તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • When To Take Remediesivir? Does The Fly Spread The Infection? 12 Questions That Arise In Your Mind And Its Answers

કોરોનાના સમયમાં આ જાણવું જરૂરી છે:રેમડેસિવિર ક્યારે લેવી? શું માખીથી સંક્રમણ ફેલાય છે? તમારા મનમાં ઉદભવતા એવા 12 પ્રશ્નો અને તેના જવાબ

ભોપાલ2 મહિનો પહેલાલેખક: માનસી સમાધિયા
  • કૉપી લિંક

કોરોના સંક્રમણની બીજી લહેરે સામાન્ય જનતા ઉપરાંત ડોક્ટરોને પણ ડરાવી દીધા છે. વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું કે હવે સંક્રમણ હવામાં છે, તેનાથી પોતાની જાતને બચાવવી વધુ મુશ્કેલ બની ગયું છે.

આ સંજોગોમાં કોરોનાને લઈ અનેક પ્રશ્નો છે,જે લોકો સામાન્ય રીતે મિત્રો, પરિવારો તથા નિષ્ણાતોને પૂછીને માહિતી મેળવવાનું પસંદ કરે છે. આજે અમે એવા 12 પ્રશ્નો અને તેના જવાબ લઈને આવ્યા છીએ, જે અત્યારે સામાન્ય લોકોના મનમાં ઉપસ્થિત થતા હોય છે.

1. શું કોરોના એક ઘાતક અને સારવાર થઈ ન શકે તેવી બીમારી છે?
હકીકતમાં કોરોના એક ખતનરાક બીમારી નથી, પણ તે શરીર પર જે અસર કરે છે તે જીવલેણ હોય છે. જો સમયસર સારવાર મળી રહે તો તેને હરાવી શકાય છે. સરકારી આંકડા પ્રમાણે ભારતમાં સર્વાઈકલ રેટ 98.6 ટકા છે.

2. કોરોનાથી વધારે જોખમ વૃદ્ધોને હોય છે, શું ઓછી ઉંમરના લોકો માટે કોરોના સંક્રમણ ખતરનાક છે?
ઉમંર કરતા કોરોનામાં ફિટનેસ વધારે મહત્વની હોય છે. જો તમે ફિટ ન હોય અથવા સમયસર સારવાર ન મળે તો તે કોઈ પણ ઉંમરની વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે. એવા રોગીઓને તેનાથી વધારે જોખમ છે કે જે વૃદ્ધ, ડાયાબિટીસ, અસ્થમા, કેન્સર અથવા અન્ય એવી બીમારી ધરાવે છે કે જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને ઓછી કરે છે.

3. મને એક મહિના અગાઉ કોવિડ થયો હતો, મને ફરી કોરોના કેવી રીતે થઈ શકે છે? મારા શરીરમાં તો આગામી 3-4 મહિના સુધી એન્ટીબોડી હશે?
બિલકુલ થઈ શકે છે. ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ આ પ્રકારના દર્દીઓ મળ્યા છે,જે એક મહિનામાં ફરી વખત સંક્રમિત થયા છે, અને તેમના લોહીની તપાસમાં એન્ટીબોડી મળ્યા નથી. માટે માસ્ક પહેરો, હાથ ધોવો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.

4. SPO2 એટલે કે ઓક્સિજન લેવલ કેટલું હોવું જોઈએ, કઈ પરિસ્થિતિમાં દર્દીને હોસ્પિટલ લઈ જવો જોઈએ?
એક સામાન્ય વ્યક્તિનું ઓક્સિજન લેવલ 95-99 વચ્ચે રહે છે. જો Spo2 95 નીચે આવે છે તો સાવધાન થવાની જરૂર છે, ઘરે ઈમર્જન્સી સિલિન્ડરનો ઉપયોગ કરી શકો છે. આ ઉપરાંત Spo2 92ની નીચે જતો રહે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો સલાહ ભર્યો છે, અને દાખલ થવું જરૂરી છે.

5. કોરોનાના દર્દીને કઈ પરિસ્થિતિમાં રેમડેસિવિર આપવું જોઈએ?
હમીદિયા હોસ્પિટલના વડા અને રાજ્ય સરકારના કોવિડ સલાહકાર ડોક્ટર લોકેન્દ્ર દવે કહે છે કે રેમડેસિવિર એવા દર્દીઓને જ આપવામાં આવે છે કે જેમનું લંગ ઈન્વોલ્વમેન્ટ વધી જાય છે, અથવા તાવ ઉતરતો નથી. જરૂર ન હોય તેમ છતાં તે લેવામાં આવે તો નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે તેને લીધે લંગ અને હાર્ટમાં સોજો આવી શકે છે.

6. કઈ દવા વધારે યોગ્ય છે Hydroxychloroquine કે Ivermectin?
હાઈડ્રોક્સીક્લોરીક્વીન અથવા કોઈ પણ દવા તમને કોવિડ સંક્રમણ થતા અટકાવી શકતી નથી. આ ઉપરાંત હાઈડ્રોક્સીક્લોરીક્વીનના દુરુપયોગને લીધે જીવલેણ આડઅસર આવી શકે છે. ડોક્ટર દવે કહે છે કે આ બન્ને દવાઓ કોવિડ પેશન્ટ્સ પર વધારે અસરકારક જણાઈ નથી. માટે WHO આ બન્ને દવાઓના ઉપયોગ માટે સલાહ આપતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કોઈ ફણ દવા ડોક્ટરને સૂચવ્યા વગર ન લેવી જોઈએ. ફક્ત તમારા શરીરની ક્ષમતા જ તમારી મદદ કરી શકે છે.

7. શરાબ પીવાથી કોરોના ખતમ થાય છે?
નહીં. શરાબ પીવાથી કોવિડ 19 સંક્રમણથી કોઈ જ સુરક્ષા મળતી નથી, તે હાનિકારક સાબિત થઈ શકે છે.

8. શું માખીઓ અને મચ્છરથી કોવિડ-19 ફેલાય છે?
અત્યાર સુધી તેના કોઈ પૂરાવા કે જાણકારી મળી નથી કે કોવિડ-19 વાયરસ માખીઓ કે મચ્છરોથી ફેલાય છે. કોવિડ-19 વાયરસ મુખ્યત્વે સંક્રમિત વ્યક્તિની છીંક કે શ્વાસથી અથવા તમારા જગ્યાને સ્પર્શ કરવાથી આંખો, નાક અથવા મોઢાને સ્પર્શ કરવાથી ફેલાય છે.

9. ખૂબ જ તાપમાં ઉભા રહેવાથી અને 25 ડિગ્રીથી વધારે તાપમાનમાં કોરોના ન થાય તેવું બને?
તમને કોવિડ-19 થઈ શકે છે, ભૂલશો નહીં, ભારતમાં બે પીક ગરમીમાં જ આવ્યા છે. આ સાથે ગરમ દેશોમાંથી પણ કોવિડ-19ના કેસ સામે આવ્યા છે. તમારી સુરક્ષા મૌસમ નહીં માસ્ક કરશે.

10. જો 10 સેકન્ડ સુધી શ્વાસ અટકાવી રાખવામાં આવે તો શું મને કોવિડ નથી તેવુ કહી શકાય?
કોવિડ-19ના સૌથી સામાન્ય લક્ષણ સુકી ખાસી, થાક અને તાવ છે, અને તેની પુષ્ટી માટે સૌથી સારી પદ્ધતિ RT-PCR ટેસ્ટ કરાવવાનો છે. તમે તમારો શ્વાસ રોકીને બિલકુલ કરી શકો નહીં.

11. શું હું વેક્સિન લગાવીને બિલકુલ સુરક્ષિત છું? હવે કોરોના થઈ જાય તો પણ મને નુકસાન નહીં પહોંચાડી શકે?
કોરોના એક નવી અને જટિલ બિમારી છે. ડોક્ટર અને વૈજ્ઞાનિકો દવાઓ અને વેક્સિન આપીને તેની ઉપર અંકૂશ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. એટલી ઝડપથી આ વાયરસ પણ પોતાનો નવો સ્ટ્રેન બનાવી રહ્યો છે. વેક્સિન એક પ્રયત્ન છે, પણ તેમ છતાં એ સમજવું પડશે કે આ વાયરસ હવે વિશ્વભરમાં લોકોનો જીવ લઈ રહ્યો છે. માટે કોઈ પણ સંજોગોમાં તમારે સુરક્ષિત રહેવું.

12. કોરોના સાથે જોડાયેલી સામાન્ય ધારણા કઈ છે? કોરોના સાથે જોડાયેલી સૌથી મોટી ધારણા એ છે કે મને કોરોના થઈ શકતો નથી, લક્ષણ આવ્યા બાદ પણ લોકો વિચારે છે કે મૌસમી વાયરલ તાવ છે, અથવા ઉધરસ અને શરદી સામાન્ય છે. મોડેથી સારવાર કરવાના સંજોગોમાં તેની અસર ઘાતક બની શકે છે. જો તમને આવા કોઈ લક્ષણ છે તો તાત્કાલિક ટેસ્ટ કરાવો.