• Gujarati News
  • National
  • When Her 17 year old Daughter Found Out That Her Grandmother Was Ill, She Cycled 216 Km From Jaipur To Bharatpur.

દાદા-દાદી પ્રત્યે અનેરો પ્રેમ:17 વર્ષની પૌત્રીને દાદી બિમાર હોવાની જાણ થઈ તો 216 કિમી સાયકલ ચલાવી જયપુરથી ભરતપુર પહોંચી ગઈ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનમાં 17 વર્ષની આરતી તેના દાદા-દાદીને મળવા માટે સાયકલની સવારી કરી જયપુરથી ભરતપુર પહોંચી હતી. આરતીએ જયપુરથી 216 કિમીનું અંતર પૂરું કર્યું હતું. આરતીની દાદીની તબિયત સારી ન હતી.

તેને આ અંગે જાણ થતા જ આરતીએ તેના દાદીને મળવા માટે સાયકલ સફરથી દાદીને મળવા નિકળી ગઈ હતી. દાદા-દાદીને મળવા જતા ગામનો માર્ગ વચ્ચે ભૂલી ગઈ હતી અને આગ્રાહ તરફ નિકળી ગઈ હતી.

આરતીએ જોયું કે ઉત્તર પ્રદેશનું ફતેહપુર સીકરી ફક્ત 15 કિલોમીટર દૂર છે તેનું બોર્ડ લાગેલું છે તો તેને એ વાતનો અહેસાસ થયો કે તે માર્ગ ભૂલી ગઈ છે. આરતી પરત ફરી અને માર્ગ શોધીને છેવટે દાદા-દાદી પાસે પહોંચી ગઈ હતી. તે 20 કિલોમીટર આગળ જતી રહી હતી. આ રીતે આરતીની સફર 40 કિમી વધી ગઈ હતી.

સાયકલની સફર કરી સંબંધિઓને મળવાનું સ્વપ્ન
આરતી કહે છે કે તેનું સપનું છે કે તે પોતાના તમામ સંબંધિઓને મળવા માટે સાયકલથી જ જાય. આ અંગે તેણે માતા-પિતાને પણ જાણ કરી દીધી છે. માતા-પિતાએ પણ આરતીના સપનાને પૂરું કરવા માટે સમર્થન આપ્યું છે. અત્યારે તો આરતી ડેહરા ગામમાં તેના દાદા રામકિશન અને દાદી લજ્જા દેવી પાસે છે. તે રવિવારે જયપુર જવા સાયકલ મારફતે જ રવાના થશે.

માતાએ સમજાવી કે દશેરા બાદ મુલાકાત લેજે​​​​​​​
આરતીને જ્યારે જાણ થઈ કે તેની દાદીની તબિયત સારી નથી તો તાદીને મળવાની તેણે જીદ્દ કરી. માતાએ સમજાવી કે દશેરા બાદ મળવા જજે, પણ આરતી એકલી જ દાદા-દાદીને મળવા માટે સાયકલથી નિકળી પડી. તે 13 તારીખ એટલે કે બુધવારે જયપુરના અર્જુન નગરથી સવારે 4.30 વાગે નિકળી હતી. તે સાંજે 7 વાગે ભરતપુર પહોંચી ગઈ હતી. આરતીના પિતાને તો આ વાતની જાણ ન હતી કે તે ભરતપુર જઈ રહી છે. જયપુરથી નિકળ્યા બાદ જ્યારે આરતીના પિતા બ્રજેશનો ફોન આવ્યો ત્યારે આરતીએ આ અંગે જાણ કરી હતી.

સાયકલથી સફર કરવાનો શોખ છે
આરતી ધોરણ 11મા અભ્યાસ કરે છે. તેણે સાયકલથી સફર કરવાનો શોખ છે. આરતીની એક મોટી બહેન અને એક મોટો ભાઈ છે. જે અભ્યાસ કરે છે. પિતા બ્રજેશ જયપુરમં કરિયાણાની દુકાન ચલાવે છે. દાદી અને દાદા ભરતપુરના ડેહરા ગામમાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...