તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • When A Drunkard Accidentally Broke Into A 2000 Year Old Portland Residence, It Took 103 Years To Reconnect

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજે:જ્યારે એક દારૂડિયાની ભૂલથી તૂટી ગયો હતો 2000 વર્ષ જૂનો પોર્ટલેન્ડ વાસ, 103 વર્ષ લાગ્યા હતા જોડવામાં

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

ઈંગ્લેન્ડની રાજધાની લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં બે હજાર વર્ષ જૂનો પોર્ટલેન્ડ વાસ (ફૂલદાની) પણ રાખી છે. આ ફૂલદાની પાછળ આજે પણ એક નાનું નિશાન છે. જે તેના ખરાબ ઈતિહાસ વિશે દરરોજ યાદ અપાવે છે.

વાસ્તવમાં, આ બે હજાર વર્ષ જૂનો પોર્ટલેન્ડ વાસ એક દારૂડિયાની ભૂલથી પડી ગયો અને તેના 80થી વધુ ટુકડા થઈ ગયા હતા. બન્યું એવું હતું કે આજના જ દિવસે 1845માં બ્રિટિશ મ્યુઝિયમમાં વિલિયમ ફ્લોઈડ ગયા. ફ્લોઈડ ખૂબ નશામાં હતા અને ગ્લાસ કેસ સાથે અથડાઈ ગય. આ ગ્લાસમાં આ ફૂલદાની રાખેલી હતી.

ફ્લોઈડની ધરપકડ કરી લેવાઈ. તેમને જ્યારે અદાલતમાં રજૂ કરાયા તો તેમના વકીલે દલીલ કરી કે ફ્લોઈડની જે કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવી રહી છે, એ કાયદો 5 પાઉન્ડથી ઉપરની ચીજો તૂટવા પર લાગુ થતો નથી. આમ, ફ્લોઈડને માત્ર ગ્લાસ કેસ તોડવાના દોષિત ઠેરવવામાં આવ્યા અને તેમના પર 3 પાઉન્ડનો દંડ ફટકારાયો.

ત્યારપછી બ્રિટિશ મ્યુઝિયમે જ્યારે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે વિલિયમ ફ્લોઈડનું અસલી નામ વિલિયમ મુલકાહી હતું. જો કે બ્રિટિશ મ્યુઝિયમે ફરી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નહોતી. કેમકે વિલિયમની માનસિક સ્થિતિ યોગ્ય નહોતી.

1845માં જ્યારે ફૂલદાની તૂટી તો તેને એ જ સમયે જોડવામાંઆવી, પણ તે સંપૂર્ણપણે બરાબર ન થઈ. 103 વર્ષ પછી 1948માં તે પૂરેપૂરી બરાબર જોડી શકાઈ. 1988માં તેને મ્યુઝિયમમાં ફરી ડિસ્પ્લેમાં મૂકવામાં આવી. જો કે, હજુ પણ તેની પાછળ તૂટ્યાનું નિશાન જોવા મળે છે.

પ્રખ્યાત બોર્ડ ગેમ મોનોપોલી આજના દિવસે જ થઈ હતી કોપીરાઈટ
1935મા આજના જ દિવસે જાણીતી બોર્ડ ગેમ મોનોપોલીને કોપીરાઈટ કરવામાં આવી હતી. તેને અમેરિકન સંશોધક ચાર્લ્સ ડેરોએ બનાવી હતી. મોનોપોલી ગેમને ભારતમાં બિઝનેસ કે વ્યાપાર નામથી ઓળખવામાં આવે છે. મોનોપોલીને 100થી વધુ દેશોમાં રમવામાં આવે છે અને આ ગેમ 40થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે. મોનોપોલી ગેમ ઘણા લાંબા સમય સુધી ચાલે છે. સૌથી લાંબી મોનોપોલી ગેમ 70 દિવસ સુધી રમવામાં આવી હતી.

ભારત અને દુનિયામાં 7 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રકારે છેઃ

 • 2009ઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને મહારાષ્ટ્રના રાજ્યપાલ એસસી જમીરે ડી.લિટની ઉપાધિથી નવાજ્યા.
 • 2001ઃ ઈઝરાયેલના વડાપ્રધાન એહુદ બરાક ચૂંટણી હાર્યા, એરિયલ શેરોન નવા વડાપ્રધાન બન્યા.
 • 2000ઃ ભારત અને અમેરિકા વચ્ચે રચાયેલા સંયુક્ત આતંકવાદ વિરોધી દળની પ્રથમ બેઠક વોશિંગ્ટનમાં શરૂ થઈ.
 • 1992ઃ સ્વદેશી ટેકનીકથી બનેલી પ્રથમ સબમરિન INS શાલ્કીને નૌસેનામાં સામેલ કરવામાં આવી.
 • 1983ઃ કોલકાતામાં ઈસ્ટર્ન ન્યૂઝ એજન્સીની સ્થાપના થઈ.
 • 1962ઃ જર્મનીની એક કોલસા ખાણમાં વિસ્ફોટથી 298 મજૂરોનાં મોત થયા.
 • 1959ઃ ફિડેલ કાસ્ટ્રોએ ક્યુબામાં નવા બંધારણની ઘોષણા કરી.
 • 1940ઃ બ્રિટનમાં રેલવેનું રાષ્ટ્રીયકરણ થયું.
 • 1915ઃ પ્રથમવાર ચાલતી ટ્રેનથી મોકલવામાં આવ્યો વાયરલેસ મેસેજ રેલવે સ્ટેશનને મળ્યો.
 • 1856ઃ નવાબ વાજિદ અલી શાહને હરાવીને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ અવધ પર કબજો કર્યો.
 • 1831ઃ બેલ્જિયમમાં બંધારણ લાગુ થયું
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો