• Gujarati News
  • National
  • What Is The Significance Of Johnson's Trip Amid The Russia Ukraine Crisis, Will Britain Become An Alternative To Moscow In Arms And Trade?

બોરિસ જોનસનનો ભારત પ્રવાસ:રશિયા-યુક્રેન સંકટ વચ્ચે જોનસનના પ્રવાસનું શું છે મહત્વ, શું બ્રિટન શસ્ત્ર-ઓઈલ અને વેપારમાં મોસ્કોનો વિકલ્પ બનશે?

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • ભારત- બ્રિટન વચ્ચે નાગરિકોના અવર-જવર સંબધીત એગ્રીમેન્ટ પર પણ ચર્ચા થઈ શકે છે.
  • ચીનના નાગરિકોને બ્રિટનનાં વિઝા મેળવવા માટે બહુ ઓછા રૂપિયા ચૂકવવા પડે છે.

બ્રિટનનાં વડાપ્રધાન બોરિસ જોનસન ગુરુવાર (21 એપ્રિલ)થી બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. રશિયા દ્વારા યુક્રેન પર સતત હુમલાઓ વચ્ચે જોનસનનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને એવા સમયે જ્યારે અમેરિકા, બ્રિટન તેમજ યુરોપીયન દેશો ભારત તરફથી રશિયા સાથે વેપાર ન કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિમાં જોનસનની આ મુલાકાતનું મહત્વ આપોઆપ વધી જાય છે. મળતી માહિતી મુજબ જોનસન આ પ્રવાસમાં ભારતને રશિયા પાસેથી હથિયાર કે તેલ ખરીદી ઘટાડવા માટે કોઈપણ પ્રકારનું ભાષણ આપશે નહીં. જો કે, તેઓ ચોક્કસપણે મોદી સરકારને રશિયન ઉત્પાદનોનો વિકલ્પ તરીકેનો પ્રસ્તાવ આપી શકે છે.

આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યાં છે કે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બોરિસ જોનસનના ભારત પ્રવાસનો શિં અર્થ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાતમાં કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ સિવાય બંને નેતાઓ વ્યાપાર સમજૂતીથી લઈને રશિયન ઉત્પાદનોના વિકલ્પો સુધીની મહત્વની બાબતો પર કેવી રીતે ચર્ચા કરી શકે છે.

સૌ પ્રથમ, બંને નેતાઓ વચ્ચે કયા મુદ્દાઓ પર વાતચીત થશે?
બોરિસ જોનસનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ વચ્ચેની વાતચીતનો કેન્દ્રીય મુદ્દો મુક્ત વેપાર કરાર (FTA) હશે. આ સિવાય બંને નેતાઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા અને આતંકવાદના મુદ્દા પર પણ ચર્ચા કરશે. એવું કહેવામાં આવ્યું છે કે મોદી અને જોનસન પણ જળવાયુ પરિવર્તન પર સમજૂતી પર પહોંચી શકે છે. શિક્ષણ નોકરીઓ સિવાય બ્રિટિશ પીએમ તરફથી રોકાણને લઈને મોટી જાહેરાત પણ થઈ શકે છે.

5300 કરોડના રોકાણના કરારો પર સંમત થયા
ભારતે બ્રિટનમાં રૂ. 5,300 કરોડના મૂડીરોકાણ કરારો માટે સંમતિ દર્શાવી છે. બીજી બાજુ, 2023 માં G-20 બેઠકની અધ્યક્ષતા ભારત કરશે. બ્રિટન આ બેઠકમાં મહત્વપૂર્ણ ભૂમિકા સાથે ભાગ લેવા માંગે છે. આ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

ભારત આર્થિક મહાસત્તા, સંબંધો વધારશેઃ જોનસન
ભારતની મુલાકાત પહેલા, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને રવિવારે ટ્વિટ કર્યું હતું કે ભારત એક આર્થિક મહાસત્તા અને વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. વર્તમાન અસ્થિર વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત બ્રિટનનું મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે. તેમણે કહ્યું કે મારી મુલાકાતથી રોજગારની તકો, સુરક્ષા અને આર્થિક વિકાસમાં વધારો કરશે.

