તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • What The Naxals Want After All, By Martyring 22 Soldiers Is Giving The Government An Invitation For Dialogue; Learn Everything In 6 Points

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજાપુર અથડામણ બાદ કબજામાં જવાન:આખરે શું ઈચ્છે છે નક્સલીઓ, 22 જવાનોને શહીદ કરીને સરકારને આપી રહ્યા છે વાતચીતનું આમંત્રણ; 6 મુદ્દામાં જાણો બધું જ

રાયપુર6 દિવસ પહેલા
નક્સલીઓનો દાવો છે કે આ હથિયાર અને કારતૂસ તે લોકોએ બીજાપુરમાં અથડામણ બાદ શહીદ જવાનો પાસેથી લૂંટયા છે.
  • નક્સલીઓએ CRPF કોબ્રા ગ્રુપનો કમાન્ડર રાકેશ્વર સિંહ મન્હારનું અપહરણ કર્યું
  • સરકાર સાથે વાતચીત કરવા માટે નક્સલી દબાણ કરી રહ્યા

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં જીરાગુડેમ ગામમાં નક્સલીઓ સાથે અથડામણમાં 22 જવાન શહીદ થયા હતા. નક્સલીઓ દાવો કરી રહ્યા છે કે CRPF કોબ્રા ગ્રુપના કમાન્ડર રાકેશ્વર સિંહ મન્હાર તેમના કબજામાં છે. તેની મુક્તિ માટે નક્સલી સરકાર સાથે વાતચીત કરવા માટે દબાણ કરી રહ્યા છે.

નકસલવાદીઓએ સરકારને મધ્યસ્થી લોકોનાં નામ જાહેર કરવાની માગ કરી છે. હવે સવાલ એ છે કે નક્સલવાદીઓ સરકાર સાથે વાત કેમ કરવા માગે છે? ભાસ્કરે નિષ્ણાત પાસેથી 3 મુદ્દામાં એ જાણવાનો પ્રયત્ન કર્યો કે જવાનના અપહરણ કરવા પાછળ નક્સલવાદીઓ દ્વારા શો હેતુ હોઈ શકે?

1. ફોર્સની ગતિવિધિ જાણવાના પ્રયાસ
બની શકે છે, નક્સલવાદીઓ ગુપ્ત જાણકારી મેળવવા ઇચ્છે છે. નક્સલવાદીઓ ફોર્સની ગતિવિધિ, કેમ્પની સ્થિતિ, સૈનિકોની સંખ્યા, જમવાનો-સૂવાનો ટાઈમ, સર્ચ ઓપરેશન વિશે પણ જાણવા માટે આવું કરે છે.

2. હિડમા માટે સલામત પેસેજ
પોલીસ બસ્તરની સૌથી જાણીતી નક્સલી હિડમાને નિશાન બનાવીને પોલીસ એક સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. નક્સલવાદીઓ હિડમાને બચાવવા માટે આ બધું કરી રહ્યા છે. બીજા રાજ્યમાં જવા માટે તેને સલામત માર્ગ આપવા ઈચ્છે છે. દંતેવાડાના એસપી અભિષેક પલ્લવએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે.

નક્સલી કમાન્ડર હિડમાનો આ ફોટો વર્ષ 2016માં સામે આવ્યો હતો. NIAના જણાવ્યા અનુસાર હવે તેની ઉંમર 51ની આસપાસ હશે.
નક્સલી કમાન્ડર હિડમાનો આ ફોટો વર્ષ 2016માં સામે આવ્યો હતો. NIAના જણાવ્યા અનુસાર હવે તેની ઉંમર 51ની આસપાસ હશે.

3. બ્રેન વોશ કરીને દબાણ વધારવાના પ્રયાસ
નક્સલી ફોર્સના જવાનને કબજામાં લઈને તેનું બ્રેન વોશ કરવાના પ્રયાસ કરે છે. નોકરી છોડવા, ઘરે પરત ફરવા દબાણ કરી રહ્યા છે. બસ્તરના IG સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે આવા મામલામાં નક્સલી ગામમાં રહેનારા સાથીઓની મદદ લે છે. એટલા માટે રાકેશ્વર કોઈ ગ્રામીણના ઘરે પણ હોય શકે છે.

બસ્તરના IG સુંદરરાજ પી. આ સમગ્ર મિશન પર નજર રાખી રહ્યા છે. તેમણે દિવ્યભાસ્કરને કહ્યું હતું કે અમારી જવાબદારી જવાનની સલામત વાપસી છે.
બસ્તરના IG સુંદરરાજ પી. આ સમગ્ર મિશન પર નજર રાખી રહ્યા છે. તેમણે દિવ્યભાસ્કરને કહ્યું હતું કે અમારી જવાબદારી જવાનની સલામત વાપસી છે.

હવે 3 પોઇન્ટમાં સમજો નક્સલીઓનો પક્ષ
મંગળવારે નક્સલવાદીઓએ ફરી એક પ્રેસ નોટ બહાર પાડી હતી. નોટમાં 14 હથિયાર અને 2000થી વધુ કારતૂસ સાથે લઈ જવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમણે નક્સલી ઓડી સન્ની, કોવાસી બદરુ, પદામ લખમા, માડવી સુખા અને નૂપા સુરેશનાં મોતની પુષ્ટિ કરી છે. નોટમાં લખ્યું છે કે નક્સલવાદીઓ સન્નીનો મૃતદેહ નથી લઈ જઈ શક્યા.

1. નક્સલીઓએ 2 પેજની પ્રેસ નોટમાં લખ્યું છે કે ઓગસ્ટ 2020માં ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં બેઠક કરી હતી. આ બેઠકમાં અથડામણની રણનીતિ બની. રાયપુર વિસ્તાર કેન્દ્ર બન્યું. રાષ્ટ્રીય વિશેષ સુરક્ષા સલાહકાર કે. વિજય કુમારે ઓક્ટોબરમાં 5 રાજ્યના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

2. નક્સલ અભિયાન માટે બસ્તર IG સુંદરરાજ પી.ને પ્રભારી બનાવવામાં આવ્યા. DG અશોક કુમાર જુનેજાને વિશેષ અધિકારી તરીકે નિમણૂક કરાયા.

3. નક્સલવાદીઓએ પ્રેસ નોટમાં કહ્યું છે કે અમે વાતચીત માટે તૈયાર છીએ, પરંતુ સરકાર પ્રામાણિક નથી. પોલીસદળ એકત્ર કરવા, કેમ્પ બંધ કરીને હુમલો બંધ કર્યા પછી જ વાતચીત શક્ય છે. કોંડાગાંવ, બીજાપુર, નારાયણપુરમાં લશ્કરી કામગીરી બંધ થવી જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો