તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • When There Was A Quarrel, The Wife Said, "If You Eat Panipuri, I Will Eat Poison. Husband Arrested After Death."

પતિએ પાણીપૂરી ખાધી, નારાજ પત્નીએ ઝેર ખાધું:ઝઘડો થયો ત્યારે પત્નીએ કહ્યું- તું પાણીપૂરી ખાઈશ તો હું ઝેર ખાઈ લઈશ, મોત બાદ પતિની ધરપકડ

પુણે24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોમવારે ભારતી વિદ્યાપીઠ પોલીસે આ ઘટનામાં પગલાં ભરી આરોપી પતિની ધરપકડ કરી હતી. - Divya Bhaskar
સોમવારે ભારતી વિદ્યાપીઠ પોલીસે આ ઘટનામાં પગલાં ભરી આરોપી પતિની ધરપકડ કરી હતી.
  • પતિને પાણીપૂરી ખાતાં જોઈને પત્નીએ નારાજ થઈ ઝેર ખાઈ લીધું

મહારાષ્ટ્રના પુણેથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં પતિએ પાણીપૂરી ખાધી તો નારાજ થયેલી પત્નીએ ઝેર ખાઈ આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ પોલીસે પતિની ધરપકડ કરી લીધી છે. ઘટનાની તપાસ કરી રહેલા સિનિયર ઈન્સ્પેક્ટર જગન્નાથ કાલસકરે જણાવ્યું હતું કે પ્રતીક્ષા સરવડે પુણેના અંબેગાંવ પઠારમાં રહેતી હતી.

વર્ષ 2019માં તેના લગ્ન ગહીહીનાથ સાથે થયા હતા. તેમને 18 મહિનાનું સંતાન હતું. પ્રતીક્ષા અને ગહીહીનાથ વચ્ચે સતત ઝઘડા થતા હતા. આ સંજોગોમાં તાજેતરમાં પ્રતીક્ષાએ પતિને કહ્યું હતું કે જો તે ક્યારેય પાણીપૂરી ખાશે તો તે ઝેર ખાઈ આત્મહત્યા કરી લેશે અને છેવટે થયું પણ એવું. પતિએ પાણીપૂરી ખાધી તો પત્નીએ ઝેર ખાઈ જીવન ટૂંકાવી દીધું.

પત્ની માટે પાણીપૂરી લઈ આવ્યો હતો પતિ
શુક્રવારે ગહીહીનાથ બજારમાંથી ઘરે પરત ફરતી વખતે પત્ની માટે પાણીપૂરી પેક કરાવી લાવ્યો હતો. તે જેવો ઘરે પહોંચ્યો તો ગહીહીનાથના હાથમાં પાણીપૂરી જોઈ પ્રતીક્ષા નારાજ થઈ ગઈ. બન્ને વચ્ચે લાંબા સમય સુધી ઝઘડો થયો. ત્યાર પછીના દિવસે શનિવારે પ્રતીક્ષાએ ઝેર ખાઈ લીધું.

ગહીહીનાથ પાડોશી સાથે પત્નીને લઈ હોસ્પિટલ પહોંચ્યો હતો. એક દિવસ તેની સારવાર ચાલી હતી, પણ રવિવારે તેનું મોત નીપજ્યું. સોમવારે મહિલાના પિતાએ ગહીહીનાથ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો હતો અને ત્યાર બાદ ગહીહીનાથની પોલીસે ધરપકડ કરી હતી.