તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • When Will The Vaccine Mission, Which Started After Infertility, Finally End? Why The Break In Vaccination Only When The Cases Of Corona Have Increased In The Country?

વેક્સિનની વાટ:કમૂર્હતા બાદ શરૂ થયેલું વેક્સિન મિશન આખરે ક્યારે પુરું થશે? કોરોનાના કેસ વધ્યા ત્યારે જ વેક્સિનેશન પર કેમ બ્રેક લાગી?

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેક્સિનની શરૂઆત થઈ ત્યારથી 27 એપ્રિલ સુધી સરેરાશ 25 લાખ ડોઝ અપાતા હતા પરંતુ તે બાદ તેમાં ઘટાડો નોંધાયો છે.
 • 1લી મે પછીથી વેક્સિન આપવાના આંકડા 20 લાખથી ઘટી ગયા છે. જ્યારે કે 1લી મેથી તો 18+ માટે વેક્સિન અભિયાનનો પ્રારંભ થયો છે.

કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરી રહેલાં ભારત માટે આશાનું કિરણ હવે ફક્ત વેક્સિનેશન અભિયાન જ છે. કેન્દ્ર સરકારે 18 વર્ષ કે તેથી વધુ જેની ઉંમર હોય તે તમામ લોકોને વેક્સનિ લેવાની મંજૂરી આપી દિધી છે. પરંતુ હાલની સ્થિતિમાં મોટા ભાગના લોકોને વેક્સિન આપવી મુશ્કેલ થઈ રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ 20 એપ્રિલે જાહેરાત કરી કે 1લી મેથી 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવામં આવશે. કાળરૂપી કોરોનાના બીજી લહેરનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે PMની આ જાહેરાત રાહત ભરી હતી. પરંતુ 1લી મે આવતા સુધીમાં તે સ્પષ્ટ થઈ ગયું કે વેક્સિન અભિયાનની જે પ્રકારે જાહેરાત થઈ તેટલી, ગંભીરતાથી તેની તૈયારી કરવામાં આવી નથી. કારણ કે અનેક રાજ્ય સરકાર જેમાં ભાજપ શાસિત સરકાર પણ સામેલ છે તેઓ પહેલાં જ કહી ચુક્યા હતા કે તેમની પાસે 18 વર્ષથી ઉપરના લોકોને લગાવવા માટે પર્યાપ્ત વેક્સિન નથી.

અત્યાર સુધીમાં કેટલા લોકોને વેક્સિન આપવામાં આવી?
ભારતમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને અત્યાર સુધીમાં લગભગ 16 કરોડ ડોઝ લગાડવામં આવ્યા છે. જેમાં 94 લાખ હેલ્થકેર અને 1 કરોડ જેટલાં ફ્રંટલાઈન વર્કર્સને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. તો 63 લાખ હેલ્થકેર અને 74 લાખ જેટલાં ફ્રંટલાઈન વર્કર્સને બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના 5 કરોડ લોકોને પહેલો અને 1 કરોડ જેટલા લોકોને બીજો ડોઝ આપી દેવાયો છે. 45થી 60 વર્ષના 5 કરોડથી વધુ લોકોને પહેલો ડોઝ જ્યારે ફક્ત 48 લાખ લોકોને બીજો ડોઝ આપ્યો છે. તો 1લી મેથી 18 વર્ષથી વધુના લોકોને વેક્સિન અભિયાનમાં જોડવામાં આવ્યા છે, ત્યારે 5 મે સુધીમાં 18થી 44 વર્ષના 9 લાખથી વધુ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.

ભારતમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન પ્રોગ્રામનો પ્રારંભ થયો છે.
ભારતમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન પ્રોગ્રામનો પ્રારંભ થયો છે.

દેશવ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કમૂર્હતા બાદ થયો
કોરોના સામે રક્ષણ વેક્સિન જ આપી શકે છે, ત્યારે આપણાં દેશમાં વેક્સિન મિશનની શરૂઆત 16 જાન્યુઆરીથી શરૂ કરાઈ હતી. જ્યારે ફ્રંટલાઈન વર્કર્સ માટે વેક્સિનેશન 2 ફેબ્રુઆરીથી શરૂ કરાઈ. કોરોના વેક્સિનનો આગામી તબક્કો 1લી માર્ચથી શરૂ થયો હતો, જેમા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની સાથે 45 વર્ષથી વધુની ઉંમરના કે જેમને ગંભીર બીમારી છે તેમના માટે વેક્સિનેશનનો પ્રારંભ થયો. તો 1લી એપ્રિલથી 45+ની દરેક વ્યક્તિ માટે વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો. જ્યારે 1લી મેથી 18થી 44 વર્ષના લોકો માટે વેક્સિનેશન અભિયાની શરૂઆત થઈ છે.

કેટલી વેક્સિનની જરૂરિયાત?
ભારતમાં કોરોનાના કહેર વચ્ચે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોની વસ્તીને છોડીને કુલ 106 કરોડ લોકો છે જેમને વેક્સિન આપવાની છે. જો આગામી એક વર્ષમાં 106 કરોડ લોકોને વેક્સિન લગાડવાનું લક્ષ્ય રાખવામાં આવે તો ભારતમાં દરરોજ લગભગ 54 લાખ વેક્સિન લગાડવી જરૂરી છે.

હાલની સ્થિતિમાં ભારતમાં દરરોજ સરેરાશ 20થી 25 લાખ વેક્સિન જ લગાડવામાં આવી છે. તેમાં પણ શનિ-રવિવારે આ સંખ્યા વધુ ઘટી જાય છે. વીકેન્ડમાં વેક્સિન લગાડવાની સંખ્યા દરરોજ લગાડવામાં આવતી સંખ્યા કરતા અડધી થઈ છે એટલે કે શનિ-રવિમાં લગભગ 12 લાખ લોકોને જ વેક્સિન આપવામાં આવે છે.

દર મહિને 12 કરોડ લોકોને વેક્સિન ત્યારે એક વર્ષમાં 70% વસ્તીને લાગશે વેક્સિન
જો આપણે એમ માનીને ચાલીએ કે 70 ટકા વસ્તીને વેક્સિન લગાડવાથી હર્ડ ઈમ્યુનિટી આવી જશે તો 106 કરોડની વસ્તીની દ્રષ્ટીએ ઓછામં ઓછા 75 કરોડ લોકોને એક વર્ષમાં વેક્સિનના બંને ડોઝ આપવા જરૂરી છે. ત્યારે આ માટે વેક્સિનેશનની ગતિમાં ઝડપ લાવી દરરોજ ઓછામાં ઓછા 40 લાખ લોકોને વેક્સિન આપવી જરૂરી છે. આ હિસાબથી દર મહિને 12 કરોડ લોકોને વેક્સિન લગાડવી જ પડશે.

1લી મેથી ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો માટે વેક્સિનનો પ્રારંભ થયો છે.
1લી મેથી ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો માટે વેક્સિનનો પ્રારંભ થયો છે.

દેશમાં વેક્સિનેશનની ગતિ

ભારતમાં વેક્સિન આપવાની ગતિ ઘણી જ ધીમી પડી છે. શરૂઆતમાં વેક્સિનેશન અભિયાન જે ઝડપથી ચાલતુ હતું તેમાં ઓટ આવી છે. છેલ્લાં કેટલાંક દિવસના આંકડા જોઈએ તો આ ઘટાડો સ્પષ્ટ દેખાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દરરોજ કોરોનાના વેક્સિનેેશનના આંકડા જાહેર કરે છે.

 • 5 મેનાં રોજ ભારતમાં 19,55,733 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા જેમાં પહેલો અને બીજો ડોઝ સામેલ છે.
 • 4 મેનાં રોજ 14,84,989 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા જેમાં બંને ડોઝ સામેલ છે.
 • 3 મેનાં દિવસે 17,08,30 લોકોને વેક્સિનન અપાઈ.
 • 1 મેનાં રોજ 18,26,219 લોકોને વેક્સિન અપાઈ.
 • વેક્સિનેશન અભિયાનના 105માં દિવસે એટલે કે 30 એપ્રિલે 27,44,485 વેક્સિન ડોઝ આપવામાં આવ્યા. જેમાં બને ડોઝ સામેલ છે.
 • 29 એપ્રિલે 22,24,548 વેક્સિન ડોઝ અપાયા.
 • 28 એપ્રિલે 21,93,281 વેક્સિન ડોઝ અપાયા.
 • 27 એપ્રિલનાં રોજ 25,56,182 વેક્સિન ડોઝ આપવામાં આવ્યા.
 • 22 એપ્રિલે 31,47,782 વેક્સિન ડોઝ અપાયા.
 • તો 14 એપ્રિલે વેક્સિન અભિયાનના 89માં દિવસે 33,,13,848 લોકોને વેક્સિનના ડોઝ અપાયા.

આ આંકડાથી સ્પષ્ટ થાય છે 27 એપ્રિલ સુધી 25 લાખ ડોઝ અપતા હતા પરંતુ તે બાદ તેમાં ઘટાડો નોંધાયો છે. સ્થિતિ એ છે કે 1લી મે પછીથી વેક્સિન આપવાના આંકડા 20 લાખથી ઘટી ગયા છે. જ્યારે કે 1લી મેથી તો 18+ માટે વેક્સિન અભિયાનનો પ્રારંભ થયો છે. ત્યારે તેમાં વધારો થવાને બદલે તેનાથી ઊલટું ઘટાડો નોંધાયો છે.

