• Gujarati News
  • National
  • Where Is Modi Trapped In The Midst Of Farmers' Protests, How The Seats Of Ferozepur Rally Were Left Empty

PHOTOSમાં જુઓ PMની પંજાબ યાત્રા:ખેડૂતોના વિરોધ વચ્ચે કયાં ફસાયા મોદી, કઈ રીતે ખાલી રહી ગઈ ફિરોઝપુર રેલીની ખુરસીઓ અને પછી થઈ બબાલ

ફિરોઝપુર/જલંધર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાનમાં રાખીને 5 જાન્યુઆરીએ ફિરોઝપુરમાં વડાપ્રધાન મોદીની રેલી યોજાવવાની હતી, જેને છેલ્લી ઘડીએ રદ કરી દેવાઈ હતી. આ રેલીને લઈને બબાલ પણ જોવા મળી હતી. જ્યારે રેલી રદ કરવાનું કારણ કોરોનાના વધતા કેસ જણાવવામાં આવ્યો છે, પરંતુ સત્ય એ છે કે ખેડૂતોએ આ રેલીનો વિરોધ કર્યો હતો.

PM મોદીની રેલીમાં ભાગ લેવા જઈ રહેલા ભાજપના કાર્યકર્તાઓના કાફલાને ખેડૂતોએ રોક્યો, તેની સાથે માથાકૂટ પણ કરી. પોલીસે મધ્યસ્થી કરી તો બંને પક્ષો ન માનતા અંતે લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જમાં ભાજપના અનેક લોકોના માથા ફુટ્યા હતા. મોદીની પંજાબ મુલાકાત અને બબાલ પરની સંપૂર્ણ વાત જુઓ ફોટોઝમાં....

વડાપ્રધાન મોદીની રેલી પહેલાં તેમના રુટ પર અનેક જગ્યાએ ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો. આ કિસાન તે હાઈવેની નજીક હતા જ્યાં મોદીનો કાફલો ફસાયો હતો.

હુસૈનવાલાથી 30 કિલોમીટર પહેલા એક હાઈવે પર પ્રદર્શનકારીઓએ રોડ બ્લોક કરી રાખ્યો હતો. PM મોદી અહીં 15-20 મિનિટ સુધી ફસાયેલા રહ્યાં અને તેમની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી.

મોદી હુસૈનીવાલામાં શહીદ સ્મારક જવાના હતા. જેની 30 કિલોમીટર પહેલા જ હાઈવે પર મોદીનો કાફલો રોકવો પડ્યો. મોદી અહીં લગભગ 15-20 મિનિટ સુધી ફસાયેલા રહ્યાં.

વાંચોઃ હાઈવે પર જ્યાં કાફલો રોકાયો, ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર માત્ર 30 કિલોમીટર દૂર, આ એરિયામાં થયા છે અનેક બ્લાસ્ટ

પંજાબના ફિરોઝપુરમાં જ્યાં PM મોદીનો કાર્યક્રમ યોજાવવાનો હતો, આ વિસ્તાર પાકિસ્તાન બોર્ડરથી નજીકનો છે, જ્યાં ભાજપ મજબૂત છે. અહીંથી ભાજપને 2-3 સીટ મળે છે.

જે દરમિયાન મોદી હાઈવે પર ફસાયેલા હતા, તે દરમિયાન ફિરોઝપુરમાં થનારી રેલીમાં તેમની રાહ જોવાઈ રહી હતી. જો કે ખરાબ વાતાવરણને કારણે અહીં લોકોની સંખ્યા ઘણી જ ઓછી હતી.

વડાપ્રધાનની રેલી રદ થયા બાદ ભાજપના કાર્યકર્તાઓ અને ખેડૂત વચ્ચે અથડામણ પણ થઈ હતી. ભાજપના કાર્યકર્તાઓએ પોલીસ પર પણ કિસાનનો સાથ આપવાનો આરોપ લગાવ્યો.

ભાજપના કાર્યકર્તાઓએ કાફલો રોકવામાં આવ્યો તેનો વિરોધ કર્યો અને પોલીસે આ વાતની ફરિયાદ કરી. પોલીસે પણ કાફલો આગળ જવા દીધો ન હતો.

ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો કે આ વિરોધ કિસાન નહોતા કરી રહ્યાં પરંતુ સરકારે પોતાના એજન્ટ પાસે કરાવ્યો અને આ એજન્ટોને રાજ્યની પોલીસ પણ પૂરો સાથ આપી રહી હતી.

વાંચોઃ વડાપ્રધાનના કાફલાની જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ સંભાળે છે, PMનો રુટ 7 કલાક પહેલાં જ નક્કી થાય છે