સપાના વડા અખિલેશ યાદવ અચાનક લખનઉ પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તે ત્યાં કેન્ટીનમાં કાર્યકર્તાઓ સાથે બેસી ગયા. તેના હાથમાં એક કવર હતું. પાર્ટીએ તેના ટ્વિટર હેન્ડલ દ્વારા પોલીસ હેડક્વાર્ટરમાં અખિલેશ પહોંચ્યાની માહિતી આપી હતી. સાથે લખ્યું- હજુ પણ લખનઉના પોલીસ હેડક્વાર્ટરમાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી.
હકીકતમાં, સપાની ટ્વિટર ટીમના સભ્ય અને પાર્ટી કાર્યકર મનીષ જગન અગ્રવાલની પોલીસે રવિવારે સવારે લખનઉમાં ધરપકડ કરી હતી. પાર્ટીએ ખુદ આ અંગે જાણકારી આપી હતી. સપાએ મનીષની ધરપકડને નિંદનીય અને શરમજનક ગણાવી છે. અખિલેશના હેડક્વાર્ટરમાં અચાનક આગમનને મનીષની ધરપકડ સાથે જોડવામાં આવી રહ્યું છે.
લાઈવ અપડેટ્સ
રિચા રાજપૂતે મનીષ વિરુદ્ધ FIR નોંધાવી હતી
સીતાપુરના રહેવાસી મનીષ પર સપા સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે. ભાજપ યુવા મોરચાના સોશિયલ મીડિયા પ્રભારી રિચા રાજપૂતે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ FIR નોંધાવી છે.
રિચાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, 'સપાનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ મારી નાખવાની અને બળાત્કારની ધમકી આપી રહ્યું છે, જો મને કંઈ થશે તો તેની જવાબદારી અખિલેશ યાદવની રહેશે.' આટલું જ નહીં મનીષ વિરુદ્ધ અગાઉ પણ બે કેસ નોંધાયેલા છે. આ પહેલાં બીજેપી યુપીના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને FIR અને @MediaCellSP વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. એક મહિલા પત્રકારે પણ સપા મીડિયા સેલ @MediacellSP વિરુદ્ધ પોતાની ફરિયાદ નોંધાવી છે.
સપાના કાર્યકરો પોલીસ હેડક્વાર્ટર પર ધરણાં પર બેઠા
બીજી તરફ અખિલેશ પોલીસ હેડક્વાર્ટર પહોંચતાં જ મોટી સંખ્યામાં સપાના કાર્યકરો પહોંચી ગયા હતા. સપાના કાર્યકરો ગેટ નંબર-2ની બહાર ધરણાં પર બેઠા હતા. સૂત્રોચ્ચાર કરવા લાગ્યા - તુમ્હારી સરમુખત્યારશાહી નહીં ચાલેગી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.