વેક્સનિનશનમાં ઘટાડો થયો તેના આ કારણો હોય શકે છે

 • વેક્સિનની ઉણપઃ કેટલાંક રાજ્યોમાં જેમકે મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ એવું કહિને વેક્સિનેશન બંધ કરાવ્યું કે, વેક્સિનનો સ્ટોક જ ઉપલ્બધ નથી. જો કે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે તમામ રાજ્યોને વેક્સિનેશન માટે પૂરતાં પ્રમાણમાં વેક્સિન આપવમાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર હવે 18 પ્લસના લોકોને વેક્સિન આપવા માટે વેક્સિન કંપની પાસેથી ડાયરેક્ટ જ વેક્સિન ખરીદી શકે છે. જ્યારે અન્ય આયુ વર્ગ માટે કેન્દ્ર વેક્સિનનો સ્ટોક આપતો જ રહેશે.
 • કોરોનાનો ડરઃ દેશમાં કોરોનાના કેસ સતતને સતત વધી રહ્યાં છે. ત્યારે લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.
 • અનેક રાજ્યોમાં લોકડાઉનઃ વેક્સનિશનમાં ઘટાડો આવ્યો તેનું એક કારણ કેટલાંક રાજ્યોમાં લોકડાઉન પણ હોય શકે છે. જો કે જે-તે રાજ્ય સરકારે વેક્સિન માટે છૂટ આપી છે તેમ છતાં લોકો ઘરની બહાર નીકળી વેક્સિન લેવાનું ટાળી રહ્યાં છે.
ભારતમાં હાલ ત્રણ પ્રકારની વેક્સિન આપવામાં આવે છે.
ભારતમાં હાલ ત્રણ પ્રકારની વેક્સિન આપવામાં આવે છે.

વેક્સિનની વાટ
ભારતમાં જાન્યુઆરીથી વેક્સિનેશનનો પ્રારંભ થયો છે, ત્યારથી 4 મેની સવાર સુધીમાં વેક્સિનના કુલ 15.89 કરોડ ડોઝ જ લગાડવામાં આવ્યા છે. જેમાંથી 12.92 કરોડ પહેલો ડોઝ જ્યારે 2.97 કરોડ બીજો ડોઝ છે. ઘણાં રાજ્યોમાં પહેલો ડોઝ લગાવી ચુકેલા લોકો બીજા ડોઝની રાહ જોઈ રહ્યાં પરંતુ વેક્સિનની ઉણપને કારણે બીજા ડોઝમાં મોડું થઈ રહ્યું છે.

જો કે કેન્દ્ર સરકારનો દાવો છે કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને આપવામાં આવેલા 10 કરોડ ડોઝના ઓર્ડરમાંથી 3 મે સુધીમાં 8.74 કરોડ કોવિશીલ્ડ વેક્સિનની ડિલીવરી થઈ ગઈ હતી. આ રીતે જ ભારત બાયોટેકને આપવામાં આવેલા 2 કરોડ કોવેક્સિનના ઓર્ડરમાંથી 88.13 લાખ ડોઝ 3 મે સુધીમાં આવી ગયા હતા. આ ઉપરાંત કેન્દ્ર સરકારનો એવો પણ દાવો છે કે મે, જૂન અને જુલાઈ મહિનાઓ માટે તેઓએ 11 કરોડ કોવિશીલ્ડ અને પાંચ કરોડ કોવેક્સિનની ખરીદીના ઓર્ડર આપી દિધા છે. જો સરકારના આ દાવાને માનીને ચાલીએ તો પણ મે, જૂન અને જુલાઈમાં કેન્દ્ર રાજ્યોને 16 કરોડ વેક્સિન નિઃશુલ્ક આપશે. તો પણ રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલોએ મળીને આ ત્રણ મહિના મીટે 20 કરોડ વેક્સિનની વ્યવસ્થા કરવી પડશે. જો દરરોજ 40 લાખ વેક્સિન, દર મહિને 12 કરોડ કે આગામી ત્રણ મહિનામાં 36 કરોડ વેક્સિનનું લક્ષ્ય હશે તો જ આગામી એક વર્ષમાંં વેક્સિનેશનનું કામ પુરું થઈ શકેશે.

છેલ્લાં ઘણાં દિવસોથી ભારતમાં કોવિડના કેસમાં સતત વધારો નોંધાયો છે. જેના પરિણામે હોસ્પિટલ ફુલ છે તો પ્રાણવાયુ ખુટી પડ્યો છે. પરંતુ જે રીતે ભારતમાં વેક્સિનનો કાર્યક્રમમ ચાલી રહ્યો છે તેનાથી લોકો પાસે રાહ જોવા સિવાય કોઈ જ રસ્તો નથી.