શું જોનસન બ્રિટનને રશિયાના વિકલ્પ તરીકે રજૂ કરી શકશે?
રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે પશ્ચિમી દેશો ભારતને રશિયા સાથેના વેપાર સંબંધો તોડવા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પગલાંની નિંદા કરવા સતત અપીલ કરી રહ્યા છે. આ સિવાય ભારતે અત્યાર સુધી પોતાનું સ્થિર વલણ જાળવી રાખ્યું છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે તે રશિયા સાથેના તેના વર્ષો જૂના સંબંધોને યુરોપના રોષના કારણે દાવ પર લગાવી શકાતા નથી. હાલમાં, ભારતની ત્રણેય સેનાઓ અને શસ્ત્ર ઉદ્યોગ 50-60 ટકા સુધી રશિયા પર નિર્ભર છે. આ સિવાય ભારત ઓઈલને લઈને પણ અમુક અંશે રશિયા પર આધાર રાખે છે. આવી સ્થિતિમાં, જોનસન આ બંને ક્ષેત્રોમાં રશિયાને ભારતના ભાગીદાર તરીકે દૂર કરવા માટે વાતચીત કરી શકે છે.

1. સંરક્ષણ જરૂરિયાતોના ક્ષેત્રમાં
જો કે, બ્રિટનની મુશ્કેલીઓ આ ક્ષેત્રમાં પણ ઘણી વધારે છે. ખરેખર, ભારત સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આવનારા સમયમાં તે કોઈપણ દેશમાંથી આયાત વધારવાને બદલે મેક ઈન ઈન્ડિયાની જેમ માત્ર સ્થાનિક ઉત્પાદન પર જ ભાર આપશે. આવી સ્થિતિમાં, બ્રિટિશ વડાપ્રધાન ભારતને આકર્ષવા માટે સામાન્ય પ્રોજેક્ટ્સ સાથે સમાધાન કરી શકે છે. પોલિટિકો કન્સલ્ટન્સી ફર્મ આરએસએમ ઈન્ડિયાના સ્થાપક સુરેશ સુરાનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારત અને બ્રિટનના સંરક્ષણ કરારો આગળ વધશે, પરંતુ ભારત ઈચ્છશે કે તેના મોટાભાગની સંરક્ષણ જરૂરિયાતોનું ઉત્પાદન ભારતમાં થવું જોઈએ. આવી સ્થિતિમાં બોરિસ જોનસન અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની જેમ ભારત સાથે સંરક્ષણ કરારની જાહેરાત કરી શકે છે.

2. ઊર્જા જરૂરિયાતો પર
બોરિસ જોનસન અને મોદીની મુલાકાતનો મુખ્ય મુદ્દો સુરક્ષા બની રહ્યો છે. પરંતુ બ્રિટિશ વડાપ્રધાન રશિયા સાથે વેપારના મુદ્દા પર પણ ભાર આપવાનો પ્રયાસ કરશે. જો કે, બ્રિટન પોતે આ ક્ષેત્રમાં મુશ્કેલીમાં છે. હકીકતમાં, રુશિયા-યુક્રેન યુદ્ધ પહેલા, રશિયા બ્રિટનનું સૌથી મોટું તેલ સપ્લાયર હતું. ડઝનબંધ પ્રતિબંધો છતાં યુરોપ અત્યાર સુધી રશિયાનું સૌથી મોટા તેલ આયાતકારોમાંનું એક છે. આવી સ્થિતિમાં, જોનસનની માંગ કે ભારતે તેલ માટે રશિયા પરની નિર્ભરતા ઓછી કરવી જોઈએ, તેની વિપરીત અસર પણ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે જોનસન સાવધાની સાથે આ મુદ્દો ઉઠાવશે.

3. વેપાર મુદ્દા પર
બ્રિટન પણ ભારત સાથે દ્વિપક્ષીય વેપાર વાટાઘાટોને વેગ આપવા માંગે છે. EU છોડ્યા બાદ બ્રિટન ભારત સાથે વહેલામાં વહેલી તકે વેપાર કરાર કરવા માંગે છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનના એજન્ડામાં FTA ટોપ પર છે. જો ભારત અને બ્રિટન વચ્ચે FTA થાય તો 2035 સુધીમાં બંને દેશો વચ્ચેનો કુલ વેપાર વધીને 28 અબજ પાઉન્ડ સુધી પહોંચી શકે છે.

ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષીય વેપાર 2030 સુધીમાં 100 અબજ ડોલર સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે.
ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષીય વેપાર 2030 સુધીમાં 100 અબજ ડોલર સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે.

ભારત અને યુકે વચ્ચે FTA પર ત્રીજો રાઉન્ડ 25 એપ્રિલથી ભારતમાં યોજાશે. ફેબ્રુઆરીમાં મંત્રણાના બીજા રાઉન્ડમાં બંને પક્ષોએ એકબીજા સાથે ડ્રાફ્ટ શેર કર્યો હતો. બંને દેશોએ આ વર્ષે 13 જાન્યુઆરીએ FTA પર સત્તાવાર વાતચીત શરૂ કરી હતી. દ્વિપક્ષીય વેપાર 2030 સુધીમાં 100 અબજ ડોલર સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. અત્યારે તે 50 અબજ ડોલર છે. આમાં સેવાઓમાં 35 અબજ ડોલર અને ઉત્પાદનોમાં 15 અબજ ડોલરનો સમાવેશ થાય છે. બંને દેશો વચ્ચે વિઝા, કૃષિ, ડેરી અને વાઇન સહિતના મુદ્દે વિવાદ છે. નોંધપાત્ર રીતે, આ સદીની શરૂઆતમાં, બ્રિટન ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર હતું. જો કે, ગયા વર્ષ સુધી બ્રિટને વેપારમાં 17માં સ્થાને સરકી ગયું છે.

4. શિક્ષણ અને નોકરીના ક્ષેત્રમાં
બ્રિટન અને ભારતના વડાપ્રધાન વચ્ચે નાગરિકોના અવર-જવર સંબધીત એગ્રીમેન્ટ પર પણ ચર્ચા થઈ શકે છે. થોડા મહિના પહેલા જ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના સમકક્ષ પ્રીતિ પટેલ વચ્ચે આ મુદ્દે ચર્ચા થઈ હતી બંને દેશો વચ્ચે લગભગ 3000 વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને એક વર્ષના વિઝા આપવાની જોગવાઈ છે, જેથી તેઓ બંને દેશોમાં કામનો અનુભવ મેળવી શકે. ત્યારબાદ આ સમજૂતી હેઠળ, બંને પક્ષો એપ્રિલ 2022 સુધીમાં વિઝાની નવી સિસ્ટમ લાગુ કરવા માટે સંમત થયા હતા.

આ સિવાય બંને દેશો અન્ય ઈમિગ્રેશન પ્લાન પર પણ કામ કરી રહ્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયા સાથે યુકેના એફટીએ જેવી જોગવાઈઓ હોઈ શકે છે. તેથી યુવા ભારતીયોને યુકેમાં ત્રણ વર્ષ રહેવાની અને કામ કરવાની તક મળી શકે છે. બીજો વિકલ્પ વિદ્યાર્થીઓ માટે વિઝા ફી ઘટાડવાનો છે. જેથી તેઓ સ્નાતક થયા પછી, તેમને થોડા સમય માટે યુકેમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે.

વર્ક અને ટૂરિઝમ વિઝા ફીમાં પણ ઘટાડો થઈ શકે છે. હાલમાં વર્ક વિઝા માટે ભારતીય નાગરિક માટે 1400 બ્રિટિશ પાઉન્ડ (રૂ. 1.41 લાખથી વધુ) જ્યારે વિદ્યાર્થીઓએ 348 પાઉન્ડ (35 હજાર રૂપિયા) અને પ્રવાસીઓએ 95 પાઉન્ડ (9500 રૂપિયાથી વધુ) ખર્ચવા પડે છે. આ દર ચીન માટેની વિઝા ફી કરતાં ઘણી વધારે છે. ચીનના નાગરિકોને બ્રિટનનાં વિઝા મેળવવા માટે બહુ ઓછા રૂપિયા ચૂકવવા પડે છે. ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ કરણ બિલિમોરિયા ભારતીયો માટે વિઝા ફી ઘટાડવાની જોરદાર માંગ કરી રહ્યા છે તેઓ કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ છે.

સાયબર સુરક્ષાને લઈને પણ મોટી પહેલ કરવામાં આવશે
જોનસનની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સાયબર સુરક્ષાનું મોટું નેટવર્ક વિકસાવવામાં આવશે. બંને દેશો સંયુક્ત સાયબર સુરક્ષા કાર્યક્રમ શરૂ કરશે. જે હેઠળ, ભારત અને યુકે સંયુક્ત રીતે સાયબર અપરાધીઓ અને રેનસમ વેયર હુમલાઓનો સામનો કરશે. જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા પછી ભારત પાંચમો દેશ છે જેની સાથે બ્રિટન વ્યાપક વ્યૂહાત્મક કરાર કરવા જઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...