પેટાચૂંટણીનાં પરિણામે બધાને ચોંકાવ્યા:બંગાળની ચારેય સીટ પર TMCનો કબજો, પરિણામથી હિમાચલ અને કર્ણાટકના CMની મુશ્કેલી વધી

કોલકાતા24 દિવસ પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • બંગાળના દિનહાતામાં કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રામાણિકે જ કેમ્પનની કમાન સંભાળી હતી

તાજેતરમાં આવેલા પેટા ચૂંટણીના પરિણામે તમામને ચોંકાવ્યા છે. બંગાળની ચારેય સીટ પર TMCનો કબજો છે. જોકે નોંધવા જેવી વાત એ છે કે પરિણામે બીજેપીના બંને મુખ્યમંત્રીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. તેમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને કર્ણાટકના સીએમ બસવારાજ બોમઈ સામેલ છે.

દિનહાતા, શાંતિપુર, ખરદાહ, ગોસાબા સીટ પર બીજેપી હારી
પશ્ચિમ બંગાળની ચાર વિધાનસભા સીટ દિનહાતા, શાંતિપુર, ખરદાહ અને ગોસાબામાં થયેલી પેટાચૂંટણીમાં મમતા બેનર્જીની આગળ BJPની હાર થઈ છે. દિનહાતા અને શાંતિપુર એ સીટ છે, જ્યાં 6 મહિના પહેલાં વિધાનસભા ચૂંટણીમાં BJPએ જીત નોંધાવી હતી. જોકે આ વખતે આ સીટો પર TMC ઔતિહાસિક અંતરથી જીતી છે. દિનહાતામાં કેન્દ્રીય રાજયમંત્રી નિશીથ પ્રામાણિકે પોતે જ કેમ્પેનની કમાન સંભાળી હતી. અહીંથી TMC 1.64 લાખ વોટથી જીતી હતી. આ રીતે ગોસાબા સીટ પર TMCની જીતનું માર્જિન 1.43 લાખ રહ્યું. ખરદાહમાં 93 હજાર અને શાંતિપુરમાં 64 હજારથી વધુ વોટથી TMC જીતી હતી.

બંગાળમાં તૃણમૂલને મતદાતાઓનું જોરદાર સમર્થન
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને રાજ્યમાં થયેલી પેટાચૂંટણીમાં મતદાતાઓનું જોરદાર સમર્થન મળ્યું. તેણે રાજ્યની તમામ ચાર વિધાનસભા સીટ પર જીત પ્રાપ્ત કરી, જેમાં એ બે સીટ પણ સામેલ છે, જેને ભાજપ પાસેથી છીનવવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસને 75.02 ટકા વોટ મળ્યા. દેશનાં 13 રાજ્યમાં થયેલી પેટાચૂંટણીનાં પરિણામ ભાજપની સાથે-સાથે કોંગ્રેસ માટે મિશ્ર રહ્યા. કોંગ્રેસે રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં વધારો પ્રાપ્ત કર્યો અને ભાજપ પાસેથી સીટો છીનવી લીધી. જોકે આસામ, મધ્યપ્રદેશ અને મેઘાલયને નુકસાન થયું.

કલાબેન ડેલકરે દાદરા અને નગર-હવેલીમાં થયેલી પેટાચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી
અંતિમ પરિણામના જણાવ્યા અનુસાર, ભાજપને સાત વિધાનસભા સીટ પર જીત મળી, જ્યારે તેના સહયોગી જદયુને બે(બિહારમાં), યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ- બે (અસમમાં), એમએનએફ-એક(મિઝોરમમાં) અને એનપીપી- બે(મેઘાલયમાં) સીટ મળી. એનપીપીની સહયોગી યુડીપીને એક સીટ મળી. કોંગ્રેસને આઠ સીટ, ટીએમસીને ચાર, વાયએસઆરસીને એક અને ઈનલોએ એક સીટ જીતી. લોકસભાની એક-એક સીટ કોંગ્રેસ, શિવસેના અને ભાજપે જીતી. કોંગ્રેસ ઉમેદવાર અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહે મંડી લોકસભા સીટ પર જીત પ્રાપ્ત કરી. સિંહનું ગત જુલાઈમાં નિધન થઈ ગયું હતું. પૂર્વ અપક્ષ સાંસદ મોહન ડેલકરની પત્ની અને શિવસેના ઉમેદવાર કલાબેન ડેલકરે દાદરા અને નગર-હવેલી લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી છે. મોહન ડેલકરનું પણ નિધન થઈ ગયું હતું.

ભાજપે મધ્યપ્રદેશની ખંડવા લોકસભા સીટ જાળવી
આ રીતે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, બિહારમાં જદયુ અને આંધ્રપ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા સ્વર્ગસ્થ ધારાસભ્યના પરિવારના સભ્યોએ પણ જીત પ્રાપ્ત કરી. સત્તારૂઢ ભાજપે મધ્યપ્રદેશમાં ખંડવા લોકસભા સીટને જાળવી રાખી અને કોંગ્રેસ પાસેથી જોબટ અને પૃથ્વીપુર વિધાનસભા સીટને છીનવી લીધી. રાયગાંવ સીટ ગુમાવી હતી. ભાજપે આસામમાં પણ પોતાની સ્થિતિ મજબૂત કરી છે, કારણ કે એના ગઠબંધને તમામ પાંચ વિધાનસભા સીટ પર જીત પ્રાપ્ત કરી છે. એમાંથી ભાજપને ત્રણ સીટ મળી, જ્યારે તેના સહયોગી યુપીપીએલને બે સીટો પ્રાપ્ત કરી. તેણે તેલંગાણામાં એક સીટ પ્રાપ્ત કરી. જ્યારે ભાજપના સહયોગી જદયુએ બિહારમાં બે સીટ યથાવત્ રાખી. પૂર્વ રાષ્ટ્રીય ફૂટબોલર ઈ.લિગદોહે મેઘાલયના માવફલાંગ ક્ષેત્રમાંથી જીત્યા.

