• Home
  • National
  • What is hotspot? What can be done after the seal what can not be done?

કોરોના / હોટસ્પોટ શું છે ? સીલ થયા બાદ શું કરી શકાય- શું ન કરી શકાય ?

What is hotspot? What can be done after the seal - what can not be done?
What is hotspot? What can be done after the seal - what can not be done?
X
What is hotspot? What can be done after the seal - what can not be done?
What is hotspot? What can be done after the seal - what can not be done?

  • ઉતર પ્રદેશ સરકારે 15 જિલ્લાના હોટસ્પોટ વિસ્તારને સીલ કરવાનો નિર્ણય કર્યો
  • હોટસ્પોટ વિસ્તારમાં માત્ર પાસ ધરાવનાર વ્યક્તિઓ જ અવર-જવર કરી શકે છે

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 02:11 PM IST

નવી દિલ્હી. ભારતમાં કોરોનાનો કહેર સતત ચાલુ છે. આ મહામારીને જોતા ઉતર પ્રદેશ અને દિલ્હીની સરકારે તેમના રાજ્યોમાં ઘણા હોટસ્પોટ વિસ્તારને સીલ કરી દીધા છે. એક તરફ દિલ્હી સરકારે 20 હોટહોસ્પોટ સીલ કરી દીધા છે, જ્યારે ઉતર પ્રદેશની યોગી સરકારે 15 જિલ્લાના હોટસ્પોટ વિસ્તારને સીલ કરવાનો નિર્ણય કર્યો છે. તો ચાલો જાણીએ શું છે હોટસ્પોટ, તેને કઈ રીતે સીલ કરવામાં આવે છે અને સીલ થયા બાદ આ વિસ્તારમાં રહેનાર લોકો શું કરી શકે છે અને શું કરી શકતા નથી.

હોટસ્પોટ શું છે ?

કોરોનાવાઈરસના સમયમાં એ વિસ્તાર જ્યાં ઘણાં પોઝિટિવ દર્દી મળ્યા હોય અને આગળ જતા પણ આ વિસ્તારમાં સંક્રમણ ફેલાવવાની શકયતા વધુ હોય તેને હોટસ્પોટ કહેવામાં આવે છે.

કઈ રીતે કરવામાં આવે છે સીલ

હોટસ્પોટ વિસ્તારમાં લોકડાઉનનો 100 ટકા અમલ થાય છે. અને તેને જ સીલ કહેવામાં આવે છે. આ દરમિયાન વિસ્તારની કોઈ પણ દુકાન ખુલશે નહિ. આ વિસ્તારમાં આવ-જા પર પોલીસની ચુસ્ત કડકાઈ હશે. લોકોને ક્યાંય પણ જવાની પરવાનગી નહિ હોય. હોટસ્પોટ માટે વિશેષ પાસ ઈસ્યુ કરવામાં આવે છે.

શું કરી શકાય અને શું નહિ ?

આમ તો લોકડાઉનમાં જ લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ હોય છે પરંતુ હોટસ્પોટ વિસ્તારને સીલ કર્યા બાદ આ સખ્તાઈને વધુ વધારવામાં આવે છે. લોકોને કોઈ પણ જગ્યાએ જવાની પરવાનગી હોતી નથી.

કોણ જઈ શકે છે 

હોટસ્પોટ વિસ્તારમાં માત્ર એવા લોકોને જ જવાની પરવાનગી હોય છે જેમની પાસે પાસ હોય છે. આ સિવાય એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડને પણ હોટસ્પોટમાં એન્ટ્રી માટે છુટ હોય છે. હોટસ્પોટમાં મીડિયાના જવા પર પણ પ્રતિબંધ હોય છે.

જરૂરી સામાન જ ઉપલબ્ધ થશે

સીલ દરમિયાન લોકોને જરૂરી સામાન માત્ર હોમ ડિલીવરી દ્વારા આપવામાં આવશે. પ્રશાસન દ્વારા ફળ, શાકભાજી, દવા, રેશન વગેરેને હોમ ડિલીવરીના માધ્યમથી દરેક ઘરમાં પહોંચાડવામાં આવશે. ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવશે કે કોઈ પણ વ્યક્તિમાં કોરોનાના સંક્રમણના લક્ષણ તો નથીને અથવા તો વ્યક્તિ કોવિડ પોઝિટિવ દર્દીના સંપર્કમાં તો આવ્યો નથીને. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી