બેગમાંથી 2 દિવસ પહેલાં જન્મેલા નવજાતનો મૃતદેહ મળ્યો:ચેઇન ખોલીને જોયું ત્યારે ખબર પડી; ઠંડીને કારણે મોત થયું હોવાની શંકા

એક મહિનો પહેલા

હરિયાણાના બહાદુરગઢમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. એક ઘરમાં બહાર પાર્ક કરેલી કારમાં એક અજાણી બેગ મળી આવી હતી. જ્યાં 2 દિવસના નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક પોલીસે નવજાત મૃતદેહને લઈને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

બહાદુરગઢના એક ગામ ડાબોદાના રહેવાસી નરેશ નામના મકાનમાં આ ઘટના બની છે. નરેશ રોજની જેમ પોતાની કાર તેના ઘરની બહાર રાખી હતી. મંગળવારે સવારે જ્યારે તે ઊઠ્યો, ત્યારે તેને એક બેગ તેની ગાડીના બોનેટ પર જોવા મળી હતી.

બેગ ખોલ્યું તો લોકો દંગ રહી ગયા
નરેશને અજાણી બેગ મળી એટલે તેણે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બેગની ચેઇન ખોલીને જોયું તો તેમાંથી એક માસૂમ બાળકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસના જણાવ્યા આ બાળકનો જન્મ એક-બે દિવસ પહેલા જ થયો હતો.

બાળક જીવતું કે મૃત ફેંકાયું, પોલીસ તપાસ કરી રહી છે
બેગમાંથી માસૂમ બાળકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસનું કહેવું છે કે બાળકને બેગમાં નાખીને કોઈએ જીવતો છોડી દીધો હોઈ શકે છે અને રાત્રે ઠંડીના કારણે તેનું મૃત્યુ થયું હોઈ શકે છે. જો કે, એવું પણ બની શકે છે કે બાળકને મારીને અહીં ફેંકી દેવામાં આવ્યો હોય. પોલીસ ઉપરાંત અન્ય ટીમ પણ દરેક પાસાઓથી કેસની તપાસમાં લાગેલી છે.

પોલીસ ગર્ભવતી મહિલાઓના રેકોર્ડની તપાસ કરી રહી છે
બહાદુરગઢ પોલીસ હવે તે તમામ મહિલાઓના રેકોર્ડ શોધવામાં વ્યસ્ત છે જેમની તાજેતરમાં ડિલિવરી થવાની છે અથવા 2-3 દિવસમાં ડિલિવરી થઈ છે. પોલીસે આને લગતી માહિતી આસપાસના જિલ્લાઓમાં પણ મોકલી છે, જેથી બાળકોની હત્યા કરનારા કલયુગી માતા-પિતાને પકડી શકાય.

અન્ય સમાચારો પણ છે...