આસામ
ભાજપના ફણીધર તાલુકાદારે ભવાનીપુર સીટમાંથી, રૂપજ્યોતિ કુર્મીએ મરિયાની સીટથી અને સુશાંત બરગોહાઈએ થોવરા સીટમાંથી જીત નોંધાવી. ગોસાઈગાંવ અને તામુલપુરમાં ભાજપની સહયોગી યુપીપીએલએ જીત નોંધાવી.

આંધ્રપ્રદેશ
સ્વર્ગસ્થ ધારાસભ્ય વેંકટ સુબ્બૈયાની પત્ની અને સત્તારૂઢ વાયએસઆર કોંગ્રેસની દસારી સુધાએ પાર્ટી માટે બડવેલ(સુ) વિધાનસભા સીટ યથાવત્ રાખી. તેમણે ભાજપના કેપી સુરેશને 90,000 મતોથી હરાવ્યા.

બિહાર
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જદયુએ તારાપુર અને કુશેશ્વર સ્થાન, બંને વિધાનસભા સીટ પર પોતાનો કબજો યથાવત્ રાખ્યો.

હરિયાણા
ઈનેલો નેતા અભય સિંહે ચૌટાલાએ ભાજપના ગોબિંદ કાંડાને 6700થી વધુ મતોના અંતરે હરાવ્યા.

હિમાચલપ્રદેશ
વિપક્ષી કોંગ્રેસે ફતેહપુર અને અર્કી વિધાનસભા સીટને યથાવત્ રાખી અને જ્યારે જુબ્બલ-કોટખાઈ સીટ ભાજપ પાસેથી છીનવી લીધી. મંડી લોકસભા સીટ પર પ્રતિભા સિંહને 3,69,565 વોટ મળ્યા, જ્યારે તેમના નજીકના હરીફ અને ભાજપના ઉમેદવાર કૌશલ ઠાકુરને 362075 વોટ મળ્યા. સત્તારૂઢ ભાજપના ઉમેદવાર જુબ્બલ-કોટખાઈએ પોતાની ડિપોઝિટ ગુમાવી. ભાજપના એક બળવાખોરે જીત નોંધાવી, જેના પિતા પહેલેથી ધારાસભ્ય હતા.

કર્ણાટક
ભાજપે સિંડગી વિધાનસભા સીટ જદ(એસ) પાસેથી છીનવી લીધી. જોકે હંગલ સીટ પર કોંગ્રેસ વિજેતા બની હતી.

મધ્યપ્રદેશ
ભાજપે કોંગ્રેસ પાસેથી બે વિધાનસભા સીટ- પૃથ્વીપુર 15687 મતોના અંતરથી અને જોબાટને 6104 મતોના અંતરથી જીતી લીધી. જોકે રાયગાંવ(સુ) સીટ વિપક્ષી દળોએ ગુમાવી દીધી. ખંડવા લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર જ્ઞાનેશ્વર પાટીલે કોંગ્રેસના રાજનારાયણ સિંહ પૂર્ણીને હરાવ્યા.

મહારાષ્ટ્ર
કોંગ્રેસે દેગલુર(સુ) વિધાનસભા સીટ યથાવત્ રાખી અને તેના ઉમેદવાર જિતેશ રાવસાહેબે અંતાપુરકરે પોતાના હરીફ ભાજપના સુભાષ પિરાજીરાવ સબને 41917 મતોથી હરાવ્યા.

મેઘાલય
એનપીપીના નેતૃત્વવાળું મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ વધુ મજબૂત થયું, કારણ કે તેણે 3 વિધાનસભા સીટ જીતી લીધી. મુખ્ય ચૂંટણી અધિકારી એફઆર ખાર્કોગોરે કહ્યું હતું કે નેશનલ પીપલ્સ પાર્ટીએ કોંગ્રેસ પાસેથી રાજાબાલા અને માવરિંગનેંગ સીટ છીનવી લીધી. જ્યારે એમડીએ સરકારમાં સહયોગી યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીએ માવફલાંગમાં જીત પ્રાપ્ત કરી.

મિઝોરમ
સતારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટે મિઝોરમની તુઈરિયાલ વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણી પડેલા કુલ 14953 મતોમાંથી 39.96 ટકા પ્રાપ્ત કરીને જીત મેળવી.

રાજસ્થાન
રાજસ્થાનમાં સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીએ ભાજપ પાસેથી ધારિયાવાડ(સુ) સીટ છીનવી લીધી. વલ્લભનગર વિધાનસભા સીટ યથાવત્ રાખી.

અન્ય સમાચારો પણ છે...