તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • When The Most Beautiful Picture Of The Earth Was Taken From Space; Satellite Was Sent To Take A Photo Of The Earth And The Moon

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજે:જ્યારે અંતરિક્ષથી પૃથ્વીની સૌથી સુંદર તસવીર લેવામાં આવી હતી; ધરતી અને ચંદ્રના ફોટો સાથે લેવા માટે મોકલ્યું હતું સેટેલાઈટ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

7 ડિસેમ્બર 1972ના રોજ નાસાએ ચંદ્ર પર પોતાનું અંતિમ મેન્ડ મિશન ‘અપોલો-17’ લોન્ચ કર્યુ. આ મિશનના ક્રૂમાં યુઝેન સેરનાન, રોનાલ્ડ ઈવાન્સ અને હેરિસન શ્મિટ હતા. આ ક્રૂએ સ્પેસક્રાફ્ટથી પૃથ્વીની સૌથી સુંદર તસવીર ખેંચી હતી. તેને ‘બ્લુ માર્બલ’ કહે છે. આ તસવીર એટલા માટે પણ ખાસ હતી કેમકે આવું પ્રથમવાર હતું જ્યારે પૃથ્વીનો સાઉથ પોલ પણ નજરે પડ્યો હતો. જો કે, તે આખો વાદળોથી ઘેરાયેલો દેખાતો હતો. જ્યારે, આફ્રિકા તેમાં સ્પષ્ટ દેખાતું હતું.

આ તસવીર અપોલો-17 મિશન લોન્ચ થયાના 5 કલાક 6 મિનિટ પછી ક્લિક કરવામાં આવી હતી. તસવીરને 70 મિમીના હેસલબ્લેડ કેમેરાથી લેવામાં આવી હતી. જેમાં 80 મીમીનો લેન્સ લાગેલો હતો. તસવીર લેવાથી બે દિવસ અગાઉ જ 5 ડિસેમ્બરે તમિલનાડુમાં એક સાયક્લોન પણ આવ્યું હતું અને એ તસવીરમાં એ પણ દેખાતું હતું. નાસાએ આ તસવીરની ક્રેડિટ અપોલો-17ના ક્રૂને આપી હતી.

આ જ એ તસવીર છે જે અપોલો-17ના ક્રૂ મેમ્બરે ક્લીક કરી હતી.
આ જ એ તસવીર છે જે અપોલો-17ના ક્રૂ મેમ્બરે ક્લીક કરી હતી.

નાસાએ આજે જ એટીએસ-1 પણ લોન્ચ કર્યુ
7 ડિસેમ્બર, 1966ના રોજ નાસાએ એટીએસ-1 સેટેલાઈટ લોન્ચ કર્યુ હતું. આ સેટેલાઈટ પર બ્લેક એન્ડ વ્હાઈટ કેમેરા ફિટ કરાયો હતો. જેનાથી પૃથ્વી અને ચંદ્રની સાથે તસવીર લેવાઈ હતી. આ પ્રથમ તસવીર છે, જેમાં પૃથ્વી અને ચંદ્ર સાથે દેખાય છે. એટીએસ-1એ જ્યારે આ તસવીર ક્લીક કરી હતી, ત્યારે તે પૃથ્વીથી 35888 કિમી અને ચંદ્રથી 4.34 લાખ કિમી દૂર હતો. પૃથ્વી અને ચંદ્રની સાથે આ તસવીર 22 ડિસેમ્બર 1966ના રોજ મળી હતી. 12 વર્ષ સુધી કામ કર્યા પછી 1 ડિસેમ્બર,1978ના રોડ એટીએસ-1 ડિએક્ટિવેટ થઈ ગયું. જો કે, તેનું કમ્યુનિકેશન હાર્ડવેર 1985 સુધી કામ કરતું હતું.

22 ડિસેમ્બર 1966ના રોજ પૃથ્વી અને ચંદ્રની પ્રથમ તસવીર ખેંચવામાં આવી હતી.
22 ડિસેમ્બર 1966ના રોજ પૃથ્વી અને ચંદ્રની પ્રથમ તસવીર ખેંચવામાં આવી હતી.

ભારત અને દુનિયામાં 7 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રકારે છેઃ

  • 1825ઃ વરાળથી ચાલતું પ્રથમ જહાજ ‘ઈન્ટરપ્રાઈઝ’ કોલકાતા પહોંચ્યુ.
  • 1856ઃદેશમાં પ્રથમવાર અધિકૃત રીતે ‘હિન્દુ વિધવા’ના લગ્ન કરાવાયા.
  • 1889ઃ દુનિયામાં હાલના સ્વરૂપની પ્રથમ કાર બનાવાઈ.
  • 1941ઃબીજા વિશ્વયુદ્ધ દરમિયાન આજના જ દિવસે જાપાને અમેરિકાના પર્લ હાર્બર પર હવાઈ હુમલો કર્યો.
  • 1949ઃ ભારતીય સશસ્ત્ર દળ ફ્લેગ ડે મનાવવામાં આવે છે.
  • 1992ઃ દક્ષિણ આફ્રિકાની ધરતી પર પ્રથમવાર કોઈ વનડે મેચ રમવામાં આવ્યો.
  • 1995ઃ ભારતે સંચાર ઉપગ્રહ ઈન્સેટ-2સીનું પ્રક્ષેપણ કર્યુ.
  • 1988ઃ આર્મેનિયામાં આવેલા 6.9ની તીવ્રતાના ભૂકંપથી 25000 લોકોનાં મોત થયા, લાખો બેઘર.
  • 2001ઃ તાલિબાને અનેક દિવસો સુધી ચાલેલા લડાઈ પછી અફઘાનિસ્તાનના કંધાર પર કબજો છોડ્યો.
  • 2002ઃ તુર્કીની આજરા અનિન મિસ વર્લ્ડ બની.
  • 2008ઃ હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ ચંદ્રમોહનને મુખ્યમંત્રીપદેથી બરખાસ્ત કર્યા.
  • 2009: ભારતીય ગોલ્ફર જીવ મિલ્ખાસિંહે જાપાન ટૂરનો ખિતાબ જીત્યો.

2009ઃ ડેનમાર્કના કોપેનહેગનમાં જળવાયુ શિખર સંમેલન શરૂ થયું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો