તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • When The Religious Procession Stopped In The Lockdown, The Mob Rushed Out Of The Gurdwara And Beat The Police With Sticks; 4 Personnel Injured

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્ર પોલીસ પર હુમલાની કાર્યવાહી:નાંદેડ હિંસા મામલે 400 લોકો વિરુદ્ધ હત્યાના પ્રયત્નની ફરિયાદ દાખલ, અત્યાર સુધીમાં 20ની ધરપકડ

મુંબઇ2 મહિનો પહેલા
 • લોકડાઉનમાં ગુરુદ્વારાથી જુલુસ કાઢવામાં આવ્યું, પોલીસે રોક્યા તો અધમૂઓ માર માર્યો; 4 કર્મી ઘાયલ

મહારાષ્ટ્રના નાંદેડમાં સોમવારે હોલા-મહોલ્લા જુલુસ દરમિયાન પોલીસકર્મી પર થયેલા હુમલાના કેસમાં 400થી વધારે લોકો વિરુદ્ધ હત્યાના પ્રયત્નનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધી 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલામાં 4 પોલીસકર્મીઓને ગંભીર ઈજા થઈ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધવાને કારણે ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોમવારે હોલા મોહલ્લાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો લોકો ગુરુદ્વારાના પરિસરમાં ભેગા થયા હતા. તેમની વચ્ચે ઘણી સ્ત્રીઓ હતી. પોલીસે રોક્યા ત્યારે તેઓ ભડક્યા હતા.

હુમલામાં ઘાયલ પોલીસકર્મી, 4 ઘાયલ પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ કરાયા
હુમલામાં ઘાયલ પોલીસકર્મી, 4 ઘાયલ પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ કરાયા

ટોળાએ બેરિકોડ્સ તોડી નાખી હતી અને રસ્તા પર પાર્ક કરેલાં વાહનોને તોડી નાખ્યાં હતાં. તેમણે પોલીસકર્મીઓને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. તેમાંથી કેટલાકના હાથમાં તલવારો પણ હતી. ઘટનાસ્થળે મોટા પ્રમાણમાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સંખ્યા ટોળાને કાબૂમાં કરવામાં ઓછી પડી હતી.

સમિતિએ પરિસરમાં ઊજવવાની ખાતરી આપી હતી
નાંદેડના એસપીએ કહ્યું હતું કે ‘કોરોનાને ધ્યાનમાં રાખીને લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે હોલા મહોલ્લાને મંજૂરી આપવામાં આવી ન હતી. આ અંગે ગુરુદ્વારા સમિતિએ ખાતરી આપી હતી કે તેઓ આ કાર્યક્રમ પરિસરની અંદર જ કરશે. સાંજે 4 વાગ્યે જ્યારે નિશાન સાહિબને ગેટ પર લાવવામાં આવ્યા, ત્યારે લોકો શોભાયાત્રા કાઢવા માટે દલીલ કરવા લાગ્યા હતા.’

પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો તો 300-400 લોકોએ ગેટ તોડી પોલીસ પર હુમલો કરી દીધો હતો, જેમાં 4 પોલીસ જવાન ઘાયલ થયા છે. આ હિંસક ટોળાએ વાહનોમાં તોડફોડ પણ કરી હતી. આ કેસમાં એફઆઈઆર દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો