તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં એક મહિલાએ પોતાની પવિત્રતા સાબિત કરવા માટે ઉકળતા તેલમાં હાથ નાખવા માટે મજબૂર કર્યા છે. ઉસ્માનાબાદના પરંડામાં રહેતી મહિલા 4 દિવસ સુધી ઘરમાંથી ગાયબ હતી. જ્યારે તે પરત ફરી તો તેના પતિએ ઉકળતા તેલમાં હાથ નખાવીને 5 રૂપિયાનો સિક્કો કાઢવાનું કહ્યું. એટલું જ નહીં, પતિએ જ પોતાના મોબાઈલ ફોનથી આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો.
જાણકારી મુજબ, મહિલાનો પતિ ડ્રાઈવર છે અને 11 ફેબ્રુઆરીએ પિયર જવાને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ મહિલા કોઈને પણ જાણ કર્યા વગર ઘરથી ઉસ્માનાબાદ જવા નીકળી ગઈ. મહિલાનો પતિ તેની તપાસ કરતો રહ્યો. ચાર દિવસ પછી મહિલા ઘરે પરત ફરી, તો તેને જણાવ્યું કે પરંડાથી ખાસાપુરી ચોકમાં બસની રાહ જોતા સમયે બાઈક પર આવેલા બે લોકો તેને પરાણે પોતાની સાથે લઈ ગયા હતા. તેઓએ 4 દિવસ તેને બંધક બનાવીને રાખ્યા.
પારઘી સમાજમાં જ આવી કુપ્રથા
જાણકારી મુજબ, મહિલા પારઘી સમુદાયની છે. આ સમુદાયમાં સત્ય બોલાવવા માટે ભગવાનનું નામ લઈને ઉકળતા તેલમાંથી સિક્કો કાઢવાની કુપ્રથા રહી છે. માનવામાં આવે છે કે જો સિક્કા કાઢનારો જૂઠું બોલે તો તેમનો હાથ દાજશે અને તેલમાંથી આગ નીકળશે. આ માન્યતાના આધારે મહિલાના પતિએ તેની અગ્નિપરીક્ષા લીધી.
પતિએ કહ્યું- સત્ય જાણવા માટે આવું કર્યું
વીડિયોમાં મહિલાનો પતિ કહેતા સંભળાય છે કે, 'મારી પત્નીનું કહેવું છે કે તેને એક વ્યક્તિ અને પોલીસવાળો પોતાની સાથે લઈ ગયા અને તેની સાથે કંઈજ ન કર્યું. હું જાણવા માગુ છું કે શું મારી પત્ની સાચું બોલી રહી છે. તેથી હું આવું કરી રહ્યો છું.'
વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહીની માગ
વીડિયો સામે આવ્યો બાદ મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભાપતિ નીલમ ગોરહેએ ગૃહ મંત્રી અનિલ દેશમુખ સમક્ષ કાર્યવાહીની માગ કરી છે. ભારત માતા આદિવાસી પારઘી સમાજ પ્રતિષ્ઠાન, સોલાપુરના અધ્યક્ષ જ્ઞાનેશ્વર ભોંસલેએ કહ્યું, 'પારઘી સમાજના પુરૂષોને ચોરી કે લૂંટફાટના કેસમાં પકડીને, તેને છોડાવવાના બદલે પત્ની સાથેના અત્યાચારના અનેક કેસ સામે આવ્યા છે. સરકારને તપાસ કરીને દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.'
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.