા અવાજમાં મનોજે સગાઈથી લઈને લગ્ન અને પછી 2 જૂનના તે દિવસની સમગ્ર વાત જણાવી. વાંચો મનોજના મોઢે....

મનોજના વાળમાં તેલ લગાડતો વિજય. મનોજ આખોદિવસ આવા જ વીડિયો અને ફોટો જોઈને વિજય સાથે પસાર કરેલા દિવસોને યાદ કરી પોતાના જૂનાં દિવસો જીવે છે.
મનોજના વાળમાં તેલ લગાડતો વિજય. મનોજ આખોદિવસ આવા જ વીડિયો અને ફોટો જોઈને વિજય સાથે પસાર કરેલા દિવસોને યાદ કરી પોતાના જૂનાં દિવસો જીવે છે.

ગત વર્ષે જુલાઈમાં થઈ હતી સગાઈ
વિજય ત્રણ વર્ષથી કાશ્મીરમાં પોસ્ટેડ હતો. ગત વર્ષે 11 જુલાઈએ અમારી સગાઈ થઈ હતી. સગાઈ પછી ફોન પર વાતચીતનો સિલસિલો શરૂ થયો. લગભગ દરરોજ વાત થતી હતી. આ વર્ષે 10 ફેબ્રુઆરીએ અમારા લગ્ન થયા. 19 ફેબ્રુઆરીએ વિજય કાશ્મીર પરત ફર્યા. 25 એપ્રિલે મને પણ લઈ ગયા. અમે બંને પાછા ગામડે આવવાનો પ્લાન કરી રહ્યાં હતા. વિજય કહેતા હતા કે મારી નોકરી રાજસ્થાનમાં લાગી જશે તો આપણે ત્યાં શિફ્ટ થઈ જશું.

3 દિવસ પહેલાં જ થયું હતું ટ્રાંસફર
અમે ફક્ત પહલગામ અને વૈષ્ણોદેવી ગયા હતા. વિજયને ફરવાનું ઘણું જ ગમતું હતું. તેઓ ઓફિસથી પાછા આવે તે પછી રોજ બેસીને ફિલ્મ જોતા હતા. પહેલાં કાશ્મીરના કાજીગુંડમાં રહેતા હતા. ત્રણ દિવસ પહેલાં જ કુલગામના મોહનપુરામાં ટ્રાંસફર થયું હતું. બ્રાંચ ઘરથી 37 કિલોમીટર દૂર હતી, તેથી તેઓ નજીકમાં જ ભાડાંનું મકાન લેવા માગતા હતા. પહેલાં અમે જૂનમાં ગામડે આવવાના હતા, પરંતુ મારું REETનું પેપર હતું તેથી વિજયે કહ્યું જુલાઈમાં ગામડે જઈશું.

મનોજ 25 એપ્રિલે જ વિજયની સાથે કાશ્મીર ગઈ હતી. આ દરમિયાન તેઓ પહલગામ અને વૈષ્ણોદેવી પણ ગયા હતા.
મનોજ 25 એપ્રિલે જ વિજયની સાથે કાશ્મીર ગઈ હતી. આ દરમિયાન તેઓ પહલગામ અને વૈષ્ણોદેવી પણ ગયા હતા.

ટાર્ગેટ કિલિંગથી મનમાં ડર પેસી ગયો હતો
જ્યારથી કુલગામમાં ટાર્ગેટ કિલિંગ થવા લાગી મારા મનમાં ડર પેસી ગયો હતો. વિજયને કહ્યું તો તેમને કહ્યું- અહીં કાશ્મીરી હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવે છે. તેઓ એમ પણ કહેતા કે કોઈ આતંકીઓનો શિકાર બનશે- ત્યારે સરકારે ખબર પડી જશે કે અહીં બિન કાશ્મીરી હિન્દુઓ પણ ખતરામાં છે.

