• Gujarati News
  • National
  • A Man Was Badly Beaten By A Policeman While Trying To Climb The Stage At A Fair In Rajasthan

ASIએ કોલર પકડીને ઢસડ્યો, માથું ફૂટી ગયું, VIDEO:રાજસ્થાનમાં મેળામાં સ્ટેજ પર ચઢવા જતાં એક વ્યક્તિને પોલીસકર્મચારીએ ખરાબ રીતે માર્યો

ભરતપુરએક મહિનો પહેલા

રાજસ્થાનમાં મેળાની વચ્ચે એક વ્યક્તિને સ્ટેજ પરથી ઉતારીને ASIએ ખરાબ રીતે માર માર્યો હતો. પોલીસકર્મચારીએ તેને રોડ પર ઢસડ્યો હતો. તેનું માથું ફાટી ગયું અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. આ વ્યક્તિ સ્ટેજ પર ચઢી રહી હતી ત્યારે ત્યાં હાજર ASIએ તેનો કોલર પકડી લીધો હતો. તેનો વીડિયો પણ બહાર આવ્યો છે. બીજી તરફ પોલીસનો દાવો છે કે વ્યક્તિ દારૂના નશામાં હતી.

આ ઘટના ભરતપુરના કામાંમાં રાતે બની હતી. કામાં નગરપાલિકા તરફથી દર વર્ષે ભોજનથાળી મેલાનું આયોજન કરવામાં આવે છે. બુધવારે સાંજે અહીં રાગિની કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન અનિલ કૌશિક(48) સ્ટેજ પર ચઢવાની કોશિશ કરવા લાગ્યા હતા. એને કારણે ત્યાં હજાર કામાં પોલીસ સ્ટેશનના ASI જગરામે તેનો કોલર પકડ્યો અને ઘસડતાં-ઘસડતાં તેમને નીચે ઉતાર્યા. એટલું જ નહિ, સ્ટેજ પરથી ઉતાર્યા પછી તેઓ કોલર પકડીને તેમને ઘસડતા રહ્યા હતા. આ દરમિયાન તેમના માથામાં ઈજા થઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

3 સપ્ટેમ્બર સુધી ચાલશે મેળો, 100 પોલીસકર્મચારી તહેનાત
ભોજનથાળી મેળો 29 ઓગસ્ટથી શરૂ થયો હતો. એ 3 સપ્ટેમ્બર સુધી ચાલશે. મોટી સંખ્યામાં લોકો મેળો જોવા આવી રહ્યા છે. એએસપી રઘુવીર સિંહ કવિયાનું કહેવું છે કે વીડિયો સામે આવ્યા પછી કામાં પોલીસ સ્ટેશનના અધિકારી દૌલત સાહુ પાસેથી માહિતી મેળવી છે. એક વ્યક્તિ દારૂના નશામાં સ્ટેજ પર ચઢવાની કોશિશ કરી રહી હતી.

ASIએ કહ્યું, હાથમાં દારૂની બોટલ હતી, SDM અને ચેરમેને પણ ટોક્યો
ASI જગરામનું કહેવું છે કે તેમની ડ્યૂટી સ્ટેજ પાસે હતી, જ્યાં એક વ્યક્તિ વારંવાર સ્ટેજ પર ચઢવાની કોશિશ કરી રહી હતી. તેના હાથમાં દારૂની બોટલ હતી અને નશામાં પણ હતો. તે સ્ટેજ પર લાગેલા પડદાને હટાવીને સ્ટેજ પર ચઢવાની કોશિશ કરી રહ્યો હતો.

કામાંના ભોજનથાળી મેળાની ધાર્મિક માન્યતા
એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ જ્યારે ગોવાળિયાઓ સાથે ગાયોને ચરાવવા જંગલમાં જતા હતા ત્યારે તે બપોરે પોતાના સાથીઓની સાથે આ વિસ્તારમાં ભોજન કરવા બેસતા હતા. ઘરેથી બપોરે બધા જ ગોવાળિયાઓ ભોજન સાથે લઈને આવતા હતા. ભગવાન બપોરનું ભોજન અહીં કરતા હતા, આ માન્યતાના પગલે અહીં ઘણાં વર્ષોથી ભોજનથાળી મેળો ભરાય છે. આ મેળો ક્યારથી ભરાઈ રહ્યો છે એ અંગે કોઈને પૂરતી માહિતી નથી.

અન્ય સમાચારો પણ છે...