તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Whatsapp Privacy Policy Controversy | Messaging App To Delhi High Court Over New Privacy Policy

વ્હોટ્સએપ પોલિસી વિવાદ:વ્હોટ્સએપે કોર્ટને કહ્યું- ડેટા પ્રોટેક્શન કાયદો બને ત્યાં સુધી યૂઝર્સને પ્રાઇવસી પોલિસી એક્સેપ્ટ કરવા મજબૂર નહીં કરીએ

3 મહિનો પહેલા
ફાઇલ ફોટો
  • CCIએ પ્રાઇવસી અંગે જાણકારી માગી, કેન્દ્રએ કહ્યું- વ્હોટ્સએપ યુઝર્સને મજબૂર કરે છે

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ પોતાની વિવાદાસ્પદ પોલિસીને કારણે બેકફૂટ પર છે. દિલ્હી હાઇકોર્ટમાં વ્હોટ્સએપે કહ્યું હતું કે તેણે પોતાની પ્રાઇવસી પોલિસી પર પ્રતિબંધ લગાવી દીધો છે. વ્હોટ્સએપે કહ્યું કે જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ કાયદો નહીં બને, ત્યાં સુધી અમે યૂઝર્સને પોતાની પ્રાઇવસી પોલિસી ફોલો કરવા મજબૂર નહીં કરીએ.

CCIએ પ્રાઇવસી અંગે જાણકારી માગી
દિલ્હી હાઇકોર્ટમાં વ્હોટ્સએપ અને આ એપની માલિક કંપની ફેસબુકે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાની તપાસ સામે અપીલ કરી છે. CCIએ ગત મહિને વ્હોટ્સએપ અને ફેસબુકને નોટિસ જાહેર કરી હતી અને તેની પાસે પ્રાઇવસી પોલિસી અંગે જાણકારી માગી હતી.

આની વિરુદ્ધ વ્હોટ્સએપ સિંગલ જજની બેંચમાં ગયો હતો, જ્યાં તેમની અપીલ રદ કરવામાં આવી હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે પોલિસીમુદ્દે પહેલાંથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યાર પછી વ્હોટ્સએપે દિલ્હી હાઇકોર્ટમાં આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

વ્હોટ્સએપની નવી પોલિસી શું છે?
વ્હોટ્સએપ પર નવા ટર્મ્સ અને પ્રાઇવસી પોલિસી અનુસાર, સર્વિસિઝને ઓપરેટ કરવા માટે વ્હોટ્સએપ જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ કરે છે, કંપની તેને પણ યૂઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યૂટ અને ડિસ્પ્લે કરી શકે છે.

આવો નિર્ણય કેમ લીધો?
નવી પોલિસીના નોટિફિકેશનમાં કંપનીએ સ્પષ્ટ લખ્યું હતું કે હવે વ્હોટ્સએપ તમારી તમામ સૂચના પોતાની પેરેન્ટ કંપની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સાથે શેર કરશે. એટલે કે વ્હોટ્સએપ પોતાના યૂઝર્સના ડેટાનો ઉપયોગ કરીને પૈસા પણ કમાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...