વિજયે કહ્યું હતું- ઓફિસથી આવીને રાજસ્થાનની ટિકિટ કરાવી લઈશું
1 જૂનની રાત્રે મન ઘણું બેચેન હતું. ઘણો જ ડર લાગી રહ્યો હતો. આખી રાત સુઈ ન શકી. સવારે વિજય બાઈક લઈને બેંક માટે રવાના થવા લાગ્યા ત્યારે મેં ચાવી ઝુંટવી લીધી. સ્પષ્ટ કહી દીધું- ઓફિસ નહીં જવા દઉં. પછી વિજયે કહ્યું- ચાવી આપી દે, મોડું થઈ રહ્યું છે. ચિંતા ન કર, જલદી પાછો ફરીશ. બેંકથી આવીને રાજસ્થાનની ટિકિટ કરાવી લઈશું. આટલું કહીને તેઓ જતાં રહ્યાં. કાશ... મેં તેમને જવા જ ન દીધાં હોત.

10 ફેબ્રુઆરીએ વિજય અને મનોજના લગ્ન થયા હતા. તે દિવસે જ તેઓએ મહેંદીવાળા હાથ દીવાલ પર છાપ્યા હતા.
10 ફેબ્રુઆરીએ વિજય અને મનોજના લગ્ન થયા હતા. તે દિવસે જ તેઓએ મહેંદીવાળા હાથ દીવાલ પર છાપ્યા હતા.

હનુમાનગઢ આવી ત્યાં સુધી ખબર ન હતી કે વિજય હવે નથી
વિજય બેંક ગયા તેના થોડા સમય પછી તેમના કેટલાંક મિત્રો ઘરે આવ્યા અને મારા હાથમાંથી મોબાઈલ લઈ લીધો. મને કંઈક ખોટું થયું હોવાની આશંકા ગઈ. પૂછ્યું તો મિત્રોએ કંઈજ ન જણાવ્યું. મેં વારંવાર પૂછ્યું તો તેમના મિત્રોએ મને એટલું જ જણાવ્યું કે વિજયના હાથમાં ગોળી લાગી ગઈ છે. ચંડીગઢમાં સારવાર થશે અને મારે રાજસ્થાન જવું પડશે.

હું તેમના મિત્રોની સાથે રાજસ્થાન જવા રવાના થઈ ગઈ. આખા રસ્તમાં ગભરાટ જ હતી, તેમના મિત્રોએ પણ કંઈજ ન કહ્યું. હનુમાનગઢ પહોંચી તો પરિવારવાળાઓએ પણ કોઈ સવાલનો જવાબ ન આપ્યો. ઘરની બહાર એક ગાડી આવીને ઊભી રહી, જેમાં વિજયનો મૃતદેહ હતો. ત્યારે ખબર પડી કે 2 જૂને બેંકમાં ઘૂસીને આતંકવાતીઓએ તેમને ગોળી મારી દીધી હતી.

વિજય ત્રણ વર્ષથી કાશ્મીરમાં પોસ્ટેડ હતી. ગત વર્ષે 11 જુલાઈએ સગાઈ અને આ વર્ષે 10મી ફેબ્રુઆરીએ લગ્ન થયા હતા.
વિજય ત્રણ વર્ષથી કાશ્મીરમાં પોસ્ટેડ હતી. ગત વર્ષે 11 જુલાઈએ સગાઈ અને આ વર્ષે 10મી ફેબ્રુઆરીએ લગ્ન થયા હતા.

કહ્યું- સાસુ-સસરા સાથે જ રહીશ
મનોજ કુમારીનું પિયર હનુમાનગઢના પક્કા સારનામાં છે. પિતા જગદીશને ઢાકાની પેસ્ટિસાઈડની દુકાન છે. એક નાનો ભાઈ છે, જે ભણી રહ્યો છે. મનોજે કહ્યું- હું આ ઘરમાં જ મારા સાસુ-સસરા સાથે રહીશ. વિજય નથી, પરંતુ તેમની યાદો આજે પણ આ ઘરના ખૂણે ખૂણે છે.

આખા ગામમાં સન્નાટો છે
7 દિવસ પછી પણ ભગવાન ગામના લોકો ગમગીન છે. આખા ગામમાં સન્નાટો પથરાયેલો છે. વિજયના ઘરની બહાર પરિવારના લોકો અને સંબંધીઓ બેઠાં હતા. કહ્યું- વિજયે કોઈનું શું બગાડ્યું હતું, કે તેને ગોળી મારી દીધી? શું થશે તેની પત્નીનું, પરિવારનું?