વોટ્સએપનો મોટો નિર્ણય:ભારતમાં 20 લાખ અકાઉન્ટ્સ બંધ કર્યા, સ્પેમ અને અનિચ્છનીય મેસેજ રોકવા માટે આ પગલું ભર્યું

17 દિવસ પહેલા

મેસેજિંગ એપ વોટ્સએપે ઓગસ્ટમાં ભારતમાં 20 લાખથી વધુ યુઝર્સના એકાઉન્ટ બંધ કરી દીધા છે. ભારતના આઇટી નિયમો અને વોટ્સએપની સેવાની શરતોનું ઉલ્લંઘન કરનારા અકાઉન્ટ્સ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ માહિતી મંગળવારે જાહેર થયેલા વોટ્સએપના મંથલી કંપ્લાયંસ અહેવાલ દ્વારા જાહેર કરવામાં આવી હતી.

46 દિવસની અંદર 3 લાખ અકાઉન્ટ્સ બંધ
વોટ્સએપે 16 જૂનથી 31 જુલાઈ સુધી ભારતમાં 3 લાખ ખાતા બંધ કરી દીધા હતા. 594 ફરિયાદોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. વોટ્સએપ વિશ્વભરમાં દુરુપયોગના કેસોમાં સરેરાશ દર મહિને 80 લાખ અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકે છે.

ફરિયાદના આધારે કાર્યવાહી કરી
પરવાનગી વિના ઓટોમેટેડ અથવા બલ્ક મેસેજ મોકલવા બદલ 20 લાખ 70 હજાર અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ઓગસ્ટ દરમિયાન વોટ્સએપને 420 ફરિયાદો મળી હતી. તેમાં એકાઉન્ટ સપોર્ટની 105 ફરિયાદો, બેન અપીલની 222 ફરિયાદો, પ્રોડક્ટ સપોર્ટની 42, સુરક્ષાની 17 અને અન્ય 34 ફરિયાદનો સમાવેશ થાય છે.

દુરુપયોગ અટકાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ
વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યૂઝર સિક્યોરીટી રિપોર્ટમાં ફરિયાદોની જાણ કરવામાં આવી છે. વોટ્સએપ પ્લેટફોર્મનો દુરુપયોગ અટકાવવા માટે તેની કાર્યવાહી ચાલુ રાખશે. અમારું ધ્યાન પ્લેટફોર્મ પર સ્પેમ અને અનિચ્છનીય મેસેજને રોકવા પર છે.

વોટ્સએપે તેના સપોર્ટ પેજમાં જણાવ્યું છે કે તે ફરિયાદ ચેનલ મારફતે યૂઝર્સની ફરિયાદો નોંધે છે. મેસેજિંગ એપ્લિકેશન પ્લેટફોર્મ પર હાર્મફુલ બિહેવિયરને રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રિસોર્સિસનો ઉપયોગ કરે છે.

નવા આઈટી નિયમો અનુસાર દર મહિને રિપોર્ટ પબ્લિશ કરવો જરુરી
ભારત સરકારે 26 મેના રોજ નવા આઇટી નિયમો રજૂ કર્યા હતા. આ નિયમો અનુસાર, 50 લાખથી વધુ યૂઝર્સ ધરાવતા કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મને દર મહિને કંપ્લાયંસ રિપોર્ટ પ્રકાશિત કરવા જરૂરી છે. રિપોર્ટમાં મળેલી ફરિયાદો અને તેના આધારે કરવામાં આવેલી કાર્યવાહીની જાણ કરવી પડશે.

યૂઝરની જાણકારી નથી વાંચતુ વોટ્સએપ
વોટ્સએપે ભારપૂર્વક જણાવ્યું છે કે તે કોઈ યૂઝરનો મેસેજ વાંચતા નથી. તે એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ પ્લેટફોર્મ છે. તે યૂઝર્સની માહિતીનું રક્ષણ કરે છે. પ્લેટફોર્મ ઓપરેશન માટે ઉપલબ્ધ અનએન્ક્રિપ્ટેડ માહિતી પર આધાર રાખે છે. તેમાં યૂઝર રિપોર્ટ, પ્રોફાઇલ ફોટો, ગ્રુપ ફોટો અને ગ્રુપ ડિસ્ક્રિપ્શનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...