• Gujarati News
  • National
  • When They Came To Jammu For Fear Of Terrorists, They Were Beaten By The Police; The Mobile Broke When It Came To Making Videos

કાશ્મીરમાં બિહારીઓનું દુખ, VIDEO:આતંકીઓના ડરથી જમ્મુ આવ્યા તો પોલીસવાળા મારપીટ કરી રહ્યા; વીડિયો બનાવવા બાબતે મોબાઈલ તોડી નાંખ્યો

પટના2 મહિનો પહેલાલેખક: મનીષ મિશ્રા
  • કૉપી લિંક
  • કાશ્મીરથી ભયભીત થઈને બિહારના શ્રમિકો પોતાના વતનમાં જઇ રહ્યા છે

રોજીરોટીની શોધમાં બિહારથી કાશ્મીર ગયેલા શ્રમિકોનું મુશ્કેલીઓમાં ઘટાડો થઈ રહ્યો નથી. તેઓ કાશ્મીરથી આતંકીઓના ભયના કારણે પોતાનો જીવ બચાવીને જમ્મુ તો પહોંચ્યા છે, પરંતુ અહીં પણ તેઓ ભયભીત જ છે. જમ્મુ રેલવે સ્ટેશન બહાર એકઠા થયેલા બિહારીઓ સાથે પોલીસ જવાન અવાર-નવાર મારપીટ કરી રહ્યા છે. એકઠા થઈને બેસવા બાબતે, મોબાઇલથી વીડિયો બનાવવા બાબતે તેમની પર લાકડીઓ વરસાવી રહ્યા છે. વીડિયો કોલ કરવા બાબતે મોબાઈલ પણ તોડી નાંખ્યો હતો. જમ્મુ પોલીસ નથી ઇચ્છતી કે કોઈપણ વીડિયો ક્લિપ શેર થાય. દિવ્ય ભાસ્કરની તપાસમાં બિહારી શ્રમિકોનું દુખ સામે આવ્યું છે.

આતંકીઓ બાદ હવે પોલીસનો આતંક
જમ્મુમાં સ્ટેશનની બહાર બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો અલગ-અલગ ગ્રુપમાં ઝાડની નીચે પ્લાસ્ટિક પાથરીને બેસીને દિવસ પસાર કરી રહ્યા છે. કોઇની પાસે રૂપિયા નથી તો કોઈને ટિકીટ મળી રહી નથી. બાંકાના રાજન સાહ તો એટલા ભયભીત થઈ ગયા છે કે તેઓ ભાસ્કરના રિપોર્ટર સાથે મોબાઈલ પર વાત કરવા માટે પણ તૈયાર ન થયા. તેઓ કોઈપણ રીતે પત્ની અને બે બાળકો સાથે બિહાર પહોંચવા માંગે છે.

ઝારખંડના ગોડ્ડાના રહેવાસી કુંદન મંડલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જમ્મુના કેટલાક વીડિયો છુપાઈને બનાવીને મોકલ્યા. પરંટી જેવી જ પોલીસને ખબર પડી કે તેનો મોબાઈલ ફોર્મેટ કરવી દેવામાં આવ્યો. આતંકી ઘટનામાં આતંકવાદીની ગોળીનો શિકાર બનેલા અરવિંદના ભાઈ મિથિલેશે જણાવ્યુ હતું કે પોલીસ એકસાથે લોકોને ભીડમાં નહીં રહેવા જણાવી રહી. પોલીસ લોકોની ભીડને દૂર કરી રહી છે. જમ્મુમાં તેમણે કયાઁ પણ રહેવા માટેની પણ વ્યવસ્થા આપવામાં આવી રહી નથી.

ખુલ્લા આકાશ નીચે બાળકો અને મહિલાઓ
કાશ્મીરમાં ખાણી-પીણીની ચીજો વેચનાર બિહારના શ્રમિક પરિવારની સાથે રહે છે. આતંકવાદી હુમલા બાદ તેઓ બાળકો સાથે જમ્મુ આવી ગયા છે. બિહારી શ્રમિકોનું કહેવું છે કે જે સમાન હાથમાં આવ્યો, તેણે લઈને નીકળી ગયા છીએ. સમય ન હતો કે ઘરમાં રહેલો બધો જ સમાન લઈને નીકળી શકીએ. કપડાં તેમજ પથારીનો સમાન પણ લઈ શક્યા નથી. જ્યારે જમ્મુ સ્ટેશન પર જમીન પર સૂઈ રહ્યા હતા. નાના નાના બાળકોની પાસે પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. બિહારની ટ્રેનની રાહ જોઈ રહ્યા છીએ. ટિકીટ મલતાની સાથે જ તેઓ બિહારની તરફ આગળ જઇ રહ્યા છે.

દર વર્ષે ઉમંગ સાથે જતાં હતા ઘરે, આ વખતે ભયભીત થઈને જઈ રહ્યા છીએ
કાશ્મીરમાં મજૂરી કરતાં શ્રમિકોનું કહેવું છે કે દર વર્ષે દિવાળી આવતા તેઓ વતનમાં પોતાને ઘરે જાય છે. દર વર્ષે તૈયારીઓ સાથે જઈએ છીએ. પરંતુ, હવે તો સ્થિતિ પણ એવી આવી પડી છે કે જીવ બચાવવો પણ મુશ્કેલ બની રહ્યો છે. બાંકાનો રહેવાસી મોન્ટુ કહે છે કે આ વર્ષે કોરોના બાદ હવે આતંકીઓના હુમલા ભારે પડી રહ્યા છે. બાંકાનો મિથિલેશ જણાવે છે કે હવે કશું જ સમજાતું નથી કે આગળ શું થશે. ઘરનો ગુજારો કેવી રીતે કરીશું. કાશ્મીરમાં કામકાજ ઠીક ચાલતું હતું તો કામની શક્યતાઓ પણ હતી. હવે તો એવું વાતાવરણ બની ગયું છે કે કાશ્મીરના નામથી પણ ડર લાગી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...