તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મશાલા:તમારા માસ્ક ક્યાં છે? ડંડો લઈને માસૂમ રોડ પર ઉભો રહ્યો, પર્યટકોનો ક્લાસ લીધો

20 દિવસ પહેલા

સોશિયલ મીડિયા પર હિમાચલ પ્રદેશના ધર્મશાળાનો વીડિયો વાઇરલ થયો છે. કોરોનાકાળમાં છૂટછાટ મળતાં અહીં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા છે. બેદરકાર પ્રવાસીઓ માસ્ક પણ પહેરતાં નથી અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવતાં નથી. આ જ કારણે એક બાળક પ્રવાસીઓના ક્લાસ લઈ રહ્યો છે. ગરીબ પરિવારનો એક બાળક હાથમાં પ્લાસ્ટિકની સ્ટિક લઈને ઉભો રહી ગયો છે, અને એક એક પર્યટકને ટકોર કરી રહ્યો છે. આ બાળક દરેક લોકોને પૂછી રહ્યો છે કે, તમારા માસ્ક ક્યાં છે? કેટલાક લોકો આ બાળકને વ્હાલ કરતાં જાય છે તો કેટલાક લોકો મોં બગાડતાં જાય છે.

અન્ય સમાચારો પણ છે...