સૈનિકો સાથે દિવાળીની પરંપરા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014થી અત્યાર સુધી દિવાળીની ક્યા ક્યા ઉજવણી કરી તે જાણો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સૈનિકો સાથે દિવાળી ઉજવવાની પરંપરા ધરાવે છે

સામાન્ય રીતે સૌ કોઈ તહેવારો પોતાના પરિવાર સાથે ઉજવવાનો આગ્રહ રાખે છે. પણ ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ વડાપ્રધાન તરીકેની પોતાની રાજકીય યાત્રા દરમિયાન તેઓ દેશના એવા પ્રથમ મુખ્યમંત્રી તરીકે અને વડાપ્રધાન તરીકે પ્રથમ વ્યક્તિ છે કે જેઓ દિવાળી સેનાના જવાનો સાથે ઉજવતા આવ્યા છે.

લોકશાહીથી ચૂંટાઈ આવેલી સરકારના વડા તરીકેની રાજકીય યાત્રામાં આ એક બેમિશાલ સિદ્ધી કહો કે કટિબદ્ધતા પણ તેઓ હંમેશા જાહેર પ્રતિબદ્ધતાને જ પોતાના પરિવાર તરીકે માનતા આવ્યા છે. આ વખતે PM મોદીએ દિવાળી જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં જવાનો સાથે ઉજવણી કરી છે.

PM મોદીએ વર્ષ 2014માં સિયાચિનમાં દિવાળીની ઉજવણી કરેલી
વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ દિવાળી હતી. તેમણે સિયાચિનમાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવવાનો નિર્ણય કર્યો હતો અને દિવાળી નિમિતે સિયાચિન પહોંચી ગયેલા. PM મોદીના આ નિર્ણયથી સૌને ભારે આશ્ચર્ય થયું હતું. તેમણે જવાનોની મુલાકાત લીધી હતી અને મિઠાઈઓ વહેચી હતી.

વર્ષ 2015માં પંજાબમાં દિવાળી ઉજવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં દિવાળીની ઉજવણી પંજાબમાં ભારતીય સેનાના જવાનો વચ્ચે કરવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે PM મોદીએ કહેલું કે હું અહીં તમારી સાથે દિવાળી નિમિતે આવ્યો છું. આ પ્રસંગે હું ઘણો ખુશ છું. આ પ્રસંગે PM મોદીએ ડોગરાઈ યુદ્ધ સ્મારક ખાતે પુષ્પમાળા અર્પણ કર્યાં હતા. ​​​​​​​​​​​​​​

વર્ષ 2016માં દિવાળી હિમાચલમાં ઉજવી
વર્ષ 2014માં સિયાચિનમાં અને વર્ષ 2015માં દિવાળી પંજાબમાં ઉજવ્યા બાદ PM મોદી વર્ષ 2016માં દિવાળી ઉજવવા માટે હિમાચલ પ્રદેશની પસંદગી કરેલી. તેમણે હિમાચલના કિન્નૌર જિલ્લામાં તિબ્બત સીમા પોલીસ (ITBP), ભારતીય સેના અને ડોગરા સ્કાઉટ્સના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરેલી. તેમણે ચીનની સરહદ નજીક હિમાચલ પ્રદેશના ચાંગો ગામ પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાં સ્થાનિક લોકો અને જવાનો વચ્ચે મિઠાઈ વહેચી અભિનંદન પાઠવ્યા હતા. ​​​​​​​

વર્ષ 2017માં PMએ જમ્મુ-કાશ્મીરમાં દિવાળી સેલિબ્રેટ કરી
વડાપ્રધાને વર્ષ 2017માં પણ જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ વખતે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં BSF અને સેનાના જવાનો સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધી રીતે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે આતંકવાદને ઉછેરશો તો તેનું પરિણામ સારું નહીં રહે. ​​​​​​​

વર્ષ 2018માં દિવાળી ઉત્તરાખંડમાં ઉજવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં પણ જવાનો સાથે દિવાળી ઉજવવા પોતાની પેટર્નને જાળવી રાખી અને ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સેના તથા ITBPના જવાનો વચ્ચે દિવાળી ઉજવી હતી. PMએ ઉત્તરકાશીના હરસિલ ગામમાં સેના અને ITBPના જવાનો સાથે ઉજવણી કરી હતી. અહીં તેઓ ઉત્તરાખંડમાં કેદારનાથ પહોંચ્યા હતા. વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું હતું કે રાષ્ટ્ર સેવા માટે જવાનોનો આભાર.

જમ્મુ-કાશ્મીરમાં ઉજવણી

વર્ષ 2019માં પણ PM મોદીએ સૈનિકો સાથે જ દિવાળીની ઉજવણી કરવાની જાહેરાત કરી ભારે આશ્ચર્ય સર્જ્યું હતું. તે સમયે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ વખત તેઓ રાજૌરી પહોંચ્યા હતા. અહીં તેમની સાથે બિપિન રાવત પણ હતા. ​​​​​​​

વર્ષ 2020માં દિવાળી જૈસલમેરમાં ઉજવી
વર્ષ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના રણ વિસ્તારમાં જૈસલમેરના લોંગેવાલા પોસ્ટ પર જવાનો સાથે દિવાળીની ઉજણી કરેલી. તે સમયે પણ PMએ મિઠાઈઓ શેર કરેલી. આ સાથે તેમણે પોસ્ટ પર અને ત્યારબાદ જૈસલમેર એરબેઝ પર પ્રધાનમંત્રી મોદીએ દેશના બહાદુર જવાનોને સંબંધિત કર્યાં હતા.