તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Whatsapp New Privacy Policy Vs Narendra Modi Government Latest News Update Central Government Told High Court Whatsapp Is Misusing Capability

વ્હોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી:દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારનું એફિડેવિટ, કહ્યું- પોલિસી માટે કંપની યુઝર્સ પર પ્રેશર કરે છે, આ કાયદાના વિરોધમાં

19 દિવસ પહેલા

વ્હોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી મામલે ગુરુવારે કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું છે. કેન્દ્રએ હાઈકોર્ટને કહ્યું છે કે વ્હોટ્સએપ તેની ક્ષમતાનો ખોટો ઉપયોગ કરી રહી છે. પોલિસી માટે યુઝર્સ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. કંપની તેના યુઝર્સને વારંવાર નોટિફિકેશન મોકલી રહી છે. એ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના 24 માર્ચ 2021ના આદેશ વિરુદ્ધ છે. કેન્દ્રની માગણી છે કે કોર્ટ નવી પ્રાઈવસી પોલિસી વિશે આપવામાં આવતાં નોટિફિકેશન વિશે વચગાળાનો આદેશ આપે.

નવી પોલિસી યુઝર્સ પર થોપવામાં આવી રહી છે: કેન્દ્ર
વ્હોટ્સએપની પ્રાઈવસી પોલિસી ભારત સહિત ઘણા દેશોમાં 15 મેથી લાગુ થઈ ગઈ છે. નવી પોલિસીનો સરકારે વિરોધ પણ વ્યક્ત કર્યો છે, પરંતુ હજી સુધી એમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. ત્યાર પછી સરકારે કોર્ટમાં કહ્યું હતું કે વ્હોટ્સએપ તેની નવી પોલિસી યુઝર્સ પર થોપી રહ્યું છે અને યુઝર્સ એ સ્વીકારે એ માટે અલગ અલગ ટ્રિક અપનાવી રહ્યું છે. કંપની ખૂબ હોશિયારીથી ડેટા પ્રોટેક્શન બિલનો કાયદો બને એ પહેલાં જ પોલિસીને યુઝર્સ સ્વીકારી લે એવો પ્રયત્ન કરી રહી છે.

કેન્દ્ર સરકારે કર્યો છે વિરોધ
વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીનો કેન્દ્ર સરકાર વિરોધ કરી ચૂકી છે. ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલયે વ્હોટ્સએપના CEO વિલ કૈથકાર્ટને પત્ર લખીને જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ભારત વ્હોટ્સએપનો સૌથી મોટો યુઝર બેઝ અને સૌથી મોટું બજાર છે. વ્હોટ્સએપની સેવા શરતો અને પ્રાઈવસી પોલિસીમાં ફેરફારથી ભારતીય નાગરિકોમાં પસંદ અને સ્વાયત્તતા વિશે ગંભીર ચિંતા શરૂ થઈ છે. મંત્રાલયે પોલિસીમાં કરવામાં આવેલા ફેરફારોને પરત લેવા કહ્યું છે.

શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?
વ્હોટ્સએપ યુઝર્સ જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ કરી શકે છે. કંપની એનો ઉપયોગ ગમે ત્યાં કરી શકે છે. કંપની એ ડેટાને શેર પણ કરી શકે છે. પહેલાં દાવો કરવામાં આવ્યો હતો કે જો યુઝર્સ આ પોલિસી સાથે એગ્રી ના થાય તો તે એના અકાઉન્ટનો ઉપયોગ નહીં કરી શકે. જોકે અંતે કંપનીએ એને ઓપ્શનલ ગણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...