અલ્વાનો આક્ષેપ:ભાજપવાળા સાથે વાત કરી તો કોલ ડાઇવર્ટ થવા લાગ્યાઃ અલ્વા

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી સૂત્રોએ કહ્યું- સાઈબર ફ્રોડનો શિકાર બન્યા

ઉપરાષ્ટ્રપતિપદના વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ અલ્વાએ આક્ષેપ કર્યો છે કે નેતાઓના ફોન કોલ પર નજર રખાઇ રહી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે નવા ભારતમાં વિવિધ પક્ષોના નેતાઓ વચ્ચે વાતચીત દરમિયાન હંમેશા એવો ડર રહે છે કે ‘બિગ બ્રધર’ જોઇ-સાંભળી રહ્યા છે. વિવિધ પક્ષોના સાંસદો, નેતાઓ ઘણા ફોન રાખે છે, નંબર વારંવાર બદલતા રહે છે અને મળે ત્યારે સાવ ધીમેથી વાત કરે છે. ડર લોકશાહીની હત્યા કરી નાખે છે.

અલ્વાએ સોમવારે રાત્રે સોશિયલ મીડિયા પર લખ્યું કે, પ્રિય બીએસએનએલ/એમટીએનએલ, ભાજપના કેટલાક મિત્રો સાથે વાત કર્યા બાદ હું કોઇને કોલ નથી કરી શકતી અને ઇનકમિંગ પણ બંધ છે. જો તમે સર્વિસ પૂર્વવત કરી દેશો તો હું વચન આપું છું કે આજે રાત્રે ભાજપ, તૃણમૂલ કોંગ્રેસ કે બીજેડીના એકેય સાંસદને ફોન નહીં કરું.

અન્ય સમાચારો પણ છે...